________________
૨૪૦
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
• ૧૩૦૭ પ્રા.
પુષ્કહાર હોઈ ખુંચતો, કિમ સહેછDરે પ્રીઉડો મુઝ માર. •• ૧૩૦૪ પ્રા. ઉદર થકી પાપી એ લહયો, સુત નખાવ્યો વનમાં હિં; મોહ ધરી સ્વામી લાવીલ, સાય આણ્યો રે નિજ ઘરમાંહિં.
... ૧૩૦૫ પ્રા. ચિલણા કહઈ કોણી તણાઈ, એમ ન કીજઈ મુઝ બાલ; દેસ નગરપુર તુમે ભોગવો, છોડી મુંકો રે તાત સુકુમાલ. ... ૧૩૦૬ પ્રા. દુષ્ટી કહિઉં માનઈ નહી, ચિલણા કરઈ સંચ ત્યાંહિં; કરઈ અડદ કેરાં ઢોકલાં, તે તો ઘાલઈ રે નિજ વેણીમાંહિં. મદિરા પાનિ વેણેિ ચોપડઈ, જાય જોવા કારણિ તેહ; ધોઈ વેણી પાય ભૂપનિ, તેણેિ સબલી રે હોય નૃપ દેહ. ... ૧૩૦૮ પ્રા. ખાવા દઈ સ્ત્રી ઢોકલાં, દુખિં ગમાડઈ કાલ; ચિલણા સૂઈ તિહાં ધ્રુસકઈ, દુખ આણ્યું રે શ્રેણિક ભૂપાલ. .. ૧૩૦૯ પ્રા. સહુ દિવસ નોહઈ સારીખા, કહઈ વિબુધ મોટા જેહ; જુઉ લીલા યાદવ રાયની, દુખ પામ્યો રે અંતિં વલી તેહ. ... ૧૩૧૦ પ્રા. નલ ભમ્યો નારી વનિ તજી, દુખ લહઈ રાવણ રામ; હરીચંદ રાજા જલ વહઈ, પાંડવ ખોઈ પ્રથવીમિં ગામ. ... ૧૩૧૧ પ્રા. બ્રહ્મદત્ત નારગિ ભોગવઈ, એક દિવસ કરતો રાજ; દિન સકલ નોહઈ સારીખા, તેણેિ કીજઈ રે ધર્મનૂ કાજ. ... ૧૩૧૨ પ્રા. શ્રેણિક રમતો માલીઈ, દેવ વસ્ત્ર અમૃત આહાર; તે પડયો નૃપ કઠ પંજરઈ, ઉપર ખમતો રે વલી નાડીનો માર. .. ૧૩૧૩ પ્રા. સંસારનાં સુખ અતિ ભલાં, અંતિ તે કડુક અસાર; મેઘકુમાર તો મુકી ગયો, નંદીષેણ રે અભયકુમાર.
... ૧૩૧૪ પ્રા. કો કોહોનો નહી સંસારમાં, વાહલો તે આતમ એક; કનકકેત મારઈ પૂતનિ, ઈમ નાઠો રે સુલણી વિવેક. ... ૧૩૧૫ પ્રા. કિંસિં હણ્યો ઉગ્રસેનનિ, ફરસરામિં મારી માય; સૂરીલંતા મારી કંતનિ, નવિ પોહતી રે ભોગની ઈછાય. ... ૧૩૧૬ પ્રા. મણિરથિં મારયો ભ્રાતનિ, નવિ રહયો મન તસ ઠામિ; ભરત બાહુબલિ બેવ ચઢયા, તે તો પ્રથવી હો સવારથ કામિ. .. ૧૩૧૭ પ્રા. કોણી તે રાજ સવારથી, બાંધીઉ પોતઈ તાત;
કઈ ઋષભ સહુઈ સાંભલો, નૃપ કોણી તણો અવદાત. .. ૧૩૮ પ્રા. અર્થ - કોણિકકુમારે રાજ્યના લોભથી પ્રેરાઈને પિતાજીની વિરુદ્ધ પયંત્ર રચ્યું. પોતાના કાલાદિક દસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org