________________
૧૫૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
જો કોઈ અતિથિ-સાધુ મહાત્મા અત્યારે અહીં પધારે તો હું તેમને પ્રથમ વહોરાવીને પછી ખીર જમું.” તારી સાચી ભાવનાથી (મનોરથ પૂર્ણ થતાં) તે સમયે માસક્ષમણના તપસ્વી મુનિરાજે તારા ઘરે ધર્મલાભ કહ્યો.
... ૭૮૮ તું હર્ષભેર ઊભો થયો. તે તેમનો ખૂબ વિનય કરી આદર સત્કાર કર્યો. તે તપાવી શ્રમણને ભાવપૂર્વક ખીર વહોરાવી. (તેં સુકૃતની ખૂબ અનુમોદના કરી.) ભાગ્ય યોગે તારું આયુષ્ય પૂરું થયું. તારો જીવ આ દેહ છોડી ચાલ્યો ગયો.
.. ૭૮૯ બીજા ભવમાં તું રાજગૃહી નગરીના ગોભદ્ર શેઠને ત્યાં જન્મ્યો. તારા માતા પિતાએ તારું નામ શાલિભદ્ર” રાખ્યું. દેવાંગનાઓ જેવી સૌંદર્યવાન બત્રીસ કન્યાઓ સાથે તારું પાણિગ્રહણ થયું. તેને કામદેવના રૂપને હરાવે તેવું અપાર સૌંદર્ય પ્રાપ્ત થયું.
... ૭૯૦ થોડા સમયમાં તારા પિતા ગોભદ્ર શેઠનું અવસાન થયું. તેઓ સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમને તારા પ્રત્યે અતિશય અનુરાગ હતો. તે દેવ નેહવશ નિત્ય નવાણુ પેટી સ્વર્ગમાંથી આ ધરતી ઉપર તારી હવેલીમાં મોકલતા હતા. તેનું મુખ્ય કારણ તારું પૂર્વભવનું પુણ્ય હતું.
.. ૭૯૧ દેવતને નિત્ય તેત્રીસ પેટી દિવ્ય રેશમી વસ્ત્રોની, તેત્રીસ પેટી કિંમતી આભૂષણોની અને તેત્રીસ પેટી મેવા-મીઠાઈઓની ભરી સ્વર્ગમાંથી મોકલતા હતા. તે પરાક્રમી શાલિભદ્ર! તું નિત્ય તેનો ઉપયોગ કરતો હતો.
... ૭૯૨ તારી પાસે કુબેર જેવી સમૃદ્ધિ હતી પરંતુ “ઠાકુર-નાથ' શબ્દ સાંભળીને તું સાવધાન થયો. તે સ્વયંના નાથ બનવા આ અપાર વૈભવને ક્ષણવારમાં લાત મારી ત્યાગ કર્યો. તું ભિક્ષા લેવા નગરમાં ગયો ત્યારે તને નેહપૂર્વક મહી વહોરનાર તારી પોતાની પૂર્વભવની જનેતા હતી.”
પ્રભુનાં મુખેથી પોતાની આપવિતી સાંભળી શાલિભદ્ર મુનિનો વૈરાગ્ય વધુ દઢ બન્યો. આ જગતના સર્વ જીવો (કર્મ સત્તાથી) લાચાર અને દુઃખી છે. (મારે કર્મ સત્તાને જીતી મારા આત્માને સર્વ શ્રેષ્ઠ ઠાકુર=સિદ્ધ ભગવંત બનાવવો છે.) કર્મ સત્તાને તોડવા શાલિભદ્રમુનિ અને ધન્યમુનિએ વૈભારગિરિ પર્વત ઉપર આવી ત્યાં અનશન વ્રત ગ્રહણ કર્યું.
... ૭૯૪ શાલિભદ્ર મુનિની માતા સુભદ્રા પોતાની બત્રીસ પુત્રવધૂઓની સાથે ભગવાન મહાવીર સ્વામીના દર્શન-વંદન કરવા આવ્યા. શાલિભદ્રની યુવાન પત્નીઓએ પ્રભુને વંદન કરી વિનયપૂર્વક પ્રેમથી પૂછ્યું, પ્રભુ! પૈર્યવાન અને પરાક્રમી એવા શાલિભદ્ર મુનિ ક્યાં છે?'
... ૭૯૫ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “શાલિભદ્ર મુનિ અને ધનાજી મુનિએ વૈભારગિરિ પર્વત ઉપર જઈ અનશન વ્રત આદર્યું છે.” સુભદ્રા માતા પોતાની બત્રીસ પુત્રવધૂઓ સાથે ઝડપથી વૈભારગિરિ પર્વત પર આવ્યા. તેમણે ગિરિરાજ પર પહોંચી બંને શ્રમણોને ભાવપૂર્વક વંદના કરી.
... ૭૯૬ (શાલિભદ્ર મુનિની માતાએ તથા પત્નીઓએ રડતાં રડતાં તેમને શાતા પૂછી) શાલિભદ્ર મુનિએ પરિચિત સ્વર સંભળાતાં નયનો ખોલ્યાં. માતા સહિત પત્નીઓને જોઈ મનમાં પત્નીઓ પ્રત્યે કંઈક અનુરાગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org