________________
૧૯૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
એક દિન સેડૂક ત્યાંહિ, ગયો તે કટક જો માહિ; જાણ્યો ઠો છો એ સાચો, વિનવિલ કોસંબી નાથો.
.. ૧૦૨૭ કહેણ અમારું એ કીજઈ, વેગિં જાય વઢી જઈ; કટક નહી તસ પાસ્યો, તે સહી જાસઈ એ નાસ્યો.
•.• ૧૦૨૮ ભૂપ શતાનીક સારો, કીધો દીરા વિચારો; પ્રથમ તે ઘરમનિ કામિં, મ કરિ વિલંબ તસ ઠાંમિ.
• ૧૦૨૯ ધિ આગ મરણ છેદો, વિલંબ ન કીજઈ વેદો; અગનિ રોગ કન્યાઈ, સુભાષિત તપ કવ ફલાઈ.
... ૧૦૩૦ હુઉ રાય પસાઉ, અજર નહી તસ ડાહ્યો; કરવા શત્રુનો ઘાતો, મ કરિ વિલંબની વાતો.
૧૦૩૧ ચઢિઉં કોસંબીઅ રાયો, કટક લેઈ તિહાં જાયો; દેખાયો રાય હાથો, નાઠો ચંપાનો નાથો.
... ૧૦૩૨ ઋષભ કહઈ નૃપ જોઈ, માન મકરસ્યો એ કોઈ; એક એકથી બલવંતો, માનઈ મૂરખ જંતો.
•. ૧૦૩૩ કુંડલીઉ : મહિ મનમિં મોટિ મ ધર, ધન કહઈ મુઝ પસાય;
સાયર કહઈ જલમિં દીઉં, તો તું વરસઈ આંય; તો તું વરસઈ આંય, તામ અંગ સતિ આપ્યો; મિલેઈ પીધો તામ, કરી માતરૂં જ નાખ્યો, આકાશ વિણ તું કિહાં રહઈ, ઋષભ સુર સઘલઈ ફલઈ, કરવું ફોકટ ગુમાન, મહી મનમાં મોટિ મ ધરઈ.
... ૧૦૩૪ અર્થ:- મહારાજા શું કરશે? આપ્યા વિના (ભાગ્ય વિના) કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સુદામા બ્રાહ્મણને જુઓ. તેના મિત્ર દ્વારિકાધીશ કૃષ્ણ અત્યંત વૈભવશાળી હોવા છતાં તેને હાથમાં કંઈ ન આપ્યું.... ૧૦૨૧
તેમ સેડુક બ્રાહ્મણ પણ રાજા દ્વારા સોનામહોર આપ્યા વિના શું મેળવી શકે? પુણ્યહીન વ્યક્તિઓ જ્યાં જાય ત્યાં કોઈને કોઈ અનર્થ તો થાય જ!
.. ૧૦૨૨ લોભી વ્યક્તિને ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય ત્યારે દાન આપવું પડે તો ટાઢિયો તાવ ચડે છે (અત્યંત અણગમો થાય છે). જ્યારે નગરનાથ સ્વયં દાન ન આપે તો ભાગ્યહીન ક્યાં જાય? ... ૧૦૨૩
ભગવાન મહાવીર સ્વામીની પાછળ પાછળ ભમતા બ્રાહ્મણને જ્યારે પ્રભુએ દ્રવ્ય (દિવ્યવસ્ત્ર) દાન આપ્યું ત્યારે તેણે ભગવાન પાસેથી સ્થાન છોડયું. એક બ્રાહ્મણ જ્યારે મહારાજા પાસે યાચક બનીને ગયો (૧) સિદ્ધાર્થ રાજાનો બાળમિત્ર સોમ નામનો બ્રાહ્મણ જુગારના વ્યસનથી નિર્ધન બન્યો. તે વ્યાપાર માટે પરદેશ ગયો. પ્રભુએ દીક્ષા પૂર્વે એક વર્ષ વરસીદાન આપ્યું. તે સમયે તે ગેરહાજર હતો તેથી તેને કંઈ ન મળ્યું. પોતાની પત્નીનાં કહેવાથી તે પરદેશથી પાછો આવી પ્રભુની પાછળ ફરતો રહ્યો. તે દીનતાથી યાચના કરતો રહ્યો. પ્રભુ નિષ્પરિગ્રહી હતા. તેમણે ઈન્દ્રએ આપેલું દિવ્ય વસ્ત્ર તેને દાનમાં આપ્યું. (શ્રી મહાવીર ચરિત્ર, પ્રસ્તાવ-૫, પૃ.૨૧૦ થી ૨૧૧.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org