________________
૧૯૧
દાતા હીતું ઉર્યું કરઈ, કર્મ નહી તુટું યાંહિ; રાજ બિભીષણ ભોગવઈ, લંગોટો હિસુ યાંઈ.
... ૧૦૨૦. અર્થ - કવિ ઋષભદાસ કહે છે કે, સરસ્વતી, લક્ષ્મી, મેઘરાજા અને દાનવીર જ્યારે પ્રસન થાય છે ત્યારે તે સુસ્થાન કે કુસ્થાન જોતાં નથી. તેઓ યોગ્ય, અયોગ્ય કે કુલાચાર જોયા વિના જ બધું આપી દે છે.... ૧૦૧૫
કોને કોને મસ્તક નમાવીએ? કોને કોને દીન વચન ન કહીએ? કોના કોના ચરણોનું સેવન ન કરીએ? અરે! આ પાપી પેટના કારણે ઉપરોક્ત સર્વબાબતો કમને પણ કરવી પડે છે. .. ૧૦૧૬
રહેંટ ભલે બારેમાસ વહે છે, તેને શું કરીએ? (તેનું પાણી મર્યાદિત ક્ષેત્રમાં જ વાપરી શકાય) જલધર ભલે એક જ ક્ષણ વરસે, છતાં ઘણી જગ્યાએ વરસવાથી ઘણા લોકોની આશા પૂર્ણ કરે છે.... ૧૦૧૭
જે મનુષ્ય પોતાના હાથે દાન આપે છે, તે પરલોકમાં પુણ્યથી ધન-સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. ધન આપવાથી દોલત વૃદ્ધિ પામે છે કારણ કે જે વહે છે તે વધે છે.
... ૧૦૧૮ હરિફેણ રાજાએ ભલે થોડું જ દાન આપ્યું પરંતુ મુનિભગવંતને નિર્દોષ અને પ્રાસુક આહાર વહોરાવ્યું. તેમણે ભાવપૂર્વક સુપાત્રદાન આપ્યું તેથી સોહામણું બન્યું. જ્યારે શ્રીષેણ રાજાએ ઘણું દાન આપી પસ્તાવો અને વિલાપ કર્યો તેથી શું સર્યું?
... ૧૦૧૯ જ્યાં કર્મ બળવાન હોય ત્યાં દાતા ગમે તેટલું આપે તો પણ શું? રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું તેથી તે રાજ્ય ભોગવવા લાગ્યો કેમ કે પુણ્યકર્મ બળવાન હતું. જ્યારે રાજ્ય આપનાર રામ લંગોટી પહેરીને વનમાં ફરતા હતા.
• ૧૦૨૦ ઢાળઃ ૪૨ કૌશાંબી નરેશ અને ચંપા નરેશ વચ્ચે વૈમનસ્વ
ઉલાલાની એ દેશી કાસિઉં કરઈ નર રાય, દત વિણ દીધું ન જાય; જઉં સદામો એ વિપ્રો, ન દીઈ કૃણિ એ મિત્રો.
• ૧૦૨૧ કનક કોહોલિઉ દીઈ રાય, દત વિણ વેચણ જાય; પુણ્ય હીણો જિહાં જાયો, તિહાં કાંઈ અનરથ થાય.
... ૧૦૨૨ ઘરિ વિવાહ હોય જાવો, ચઢાઈ દત હીણનિ તાવો; ન દઈ જવ રાયો, દત હીણો કિહાં જાયો.
.. ૧૦૨૩ વીર દઈ જવ દાનો, વિપ્ર તજઈ તવ ઠામો; સેતુક યાચતો જિ વારઈ, ભય અતિ ઉપનો તિવારઈ.
૧૦૨૪ ચંપાનગરીનો રાય, કોસંબી ભણી જાય; વિટી નગરી તે ત્યાંહિ, રહ્યો સેતાનિક માંહિ. હોય વરસાતનો કાલો, પાછો વલીઉં ભૂપાલો; કટક તે થોડલાં થાય, રહ્યો સરોવર રાય.
.. ૧૦૨૬
૧૦૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org