________________
૩૦૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
ભગવતી સૂત્ર, સાતમું શતક, નવમા ઉદ્દેશમાં વરૂણ-નાગ નજુઆનો અધિકાર છે) ... ૧૬૪૨
ભગવાન મહાવીરસવામીએ વરૂણ નાગ નતુઆ જેવા શ્રેષ્ઠ શ્રાવકનો અધિકાર ખૂબ વિસ્તારથી વર્ણવ્યો. તે શ્રાવક અનસન વ્રત કરી દેવતા થયા. તેઓ આ જગતમાં પ્રસિદ્ધ થયા. ... ૧૬૪૩
વરુણ નાગ શ્રાવક મૃત્યુ પામી સૌધર્મ નામના દેવ બન્યા. તેઓ પ્રથમ દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તેમનું આયુષ્ય ચાર પલ્યોપમની સ્થિતિનું હતું. તેઓ દેવ ભવની સ્થિતિ પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધાલયમાં જશે.
.. ૧૬૪૪ વરુણ-નાગ શ્રાવક અનશન વ્રતધારી હોવાથી તેમના દેહની પૂજા દેવોએ કરી. કવિ ઋષભદાસ કહે છે કે, તે સમયે તે સ્થાનમાં વરૂણ-નાગ શ્રાવકનો એક નાનપણનો બાળમિત્ર આવ્યો. ... ૧૬૪૫
દુહા : ૮૬ મંત્રી વીર રણિ ઝૂઝતાં, અંગિયુઆં બહુ ઘાય; ત બલ રહીત હુઉ સહી, ચિંતઈ મરણ ઉપાય.
... ૧૬૪૬ અર્થ:- રણસંગ્રામમાં યુદ્ધ કરતાં તે શૂરવીર મંત્રીના (મિત્ર) શરીરે શસ્ત્રોના ઘણા પ્રહારો થયા હતા. જ્યારે તે અશક્ત બન્યો ત્યારે મરણ કાળ નજીક હોવાથી મૃત્યુને સુધારવાનો ઉપાય વિચારવા લાગ્યો.... ૧૬૪૬
ઢાળ ઃ ૭૩ મિત્રનું અનુકરણ – 'રથમુશળ સંગ્રામનું પરિણામ
છાનો છપીનિ કં. એ દેશી. રાગ : રામગિરી મરણ સમઈ હુઉ તેહનિ રે, દીઠો મિત્રિ ત્યાંહિ રે; રથ રે મુંકી સંથારો કરઈ રે, બેઠો પૂર્વ દિસિ જ્યાંહિ રે.
. ૧૬૪૭ મરણ સમઈ હુઉ તેહનિ રે...આંચલી. બે કર જોડીનિ બોલીઉં રે, જે મુઝ મિત્રીનિ નીમ રે; તે વ્રત સઘલાં મુઝ હવો રે, સર્વ હવા મુઝ તીમ રે.
... ૧૬૪૮ મ૦ અરૂં કહી સેના મુંકતો રે, શલિ કાઢિઉં તેણીવાર રે; મરણ લહી હુઉ માનવી રે, મહોશવ કરઈ સુર સાર રે. .. ૧૬૪૯ મ0 બીજઈ ભવિ દીખ્યા લેઈ કરી રે, મુગતિ પુરિમાં જાય રે; આણી ચોવીસીઈ એ વલી રે, મોટો સંગ્રામ જ થાય રે. .. ૧૯૫૦ મ0 છ7 લાખ માનવ મુરે, હય ગય ઊંટ અનેક રે; વરત વિના નર તે મુઆ રે, ક્રોધિ નાઠા વિવેક રે.
... ૧૬૫૧ મ૦ એક કોડી અસી લખ્ય નરા રે, કઈ સંગ્રામિં સંહાર રે; એક અમર બીજો માનવી રે, મીન હુઆ દસ હજાર રે. ... ૧૬પર મ૦
(૧) નોંધ : મુશળ યુક્ત એક રથ, ઘોડા કે સારથી વિના યાંત્રિક રીતે ચાલતો હતો. આ યંત્રમાં સાંબેલું ગોઠવેલું હતું, તે ભયંકર જનસંહાર કરતું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org