SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ' (ચંડપ્રદ્યોતનરાજાને અભયકુમાર ઉપર ખૂબ ગુસ્સો આવ્યો. તેનો બદલો લેવા તેમણે એક દિવસ રાજસભામાં કહ્યું) ‘‘જો કોઈ વ્યક્તિ અભયકુમારને છળકપટથી પકડીને અહીં લાવશે તો મારા મનને ખુશી મળશે. હે મંત્રીશ્વર ! તમે તે માટેનો કોઈ ઉપાય કરો.’’ ...૧૨૬ ૩૬૬ રાજાએ (નગરમાં પડહ વગડાવતાં) કહ્યું, ‘‘અભયકુમારને પકડીને લાવનાર વ્યક્તિને ઘણું સન્માન પ્રાપ્ત થશે તેમજ તેને ઈચ્છિત ઈનામ આપવામાં આવશે.'' ઉજ્જયિની નગરીની (રત્નમંજરી અથવા મદનમંજરી) પ્રખ્યાત ગણિકાએ કહ્યું, “હે પૃથ્વીનાથ ! આ કાર્ય માટે મને અનુજ્ઞા આપો. હું અભયકુમારને પકડીને તમારા ચરણોમાં હાજર કરીશ.'' ...૧૨૭ અવંતીપતિ ચંડપ્રદ્યોતનરાજા પ્રસન્ન થયા. તેમણે ગણિકાને કહ્યું, “કોશા ! તને શેની સહાયની જરૂર છે ? હું તને હમણાં શું આપું ?’’ ગણિકાએ તે સમયે રાજા પાસેથી સ્વરૂપવાન બે સ્ત્રીઓ માંગી....૧૨૮ વિચક્ષણ ગણિકા અને બે સુંદરીઓએ (સુત્રતા નામના) સાધ્વીજી પાસે ધર્મ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે અલ્પ સમયમાં સ્વર્ગ અને નરકની વાતો જાણી તેમજ નવ તત્ત્વ અને જીવવિચારનું તત્ત્વજ્ઞાન મેળવ્યું. તેઓ અલ્પ સમયમાં ઘણા શાસ્ત્રોમાં ઉત્કૃષ્ટ પ્રજ્ઞાવાળી અને બહુશ્રુત બની. ...૧૨૯ મહામાયાવી ગણિકા પુષ્કળ ધન લઈ, મહાશ્રાવિકાનો વેશ પહેરી રાજગૃહી નગરી તરફ ચાલી. ત્રણે સ્ત્રીઓએ ધૂર્ત વિદ્યા આદરી (જાણે શુદ્ધ શ્રાવિકા હોય તેવો પ્રભાવ પાડતી હતી.) ત્રણે સ્ત્રીઓ જાણે જગતને છેતરનાર માયાની ત્રણ મૂર્તિઓ ન હોય ! ...૧૩૦ ગણિકાએ અભયકુમારને પકડવા હ્રદયમાં એવો વિચાર કર્યો કે, તેમને ધર્મના નામે જ જાળમાં ફસાવી પછી પકડીશ. (અભયકુમાર સાધર્મિક બંધુઓ પ્રત્યે અહોભાવ ધરાવે છે) ગણિકાએ સંધ કઢાવી ‘સંધવણ’ નામ ધારણ કર્યું. તે પગપાળા સંધ લઈ રાજગૃહી નગરી તરફ નીકળી. ...૧૩૧ રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં તંબૂ લગાવીને તેમણે ત્યાં નિવાસ કર્યો. પછી ચૈત્યપરિપાટી કરવાની ઇચ્છાથી ચાલીને તેઓ નગરમાં પ્રવેશી. તેમણે ધર્મના નામનું ખૂબ આડંબર કર્યું. તેમણે ફરતાં ફરતાં સર્વ જિનમંદિરોમાં પૂજન કર્યું. ...૧૩૨ સંધ ફરતો ફરતો મહારાજા શ્રેણિકે બનાવેલા મોટા જિનાલયમાં આવ્યો. જિનાલયમાં પ્રવેશતાં ત્રણે સ્ત્રીઓએ મનમાં ‘નિસિહી’ (સાંસારિક સાવધ વ્યાપારોનો નિષેધ) શબ્દનો ઉચ્ચાર કર્યો. ત્રણે સ્ત્રીઓ જ્યારે ગાભારાના મધ્યભાગે આવી ત્યારે પુનઃ ત્રણ વખત ‘નિસિહી’ શબ્દ બોલી. ત્યાર પછી જિનદર્શન અને પૂજન કર્યું. ...૧૩૩ ગણિકા સહિત બન્ને સુંદરીઓએ પ્રભાતે કેસર અને ચંદન વડે જિનપૂજા કરી. તેઓ કપૂર અને કસ્તૂરી જેવા ઘણા સુગંધી પૂજાનાં પદાર્થો લઈ જિન મંદિરમાં આવી. કેસર અને ચંદનના લેપથી ભરેલા સુવર્ણ કટોરાઓ લાવી. તેમણે જિનદેવના નવ અંગોની પૂજા કરી. ...૧૩૪ તેમણે દુઃખ દમન કરનારો ડમરો (મરવો), ચંપકહાર ઈત્યાદિ વડે શ્રેષ્ઠ પ્રકારે જિન પૂજા કરી. તેમણે આઠ પળવાળી મુખ વસ્ત્રિકા મુખ ઉપર બાંધી. આ પ્રમાણે ઔચિત્ય સાચવી મૌનપણે, રાગ-દ્વેષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy