SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” (તે પૂર્વે જ મહારાજા શ્રેણિક રથ ઉપર બેસી જતા રહ્યા હતા.) સુયેષ્ઠાએ કોઈ સ્ત્રી-પુરુષને ત્યાંના જોયા ત્યારે તે ગભરાઈ ગઈ. જેમ મૃગલી ટોળામાંથી એકલી પડવાથી રુદન કરે, તેમ સુજ્યેષ્ઠા પોતાની પ્રિય બહેનથી વિખૂટી પડતાં દિમૂઢ બની વિલાપ કરવા લાગી. સુજ્યેષ્ઠાને ચેલણાના વિરહથી આઘાત લાગ્યો. તે જમીન પર ઢળી પડી. શીતળ વાયુનાં ઉપચારથી તેની મૂછ વળી. તે ફરી પાછી રુદન કરતી ચેલણાને યાદ કરવા લાગી. તેણે કલ્પાંત કરતાં કહ્યું, “ચલણા! આપણે સાથે રહ્યાં અને સાથે મોટાં થયાં, છતાં તું આજે મારી ઉપેક્ષા કરી ચાલી ગઈ? બહેન! તેં અઘટિત કાર્ય કર્યું છે. ... પપ૭ 'નળરાજાએ ગાઢ જંગલોમાં પોતાની પત્ની દમયંતીને એકલી છોડી દીધી. અમરકુમારને બાળ વયમાં તેની માતાએ ધન માટે રાજાને સોંપી દીધો, તેમ હે પ્રિય ભગિની ! તું પણ મને એકલી મૂકીને મહારાજા શ્રેણિક સાથે ચાલી ગઈ? શું તને મારા પ્રત્યે ક્ષણિક પણ નેહ નથી? ... પ૫૮ મારા વિના એક પળ પણ દૂર ન રહેનારી તું ક્ષણવારમાં મને એકલી છોડી જતી રહી? બહેન તું તો નિર્મોહી છે તેથી જ પલભરમાં તું આપણી વચ્ચે પ્રીતિ, મોહ, પ્રેમ વીસરી ગઈ. ધિક્કાર છે! આવા બનાવટી કૃત્રિમ પ્રેમને !તારી અને મારી અખંડ પ્રિતી હતી પરંતુ તું આજે મને છોડી ચાલી ગઈ. મને ખબર ન હતી કે તું મને આ રીતે દગો દઈશ.” ... ૫૫૯ સુયેષ્ઠા કલ્પાંત કરતી હતી ત્યારે તેની સખી દાસીએ જોયું. (દાસીએ સમજાવવાનાં ઘણાં પ્રયત્નો કર્યા, છતાં સુચેષ્ઠા કોઈ રીતે શાંત ન થઈ.) સુજયેષ્ઠાના આક્રંદથી કોલાહલ થયો. ચલણાના અપહરણની વાત રાજ દરબારની વચ્ચે થઈ. તે સમયે ચેડારાજા ત્યાં બેઠા હતા. ... પ૬૦ ચેડારાજાએ ગુસ્સામાં સુભટોને આજ્ઞા કરી, “તમે હથિયાર બાંધી તૈયાર થાવ. મારી દીકરીને લઈ જનાર શત્રુનો પીછો કરી પકડો. તમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તેમનો સંહાર કરો.” ... ૫૬૧ સુભટોએ મતક નમાવી રાજાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેઓ ધનુષ્ય બાણ લઈ શત્રુઓની પાછળ દોડયા. તેઓ ઝડપથી સુરંગમાં પ્રવેશ્યા. તેમણે શત્રુઓને પડકાર ફેંકતા કહ્યું, “ક્યાં ગયો એ ચોર રાજા? રાજકન્યાનું અપહરણ કરનારને પકડો.' ... પ૬ર સુરંગના દ્વારે એક યોદ્ધો ચોકી કરતો ઊભો હતો. (મહારાજાની સુરક્ષા કરવા અને શત્રુ સૈન્યને રોકવા દ્વારે ઊભો હતો.) સુભટો તેના પર તૂટી પડયાં. એક સુભટે બાણથી તેને વીંધી નાખ્યો. (ચેડારાજાએ સુભટોને શત્રુની પાછળ દોડાવ્યા.) સુરંગમાં રહેલા સુલસા શ્રાવિકાના બત્રીસ પુત્રો સુભટો સાથેની ઝપાઝપીમાં બાણ વડે વીંધાતા મૃત્યુ પામ્યા. .. પ૬૩ મહારાજા શ્રેણિકના બત્રીસ અંગરક્ષકોના મૃતદેહો સુરંગના દ્વારે પડયા. આ બત્રીસ અંગરક્ષકોએ શત્રુઓનો માર્ગ રોકી રાખ્યો હતો તેથી સુભટો સુરંગમાં પ્રવેશી ન શક્યા. સુભટો નિરાશ થઈ પાછા વળ્યા (૧) નળરાજા અને કૂબેર જુગાર રમ્યા. નળરાજા જુગારમાં સર્વવ હારી ગયા. કૂબેર રાજ્યના અધિપતિ થયો. નળ-દમયંતી વનમાં જવા નીકળ્યા. દમયંતીએ વિદર્ભ તરફ રથ હંકારાવ્યો. નળરાજાને સસરાના ઘરે જવું પસંદ ન હતું. વનમાં રાત્રિ રોકાણ થયું. પોતાનું અડધું વસ્ત્ર ફાડી દમયંતીને વનમાં છોડી નળરાજા ચાલ્યા ગયા. (ભરડેસરની કથા, પૃ. ૧૬૧થી ૧૬૨.) For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy