________________
આરાધું ઉવઝાય નઈ, જિમ સીઝઈ મુઝ કામ; સકલ સાધુ સુપરિ નયું, કેવલન્યાની સાધ.’
કવિએ પ્રત્યેક રાસકૃતિમાં માતા સરસ્વતીની ભક્તિ કરી છે. આ રાસકૃતિના પ્રથમ દુહામાં કવિએ પંચપરમેષ્ઠીને રસિક રીતે સ્તવ્યા છે.
૧૧
વર્ણનકળા ઃ કવિની વર્ણન શક્તિ અતિશયતા વિનાની છે. જંબુદ્વીપનું વર્ણન, અઢાર રત્નોનું કાર્યઅનુસાર વર્ણન, અરણ્ય વર્ણન, ભીલડીના દેહ સૌંદર્યનું અને પહેરવેશનું વર્ણન, સુનંદા, ચેલણા અને ધારિણી રાણીનો દોહદ, સેચનક હસ્તીનો શણગાર, નગર વર્ણન, યોદ્ધાઓનો શણગાર, (ચંપાનગરી ઢા.૬૦, ખંભાતનગરી ઢા.૮૧) ઈત્યાદિ વર્ણનો રોમાંચક ચિત્રાત્મક છે. યુદ્ધના વર્ણનનો પરંપરાગત હોવા છતાં રસિક છે.
ચમત્કારિક તત્વ ઃ મધ્યકાલીન સાહિત્યમાં જૈન કવિઓ પોતાની કૃતિઓમાં ચમત્કારનું પ્રયોજન પણ કર્યું છે. અંગ્રેજીમાં તેને MIRACLE કહેવાય છે. આ ચમત્કારિક તત્ત્વ પ્રયોજવાનું મુખ્ય લક્ષ્ય જન મનોરંજન ક૨વાનો છે. (ચો. ૧૦) અંબડ શ્રાવકે બ્રહ્મા-વિષ્ણુ-મહેશનાં વિવિધ રૂપો ધારણ કરી સતી સુલસાની શ્રદ્ધાની પરીક્ષા કરી. આ ઉપરાંત પંચવર્ણી મેધની વિધુર્ણા દ્વારા ધારિણી રાણીનો દોહદ પૂર્ણ ક૨વો, સત્યકી વિદ્યાધરના ખડગમાં રહેલી અમર શક્તિ, સૌધર્મેન્દ્ર અને ચમરેન્દ્રનું રથમુશળ અને શિલાકંટક યુદ્ધ, મહારાજા શ્રેણિકને દેવ તરફથી મળેલા દિવ્યહાર અને બે ગોળા ઈત્યાદિ પ્રસંગોમાં ચમત્કારિક તત્ત્વો જીવિત થઈ ઉઠે છે.
ઉપદેશાત્મક તત્ત્વ ઃ કવિના કાવ્યમાં ઉપદેશાત્મક તત્ત્વ સમાયેલું છે. મહારાજા શ્રેણિકના અકાળ મૃત્યુથી દુઃખી થતા પ્રધાનો (ઢા.૫૯) સાંત્વના આપતાં ઉપદેશે છે કે, ‘જે થનારું હોય તે થઈને જ રહે છે.' કવિ સમયસુંદરે સીતારામ ચોપાઈમાં પણ આવું જ નિરૂપણ કર્યું છે. રાવણ ચંદ્રનખાને સાંત્વના આપતાં કહે છે કે, ‘હુવનહારી વાત તેહવઈ, કરમ તણઈ પરણામિ.' આવું જ કથન નાકરના રામાયણમાં છે.કુંભકર્ણ રાવણને કહે છે કે, ‘વાત હોનારી તેહજ હવી.' સમકાલીનો વચ્ચે કેટલું સામ્ય !
ચેલણા રાણી પતિને કારાવાસમાં મળવા ગયા ત્યારે રાજાના શરીર ઉપર કોરડાના ઘા જોઈ દુઃખી થયા. તે સમય મહારાજાએ તેમને સાંત્વનાના શબ્દો ઉપદેશ દ્વારા આપ્યા. કવિએ (ઢા.૬૫) તેને ઐતિહાસિક દૃષ્ટાંતો દ્વારા રજૂ કર્યો છે.
સહુ દિવસ નોહઈ સારીખા, કહઈ વિબુધ મોટા જેહ; જુઉ લીલા યાદવ રાયની, દુખ પામ્યો રે અંતિં વલી તેહ. નલ ભમ્યો નારી વનિ તજી, દુખ લહઈ રાવણ રામ; હરીચંદ રાજા જલ વહઈ, પાંડવ ખોહઈ પ્રથવીનિં ગામ. બ્રહ્મદત્ત નારગિ ભોગવઈ, એક દિવસ કરતો રાજ; દિન સકલ નોહઈ સારીખા, તેણિં કીજઈ રે ધર્મનું કાજ.’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org