________________
૧૫૧
•. ૭૯૪ ૧૦
વીર વચન સાંભળતાં વયરાગ આવીઉં રે, દુખીઆ જીવ સંસારિ; સાલિભદ્ર ધનો વૈભારગિરિ રે, અણસણ કરઈ તેણેિ હારિ. સાલિભદ્ર માતા બત્રીસ વહુ સ્યું રે, વંદઈ આવી રે વીર; પ્રેમ કરીનિ પૂછઈ તિહાં કણિ પ્રેમદા રે, કિહાં ગયો સાલિભદ્ર ધીર.... ૭૯૫ ૧૦ વીર કહઈ તેણેિ બેહુઈ અણસણ આદરયું રે, વૈભારગિરિ જ્યહિં; વેગિં ચાલી તિહાં કણિ આવતાં રે, સાલિભદ્ર વંધો હો તાંહિ. ... ૭૯૬ ૧૦ નયણ વિકાસી નિરખઈ તિહાં કણિ મયનિ રે, ધરયો કાંઈ નારિનો નેહ; ગયો સરવારથસિદ્ધિ વિમાનિ તે સહી રે, ધનો પણિ તિહાં પોહચેહ.... ૭૯૭ ૧૦ ધન્ય સાલિભદ્ર સરીખા તિહાં વિવહારીયા રે, વસઈ રાજગૃહીમાંહિં;
ઋષભ કહઈ બીજા લોક વસઈ બહુ રે, રાજા શ્રેણિક ત્યાંહિ. ... ૭૯૮ ના અર્થ:- ઉગ્ર તપસ્વી શાલિભદ્ર મુનિને દેહકાંતિના વિલયથી ભદ્રામાતા ઓળખી શક્યા નહીં. શાલિભદ્ર મુનિ પાછા વળ્યા. રાજ માર્ગ પર (ઈરિયા સમિતિનું પાલન કરતા) શાલિભદ્ર મુનિ જઈ રહ્યા હતા. ત્યારે તેમને સામે એક મહિયારી મળી; જે તેમની પૂર્વભવની માતા હતી.
... ૭૮૨ માતા પુત્રને ઓળખતી ન હતી પણ શાલિભદ્ર મુનિને (પૂર્વભવના સ્નેહ સંબંધથી) મહિયારીને મુનિરાજ પ્રત્યે પ્રેમ ઉતપન થયો. મહિયારીએ મુનિરાજને ભાવપૂર્વક નિર્દોષ અને સુઝતાં દૂધ અને દહીં વહોરાવ્યા. શાલિભદ્ર મુનિએ ઉપાશ્રયમાં જઈ નિર્દોષ આહાર વાપરી માસક્ષમણનું પારણું કર્યું.... ૭૮૩
ત્યાર પછી શાલિભદ્ર મુનિ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તેમને વંદન-નમસ્કાર કરી (પોતાની શંકાનું સમાધાન કરવા) પૂછ્યું, “ભંતે! આજે હું વહોરવા માટે સુભદ્રા માતાના ઘરે ગયો ત્યારે માતાએ મને આળખ્યો નહીં તેથી મને આહારાદિ કાંઈ ન આપ્યું.' ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “જેમણે તને દહીં-દૂધ વહોરાવ્યા તે જ તારી પૂર્વભવની માતા છે.
... ૭૮૪ પૂર્વ ભવમાં તું નાનો હતો ત્યારે વનમાં ગાયો ચરાવવા જતો હતો. તારી સાથે તારા મિત્રો પણ હતા.(કોઈ તહેવારનો દિવસ હોવાથી મિત્રોના ઘરે ખીર બની હતી. તેઓ ખીરના ભોજનની વાતો કરતા હતા) અન્ય ગોવાળિયાઓની વાતો સાંભળી તને પણ ખીર ખાવાની ઈચ્છા થઈ. ... ૭૮૫
તે માતા પાસે જઈ ખીરની માંગણી કરી. (માતાએ તેને સમજાવ્યો. તું નાનો હોવાથી હઠ કરી વારંવાર ખીરની માંગણી કરવા લાગ્યો.) ગરીબ બિચારી માતા ક્યાંથી ખીર લાવે? તેથી તે રડવા લાગી. માતાએ પોતાની વ્યથા દર્શાવતાં કહ્યું, “દીકરા! ગરમ સાદી રસોઈ બનાવ્યાને પણ ઘણા મહિનાઓ વીતી ગયાં છે, ત્યાં તારી ખીર ખાવાની ઈચ્છા હું કેવી રીતે પૂર્ણ કરું?"
... ૭૮૬ (બાળક પણ રડવા લાગ્યું. બાળકના રડવાનો અવાજ સાંભળી) આસપાસની પડોશણો ભેગી થઈ ગઈ. તેમણે ચોખા, ખાંડ, ઘી અને દૂધ આપ્યાં. માતાએ ખીર બનાવી. એક થાળીમાં ખીર ભરી ઠારી. ત્યારે અચાનક તને મનમાં એક શુદ્ધ વિચાર આવ્યો.
... ૭૮૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org