________________
૧૨
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ”
પ્રસનચંદ્ર રાજર્ષિએ યુદ્ધના ભાવ છોડી ભાવધારાને અધ્યાત્મ તરફ વાળી ત્યારે કવિએ (ઢા.૫૩) ઉપદેશ તત્ત્વનું પ્રયોજન કર્યું છે.
સુત કોહનો હું કોહતણો એ, મિં ઇંડિG સહુ આજતો; શત્રુ મિત્ર મહારઈ નહી એક સરખા માટી હેમ તો;
કાષ્ટ નારી સારીખાં એ, નહી દ્વેષ મુઝ પ્રેમ તો.” મહારાજા પ્રસેનજિતે સંસારનો ત્યાગ કર્યો તે પ્રસંગે કવિ (ઢા.૧૯ અને દુ.૨૪) ઉપદેશ ટાંકે છે
સુપરખ ભોગ છાંડઈ સહી, જિમ કંચૂક સાપ રે; મુરખ માખી પરિખુચીઆ, સંસાર લૂક માંગ્યા પરે; અંજલી જલ બીજું આઉખું, રાખ્યું નવિરહઈ તેહરે;
ધર્મ આછઈ માનવ ભવે, પુરુષ ના ચેતઈ કાંય?”
એક વખતના મગધાધિપતિ પુત્રના રાજ્યલોભને કારણે કારાગૃહમાં પૂરાયા, તે સંદર્ભમાં કવિ (ઢા.૫૬) ઉપદેશ આપે છે.
પ્રાણીડા લાઈ મત ક્રોધ રે, ગુમાન એક અવસરિ રે.' (ચો.૧૬) કાલીયાદિક દસ રાણીઓને ઘર્મ પમાડતાં પ્રભુ મહાવીર સ્વામી ઉપદેશ છે.
“વીર કહઈ મમ કરો વિલાપ, સંસાર દુખ આગર સંતાપ; કોય ન પોહતી પુરી આસ, ખરો એક મુગતિનો વાસ. પણિ સંયમ વિણ તે નવિહોય, ચેત્યાને દુખ છૂટા જોય;
જે ચેતસઈ તે સિધ થઈ, જન્મ જરા મરણિ છૂટસઈ.”
આ રાસકૃતિમાં વિશેષ પ્રકારે ઉપદેશ તત્ત્વ સમાયેલું છે. કવિ સનાતન સત્યોને પ્રસંગ મળતાં સહજતાથી ઉપદેશે છે.
સંવાદશૈલી: આ રાસકૃતિમાં મહારાજા શ્રેણિક રવમાની પુરુષ તરીકે પ્રસ્તુત થયા છે. મહારાજા પ્રસેનજિત દ્વારા લખાયેલા પત્રો અને રાજકુમાર શ્રેણિક દ્વારા અપાયેલા ઉત્તરોને મનોમંથનમાં કવિની પત્ર લેખન શક્તિનો ઉન્મેષ જોવા મળે છે.
અનાથી મુનિ અને મહારાજા શ્રેણિકનો શાસ્ત્રોક્ત સંવાદ રોચક રીતે કવિએ આલેખ્યો છે, જેમાં અનાથ અને સનાથનો ભેદ કવિએ માર્મિક રીતે વર્ણવ્યો છે. કોણિકરાજાએ ચેડા રાજાને લખેલા પત્રમાં કવિની પત્રલેખન શૈલીનો કુશળ અનુભવ થાય છે. શુકન સારા અને માઠા પ્રસંગોએ શુકનનું વર્ણન કરવું એ મધ્યકાલીન કવિઓની એક વિશેષતા છે. કવિ લાવણ્યસમયે “વિમલપ્રબંધ' નામની રાસકૃતિમાં શુકન-અપશુકનનું નિરૂપણ કર્યું છે. કવિ સમયસુંદરે મૃગાવતી ચોપાઈમાં શુભ શુકનોની યાદી આપી છે. તેમા કુંવારી કન્યા, રાશ બાંધેલ બળદ, સવચ્છી ગાય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org