________________
ભાઈઓને તે રાજમહેલમાં મળ્યા. (પોતાની કૂટ યોજના ભાઈઓને સમજાવી. કાલાદિક દસે રાણીઓએ પણ તેમાં મદદ કરી.) પોતાના જ પિતાને નિર્દયતાપૂર્વક બાંધીને જેલમાં પૂર્યા. એટલું જ નહીં તેમણે પિતા પ્રત્યે મનમાં અત્યંત ધૃણા ભાવ રાખ્યો. કવિ કહે છે કે, ‘હે ભવ્યાત્માઓ ! તમે એક પણ પ્રસંગમાં ક્રોધ કે ગુમાન ન કરો.’મહારાજા શ્રેણિકે પોતાના પુત્ર કોણિક પ્રત્યે સહેજ પણ રોષ ન કર્યો.
... ૧૩૦૨
કોણિક૨ાજા અત્યંત નિષ્ઠુર બન્યા. તેમણે પિતાના પગમાં લોખંડની બેડીઓ પહેરાવી. તેમણે છડીથી પ્રહાર કર્યા. સો સો કોરડાઓ દેહ પર વીંઝયા. તેમણે પિતાને લાકડાના પાંજરામાં પૂર્યા. તેમણે ભોજન-પાણીની વ્યવસ્થા પણ બંધ કરી દીધી.
૧૩૦૩
પોતાના પતિદેવને કોણિકે સામ્રાજ્યના મોહમાં જેલમાં પૂર્યા છે એવું સાંભળી ચેલણા રાણીનું હ્રદય દ્રવી ઊઠયું. તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા. તેમને અંબોડામાં નાખેલી ફૂલની વેણી અને કંઠમાં પહેરેલો દિવ્યહાર ખીલા(શૂળ)ની જેમ ખૂંચવા લાગ્યો. ચેલણા રાણી વિલાપ કરતાં બોલ્યાં, ‘‘મારા પ્રાણ પ્યારા પ્રિયતમ ! છડીના પ્રહાર શી રીતે સહન કરશો ?
... ૧૩૦૪
પાપી કોણિક મારા ઉદરમાં આવ્યો ત્યારથી પિતૃપીડક બન્યો હતો. સ્વામીનાથ ! તેથી જ મેં તેને દાસી દ્વારા વનમાં નખાવી મારાથી દૂર કર્યો હતો. (તમારું પિતૃ વાત્સલ્ય છલકાયું) તમે દયા કરી તેને પાછો રાજમહેલમાં લાવ્યા. નાથ ! તમે આવા કપૂતને શા માટે રાજમહેલમાં પાછા લાવ્યા ?’’
૧૩૦૫
ચેલણા રાણીએ કોણિકને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ ! તું પિતાને જેલમાં બંધ કરવાનું અકાર્ય ન કર. મારા રાજકુંવર તને આ શોભતું નથી. પુત્ર ! તું દેશ, નગર, રાજપાટ લઈને ભોગવ પરંતુ તારા પિતાજીને છોડી દે ! તારા પિતાજી અત્યંત કોમળ છે. (તે છડીના પ્રહાર સહન નહીં કરી શકે)
૧૩૦૬
ચેલણા રાણીએ ઘણી વિનંતી કરી પરંતુ નરાધમ કોણિકે માતાની એક પણ વાત ન માની. કોણિક ઉપર માતાના શબ્દોની કોઈ અસર ન થઈ ત્યારે ચેલણારાણી ત્યાંથી ઉઠીને ચાલ્યા ગયા. મહારાણી ચેલણાએ (કુલ્માષનો પિંડ) અડદના બાકુડા (ઢોકળાં) બનાવ્યા. તેને ડબ્બામાં મૂક્યા. ડબ્બો પોતાની અંબોડાની વેણીમાં સંતાડયો.
Jain Education International
...
For Personal & Private Use Only
૨૪૧
...
... ૧૩૦૭
મહારાજા શ્રેણિક જેલમાં હતા ત્યારે ચેલણા રાણીએ મદિરાનાં પાણીથી સ્નાન કર્યું. માથાની વેણી (વાળ) બાંધી, નીતરતા માથે મહારાજા શ્રેણિક પાસે જેલમાં મળવાના બહાને ગયા. વેણી (વાળ) છોડતાં તેમાંથી મદિરાવાળું પાણી ટપકવા માંડયું. જે રાજાના શરીરે છાંટયું. જેથી શરીરે લાગેલાં કોરડાના ઘામાં દુઃખાવો ઓછો થતાં શરીર મજબૂત બન્યું.
... ૧૩૦૮
ચેલણા રાણીએ ડબ્બામાં લાવેલા અડદના ઢોકળા મહારાજાને ખાવા માટે આપ્યા. મહારાજાએ દુઃખના સમયમાં પણ તેને પ્રેમપૂર્વક આરોગ્યા. મહારાજાના શરીર પર નાડીના પ્રહારોના ઘા જોઈને મહારાણી ચેલણાએ થ્રુસકે થ્રુસકે રડતાં રડતાં કહ્યું, ‘પ્રાણેશ્વર ! વૃદ્ધાવસ્થામાં આ તે કેવું અસહ્ય દુઃખ (૧) નિરયાવલિકાસૂત્ર : (મૂળ અને મૂળ તથા ટીકાના અર્થ સહિત), પૂર્વાચાર્ય, શ્રી જે.ઘ.પ્ર.સ. ભાવનગર, સં-૧૯૯૦, પૃ.૮,૧૦
www.jainelibrary.org