SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ' આવી પડયું.' ... ૧૩૦૯ મહારાજા શ્રેણિકે કહ્યું, “દેવી ! વિદ્વાનો અને જ્ઞાનીજનો એ સત્ય જ કહ્યું છે કે, બધાના દિવસો એક સરખાં નથી આવતાં. જુઓ! યાદવ કુળના મહારાજા શ્રીકૃષ્ણને ત્યાં એક સમયે લીલા લહેર હતી. છતાં સોનાની દ્વારિકા નગરી બળી ગઈ. તેઓ અંતે વનમાં ભટકતાં અત્યંત દુઃખ પામ્યા. ...૧૩૧૦ દમયંતી રાણીને જંગલમાં એકલી ત્યજીને નળરાજા વનમાં દુઃખી થતા ભટકવા લાગ્યા. લંકાપતિ રાવણ પણ રામના હાથે મૃત્યુ પામ્યા. સત્યવાદી હરિશ્ચંદ્ર રાજાને કર્મના કારણે ચાંડાલના ઘરે પાણી ભરવું પડ્યું. પાંડવોએ પોતાનું રાજ્ય ખોયું તેમને તેર વરસ સુધી નિરાધાર બની જંગલમાં રહેવું પડ્યું.... ૧૩૧૧ એક દિવસ સમસ્ત દક્ષિણ ભરતક્ષેત્ર પર રાજ્ય કરનાર, છ ખંડના અધિપતિ બ્રહ્મદત્ત ચક્રવર્તન સર્વ સંપત્તિ છોડી નરકમાં નવું પડયું તેથી કહું છું મહારાણી ! તમે દુઃખી ન થાવ (સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે છે) બધાં દિવસો સરખાં નથી હોતાં. તમે આર્ત-રૌદ્રધ્યાન છોડી ધર્મધ્યાન કરો.' ... ૧૩૧૨ એક દિવસ જે મગધેશ્વર રાજમહેલમાં સ્વર્ગના દેવો જેવાં દિવ્ય સુખો ભોગવતાં હતાં, જેમના શરીર પર કિંમતી વસ્ત્રો અને આભૂષણો સુશોભિત હતાં, જેમની થાળીમાં વિવિધ પકવાનો અને રસવતી પીરસાતી હતી તે જ મહારાજા શ્રેણિક કાષ્ઠના પાંજરામાં કેદ થયા. એટલું જ નહીં તેઓ ઉઘાડા શરીર પર કોરડાને પ્રહારો સહન કરતાં હતાં. ... ૧૩૧૩ કવિ કહે છે કે સંસારના સુખો પુણ્યના ઉદયમાં ભલે મીઠાં લાગે પરંતુ પાપનો ઉદય થતાં તે સુખો અંતે તો કડવાં જ લાગે છે. મહારાજા શ્રેણિકના સુપુત્ર મેઘકુમારે સંસારના સુખોને દુઃખરૂપ જાણી તેનો ત્યાગ કર્યો તેમજ નંદીષણકુમાર અને અભયકુમારે પણ સંસારના નાશવંત સુખોનો ત્યાગ કર્યો. ... ૧૩૧૪ આ સ્વાર્થી સંસારમાં સગાં, સ્વજનો, પિતા કે પત્ની કોઈ કોઈનું નથી. જગતમાં સર્વ સંબંધો સ્વાર્થના છે. એક પોતાનો આત્મા જ રવજન (વહાલો, પ્રિય) છે. કનકકેતુ રાજાએ રાજ્યના મોહથી પુત્રને જ મારી નાખ્યો, તેવી જ રીતે વ્યાભિચારીણી ચલણી માતાએ પર પુરુષના પ્રેમમાં વિવેક ગુમાવી પોતાના જ પુત્રને યમલોક પહોંચાડયો. ... ૧૩૧૫ કંસરાજાએ પોતાના જ પિતા ઉગ્રસેન રાજાને રાજ્યના લોભથી મૃત્યુદંડ આપ્યો. પરશુરામે પણ મોહને વશ થઈ માતાનું ખૂન કર્યું. સૂરિકતાએ ભોગની ઈચ્છા પૂર્ણ ન થવાથી પોતાના જ પતિ પ્રદેશી રાજાને વિષ પીવડાવી મારી નાખ્યા. .. ૧૩૧૬ કામાતુર અને વિષયાંધ એવા મણિરથ રાજાનું મન વિકારે ઘેરાયું. તેણે પોતાના જ ભાઈની સ્વરૂપવાન પત્નીને મેળવવા સદોહર ભાઈને મારી નાખ્યો. ભગવાન ઋષભદેવના બંને પુત્રો ભરત અને (૧) બ્રહ્મ રાજાનો બ્રહ્મદત્ત નામનો પુત્ર અને ચલણી નામની પત્ની હતી. તેમના કટક, કણેરૂદત્ત, દીર્થ અને પુષ્પચૂલ નામના ચાર મિત્રો હતા. આ પાંચે મિત્રો પોતાના અંતઃપુર સહિત એક એક વર્ષ એક એક નગરમાં રહેતા હતા. તેઓ ક્રમ અનુસાર બ્રહ્મરાજાના નગરમાં વસ્યા. તે સમયમાં બ્રહ્મરાજાનું મૃત્યુ થયું. બ્રહ્મદત્ત હજુ બાળક હતો તેથી તેના રક્ષણ માટે અહીં રહેવું એવું મિત્રોએ નક્કી કર્યું. પ્રથમ દીર્ધ રાજા રાજ્યનું રક્ષણ કરવા રહ્યા. તેણે ચલણી રાણી સાથે દુરાચારનું સેવન કર્યું. પોતાના માર્ગમાં અડચણ રૂપ ન બને તે માટે માતાએ પોતાના જ પુત્રનું કાસળ કાઢી નાખ્યું. (ત્રિ.શ.પુ.ચ., પર્વ-૯, સર્ગ-૧, પૃ.૪૨૬ થી ૪૨૮.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy