________________
10
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
(ચો.૯) સત્યકી વિદ્યાધરના કપાળમાંથી પ્રગટતો તેજપુંજ અદ્ભુત રસનું દર્શન કરાવે છે.
રોહિણી પરદત્તા સાથેહ, વેગિ વિદ્યા આવી તેહ; કહઈ મુઝ રહેવા કોહો ઠામ, શતકી સિર દેખાડઈ ઠામ
વિદ્યા મતકિ રહેતિ જસિં, ત્રિલોચનતે થાય તસિં.' (ઢા.૭૨) રથમુશળ યુદ્ધનું વર્ણન અદ્ભુત અને ભયાનક રસનું સુંદર ઉદાહરણ છે.
તે ખેડયા વિહુણો રથ ફરઈ, નહી અશ્વતણું તિહાં કામ રે;
રથ ઉપર મુકિઉં મૂસલું તે ઉછલી મારઈ ઘાયરે.” (ઢા.૬૯) મહાશિલા કંટક યુદ્ધમાં અદ્ભુત રસની પરાકાષ્ઠા છે.
ત્રણિ કાકરાકાષ્ટ જ નાખતો, કરઈ શલાકે કામ રે; ગજ અશ્વ પડયા રણમાં બહુ, વલી પુરૂષ તણો નહી પાર રે;
કોણી નાખઈ સાહમુત્રીણખલું, હોઈ પાહણ તણા પ્રહાર રે.' વાત્સલ્ય રસ : (ઢા.૨૮) ચેલણા રાણીએ અશોકવનમાં દાસી દ્વારા મૂકાવેલ પોતાના નવજાત શિશુને મહારાજા શ્રેણિક લેવાદોડયા. પુત્ર પ્રત્યેના વાત્સલ્યથી પિતા બહાવરા બન્યા.
સુણિ વાત ભૂપતિઉ જાય, અશોક તરૂતલિ આવ્યો રાય; ભૂંડી કાં નાખે હો, હો;
લુલો ટુટોનિ સુગાલો, કોના છંડઈ પોતાનો બાલો.'
આ ઉપરાંત (ઢા.૧૭,૧૮ અને ચો. ૫) મહારાજા પ્રસેનજિત પોતાના બુદ્ધિશાળી પુત્રને રાજગૃહીમાં બોલાવવા પત્ર લખી નિમંત્રણ આપે છે. તેમાં પિતાનો પુત્ર મિલનનો તરફડાટ છે. ત્યાં વત્સલની ખરલમાં કરુણ રસ ચૂંટાયેલો જોવા મળે છે.
(ઢા.૫૭) કોણિકરાજાના ઉદાયીકુમાર પ્રત્યેનો વાત્સલ્ય ભાવ પ્રશંસનીય છે પરંતુ ચલણા રાણી પોતાના પુત્રને પિતાનો વાત્સલ્ય ભાવ દર્શાવે છે તે અત્યંત ઉતકૃષ્ટ કોટિનો છે.
તુંહનાહનો ઘણી વેદના, વેદું તિહાંનવિચાલઈ; તુંહતો રોતો રહઈ વલી, આંગલી મુખિં ઘાલઈ; પરંઈ ખરડી તુઝ આંગલી, મુખિં કુણિ ઘલાય; સુગ થાય મુઝ અતિ ઘણી, એતો મિંન થાય; મોહ ઘણો તુઝ બાપનંઇ, ઉપાડયો સુત તિહાંઇ;
પરૂ ભરી તુઝ આંગલી, મુકતો મુખમાંહિ.” ભક્તિ રસ : મધ્યકાલીન કૃતિઓનો મુખ્ય લક્ષ્ય ભક્તિનું આલેખન કરવાનું છે. તેથી તેમની રચનાઓમાં ભક્તિ રસ વહેતો જોવા મળે છે.
આદિ અનાદિ અરીહંત જપું, જિમ પામું ભવ પાર; સકલસિધિ સમર્ સહી, ગણધર કરૂં પ્રણામ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org