________________
૧૩
દહીં ભરેલ પાત્ર, વેશ્યા, મત્સ્યયુગલ શુભ શુકન છે. પ્રસ્થાન વેળાએ શુભ મુહૂર્ત જોવાનો રીવાજ તે સમયે અત્યંત પ્રચલિત હતો. તત્કાલીન સમાજની માન્યતાઓ કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. અભયકુમાર રાજગૃહી નગરીમાં પ્રવેશ્યા ત્યારે તેમને કુંવારી કન્યાના શુકન થયા. આ રાસકૃતિમાં કુંવારી કન્યા, શ્રીફળ, કંકુ, અખાણું, નાગરવેલના પાન, સોપારી ઈત્યાદિને શુભ શુકન માન્યા છે.
તવકુમારીએ શ્રીફલ ગ્રહી, આવિ કુંકુ-ઘોલિ રે; એક અખાણું કરિ કરી, માંહિ ફોફળદ્રોઅરે.
સમાજ દર્શનઃ મધ્યકાળની સાહિત્યકૃતિઓમાં તત્કાલીન સમાજ, તેના રીતરિવાજોનું પ્રતિબિંબ જોવા મળે છે. • સ્ત્રીના સામાજિક મોભાનો આછો પરિચય મળે છે. • તે સમયની ખાદ્ય સામગ્રીનો ખ્યાલ આવે છે. • સ્ત્રીને શંકાની નજરે જોવામાં આવતી હતી. • દાસપણું કરતાં સ્ત્રી-પુરુષને માલીકની આજ્ઞાનું પાલન કરવું પડતું હતું. • હાર અને હાથી જોઈ પદ્માવતીરાણીની ઈર્ષા એ સ્ત્રીના નિર્બળ પાસાનું આલેખન છે. • વીર નારી પોતાના કંથને રણમાં મોકલાવતી વખતે કપાળે તિલક કરી તેનું અભિવાદન કરતી અને રણમાં
લડતા કંથને જોઈ ગૌરવ અનુભવતી. • શ્વસુર ગૃહે રહેવામાં જમાઈનો મોભો નથી એવું સ્પષ્ટ થાય છે. • ઉત્તમ કન્યાની પસંદગી માટે રાજાઓ નીચલા વર્ગમાંથી ગુણિયલ કન્યા પસંદ કરતા હતા. • સ્ત્રી લક્ષ્મી કે ઈન્દ્રાણી જેટલો આદર પામતી હતી. • તે સમયે વિદાય વેળાએ કરિયાવરમાં વસ્તુઓ ભેટ અપાતી હતી જે દાયજાપ્રથા ત્યારે પણ હતી. • શકુંતલાને કણ્વઋષિએ પતિગૃહે જતા શિખામણ આપી તેમ સુનંદાને વિદાય આપતાં માતા-પિતાએ
ભલામણ કરી. • મધ્યકાળમાં સમાજમાં ભેળસેળ, ઓછાતોલ, અદત લેવું, લોભ વૃત્તિ જેવાં અનિષ્ટો હતાં જે રત્નચૂડ,
મમ્મણશેઠ, રોહકુમાર, કોણિક રાજા ઈત્યાદિના ચરિત્રમાં જોવા મળે છે. વેશ્યાવૃત્તિ નિંદ્ય હોવા છતા મધ્યકાળમાં તેનો પ્રસાર ઠીક ઠીક જણાય છે. રાજાઓ પણ પોતાનું કાર્ય સંપન્ન કરવા તેમનો આસરો લેતા હતા.
આ પ્રમાણે કવિની રાસકૃતિમાં તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો, રીતરિવાજોનો પરિચય મળે છે.
રાજનીતિઃ મહારાજા શ્રેણિક પ્રજાનું પુત્રવતુ પાલન કરતા હતા, જ્યારે ચંડપ્રદ્યોતન જેવા રાજાના દૂત લોહજંઘ લોકોને પીડતા પણ હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org