SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનમાં શોભતી નથી. હું સેચનક હસ્તિને મારી હસ્તિશાળામાં જ બાંધીશ. ... ૧૪૩૮ કાગડાના કંઠમાં કદી નવસરો હાર ન શોભે. વૃદ્ધ ગાયને કેવો શણગાર ? હે વડીલ ! તમને બે હાથ જોડી નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે ક્યાંય ક્રોડોની મિલકત મેળવવા જતાં ક્રોડો ગુમાવી ન બેસો. (જેટલું છે તેટલું બધું જ લૂંટાઈ ન જાય.) ...૧૪૩૯ હે વિશાલા નરેશ ! આગ લાગે ત્યારે સૂકા ઘાસની સાથે લીલું ઘાસ પણ બળે છે. (અર્થાત્ યુદ્ધ થશે તો નિર્દોષ વ્યક્તિઓ પણ મરશે) હલ-વિહલ કુમાર જેવા વિદ્રોહી બંધવોને સહકાર આપીને તમે તમારી રિદ્ધિ-સિદ્ધિ ગુમાવશો. તેઓ ભલે આજે તમારા રાજમહેલમાં શોભે છે પરંતુ ડુંગર તો દૂરથી જ રળિયામણો લાગે ! (સમય જતાં મારા ભાઈઓ પોતાનું અસલી સ્વરૂપ તમને જરૂર દેખાડશે.) ... ૧૪૪૦ ચેડારાય ! તમારા અઢાર દેશના રાજાઓ ક્ષણવારમાં ઘાસના પૂડાના ભારાના અગ્નિની જેમ ખત્મ થઈ જશે. મારી શૂરવીરતા સામે સૌ પ્રથમ રણમેદાનમાંથી નાશી જશો. જેમ હવાની લહેરકીથી વૃક્ષ ઉપરનું પાંદડું નીચે પડે છે તેમ તમે પણ મારા પરાક્રમથી રણમેદાનમાં પોઢી જશો. ૧૪૪૧ તળાવમાં રહેલી કમળવેલ અત્યંત નાજુક અને કૃશ હોય છે. હાથીના ઝુંડને તેને ઉખેડતાં વાર નથી લાગતી. (તેમ મારા બહાદુર યોદ્ધાઓની સામે તમે નિર્બળો ટકી નહીં શકો.)'' કોણિકરાજાએ આ પ્રમાણે પત્ર લખી રાજદૂતના હાથમાં આપ્યો. દૂત પત્ર લઈ ચેડારાજા પાસે આવ્યો. , ૧૪૪૨ ચેડારાજાનો સચોટ ઉત્તર Jain Education International નામી સીસ રહયો તેણઈ ઠામિ, હું આવ્યો છું કોણી કામિ; લ્યો કાગલ વાંચો મુઝ સ્વામિ, હલ વિહલ રાખ્યા કુણ કામિ. જો રાખ્યા તો કાઢો આજ, કોણી રાય ન રાખઈ લાજ; તુમસ્યું વઢસઈ ચોપટ થાય, ત્યારઈ પરિકસી તુંમ થાય. તુમે નબલા કોણી બલવંત, વઢી આણસ્યો આતમ અંત; જરાસંથિ ગાઢો જૂઝાર, નેટિ હણ્યો કાહનિ નિરધાર. ફરસરામ બલીઉ બહુ લાજ, સુભગં મારી લીધું રાજ; ઘણા રાય બાંધ્યા રાવણં, પણિ તેનેિં મારયો લખમણિં ગાઢું બલ તુમ સબલું હસઈ, પણિ કોણીસ્યું નવિ ચાલસઈ; બાહુબલ જિમ બહુ રુઠીઉં, અંતિ દીખ લેઈ છુટીઉં. નમી વિનમી વિદ્યાધર રાય, વઢયા ભરતસ્યું ચોપટ થાય; અંતિ આવી લાગો પાય, લેઈ દીખ્ય શિષ્ય જિન ના થાય. ગાઢા સુર બલીયા છઈ બહુ, હરી આગલિ તે હારઈ સહુ; ત્રિખંડ ભોકતા કોણી રાય, તે આગલિ કુણ જીતી જાય. For Personal & Private Use Only ૨૬૫ ... ૧૪૪૩ ૧૪૪૪ ૧૪૪૫ ૧૪૪૬ ... ૧૪૪૭ ૧૪૪૮ ... ૧૪૪૯ www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy