________________
૩૦૧
બીજા ત્રિયંચ નિ નારકી રે, યોનિ ઉપના જંત રે; હાથ ઘસઈ સુર નર વલી રે, પાપ હોય અત્યંત રે.
••. ૧૬૫૩ મ. બાર વરસ થયાં ઝૂઝતાં રે, નગરી ન લીધી જાય રે;
તવ મનિ ચિંતા કોણી કરાઈ રે, ઋષભ સુરવાણી થાય રે. ... ૧૬૫૪ મ. અર્થ - મારું શરીર હવે ટકશે નહીં એવો વિચાર કરી પોતાના મિત્રની જેમ પોતાના રથને યુદ્ધભૂમિની એક બાજુ મૂક્યો. તેણે દાભનો સંથારો કર્યો. ત્યાર પછી પૂર્વ દિશા સન્મુખ મુખ કરીને સંથારા પર બેઠો.... ૧૬૪૭
તેણે ભગવાનને બે હાથ જોડીને કહ્યું કે, તેને ધર્મનું ઊંડું જ્ઞાન ન હતું પરંતુ તેની શ્રદ્ધા અનુપમ હતી) મારા મિત્રએ જેટલાં પ્રત્યાખ્યાન કર્યા છે, તેટલાં મને પણ હોજો !”
.. ૧૬૪૮ આ પ્રમાણે કહી તેણે સૈન્ય છોડયું. તેણે પોતાના હાથે પોતાના શરીરમાં વાગેલું બાણ કાઢયું. તેનું તરત જ સમાધિપૂર્વક મૃત્યુ થયું. તે મૃત્યુ પામી મનુષ્ય લોકમાં માનવ બન્યો. દેવોએ અનશનવ્રતધારી હોવાથી પુષ્પવૃષ્ટિ કરી તેનો મહોત્સવ ઉજવ્યો.
.. ૧૬૪૯ તે બીજા ભવમાં દીક્ષા લઈ, સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધપુરીમાં જશે. આ ચોવીસીમાં આ સૌથી મોટો સંગ્રામ(યુદ્ધ) થયો.
રથમૂશળ સંગ્રામમાં ૯૬ લાખ માણસોનું મૃત્યુ થયું તેમજ હાથી, ઘોડા અને ઊંટના મૃત્યુનો આંક અપાર હતો. તે સર્વ મનુષ્યો અવિરતિધર હતા. તેઓ એકબીજા સાથે લડતાં લડતાં અતિ ક્રોધના પરિણામે વિવેક રહિત બન્યા.
... ૧૬પ૧ (મહાશિલા કંટક અને રથમૂશળ આ બે સંગ્રામમાં મળીને કુલ) એક કરોડ અને એસી લાખ મનુષ્યોનો આ સંગ્રામમાં સંહાર થયો. એક જીવ (વરૂણ-નાગ નતુઆ) દેવલોકમાં અને એક જીવ (તેમનો મિત્ર) માનવ ભવ પામ્યો. દશ હજાર જીવો માછલીની કુક્ષિમાં ઉત્પન થયા.
... ૧૬પર બાકીના બધા જીવો નરક અને તિર્યંચ ગતિની યોનિમાં ઉત્પન્ન થયા. મનુષ્યોનો આવો હિંસક હત્યાકાંડ જોઈ દેવો અને મનુષ્યો બળાપો કરતાં રહ્યાં. આ યુદ્ધથી વિપુલ સંખ્યામાં જીવહિંસા થતાં બહુલ પ્રમાણમાં પાપકર્મો થયાં.
... ૧૬પ૩ આયુદ્ધ બાર બાર વર્ષ સુધી ચાલ્યું. અહંકારી કોણિકરાજા કોઈ રીતે વિશાલાનગરી જીતી ન શક્યા ત્યારે તે ચિંતાતુર થયા. (કોણિકરાજાએ પ્રતિજ્ઞા કરી કે, “જો હું આ નગરીને ગધેડા જોડેલા હળ વડે ન ખેડું તો મારે ભૃગુપાત કે અગ્નિપ્રવેશ કરી મરવું') તેઓ વિશાલાનગરી મેળવી શક્યા નહીં. કોણિકરાજાની ચિંતાતુર અવસ્થા જોઈ દેવે આકાશવાણી કરી (બીજો મત નિમિત્તકને બોલાવી કોણિકરાજાએ પૂછયું કે, વિશાલા નગરીના દ્વાર શી રીતે ખૂલશે?) એવું કવિ ઋષભદાસ કહે છે.
... ૧૬૫૪ દુહા ઃ ૮૭ કહઈ આકસિં દેવતા, માગધિકા વેશાય; કુલવાલૂ મુનિવર તણઈ, લાવઈ આણઈ ઠાય.
••• ૧૬૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org