________________
ચોરો પાસેથી નીકળી કન્યા જ્યારે ઘરે જતી હતી ત્યારે રસ્તામાં તેને રાક્ષસો મળ્યા. (કન્યાએ પોતાનું વચન પાળ્યું છે, એવું જાણી પ્રસન્ન થયેલા રાક્ષસોનું હૃદય પીગળી ગયું) સત્ય પ્રતિજ્ઞ અને સાહસી સ્ત્રીને તેમણે જવા દીધી. કન્યા આનંદ સહિત ઘરે પતિ પાસે પાછી આવી. તેણે સર્વ સત્ય હકીકત પોતાના પતિને કહી. (પતિએ સ્નેહશીલ બની પત્નીનું સન્માન કર્યું) આ પ્રમાણે અભયકુમારે લોકોની સમક્ષ કહ્યું... ૭૯૩
કથા પૂર્ણ થતાં અભકુમારે (લોકોનાં મનોગત ભાવો જાણવા) પૂછયું, ‘“કહો આ સર્વમાં સાહસિક દુષ્કાર કાર્ય કરનાર કોણ છે ?’’ (સ્ત્રીના ઈર્ષાળુ અર્થાત્ પુરુષત્વનો ગર્વ કરનાર) એક જણે કહ્યું, “સર્વથી મહાન તેનો પતિ છે.’’ (જેણે પોતાની નવોઢાને બીજા પુરુષ પાસે મોકલી દીધી). જાર પુરુષે કહ્યું, ‘‘સુંદર, યુવન રમણીનો ત્યાગ કરનાર માળી મહાન છે.'' ક્ષુધાતુર લોકોએ કહ્યું, ‘‘(ભોજનની થાળી સામે હોવા છતાં ન ખાનાર) રાક્ષસ મહાન છે.’’
...૭૯૪
ત્યારે એક નવયુવાને ચોરની ખૂબ પ્રશંસા કરી. (અભયકુમારે ખળખળાટ હસતાં ચાંદનીના ઉજ્જવળ પ્રકાશમાં તેનો ચહેરો ઓળખી લીધો.) અભયકુમારના નિર્દેશથી સેવકોએ માતંગ ચાંડાલનો હાથ પકડયો. અભયકુમારે માતંગ ચોરને મનાવી બગીચામાંથી કેરીઓ ચોરવાનું કારણ યુક્તિપૂર્વક જાણી લીધું. તેને મગધ નરેશની સામે રાજસભામાં ઉપસ્થિત કર્યો.
....૭૯૫
(મહારાજાએ તેને દેહાંત દંડની સજા ફરમાવી. અભયકુમારે પ્રાર્થના કરતાં કહ્યું, ‘‘માતંગે પત્નીના દોહદની વિવશતાથી ચોરી કરી છે. વિવશતા દૂર થતાં વૃત્તિ સુધરી જાય. તેના પરિવારને નિરાધાર શામાટે કરવો ? માતંગની પાસે રહેલી વિદ્યા આપ મેળવી લો.'' અભયકુમારના કહેવાથી રાજાએ માતંગને કહ્યું, “માતંગ! મને તારી વિદ્યા શીખવ’' મહારાજા સિંહાસન ઉપર બેઠા. ચાંડાલ તેમના પગ પાસે વિદ્યા શીખવવા બેઠો. વારંવાર મંત્ર ભણવા છતાં રાજાને મંત્ર યાદ ન રહ્યો, ત્યારે અભયકુમારે કહ્યું, ‘‘અન્નદાતા ! નીતિ અનુસાર વિદ્યાદાન આપનાર ગુરુ કહેવાય. ગુરુને હંમેશા ઉચ્ચાસન, સન્માન અને મધુર વાણી દ્વારા સંતુષ્ટ ક૨ી વિદ્યા શીખવી જોઈએ. વિદ્યા વિનયથી જ શોભે છે.’’ નીતિજ્ઞ મહારાજાએ પોતાની ભૂલ સુધારી લીધી.) રાજા સિંહાસન ઉપરથી નીચે ઉતર્યા અને ચંડાલને (અવનામિની અને ઉન્નામિની) વિદ્યા આપવા સિંહાસન ઉપર બેસાડયો. શ્રેણિકરાજા ચંડાલ સમક્ષ ઉભા રહ્યા. તેમણે બે હાથ જોડી મસ્તક નમાવી નમ્રતાપૂર્વક વિદ્યા લીધી (રાજાએ ગુરુદક્ષિણામાં સુવર્ણમુદ્રાઓ આપી.)
...૭૯૬
અર્થ
૭૯૭
મગધ દેશની રાજગૃહી નગરી અત્યંત સુંદર હતી. આ નગરીમાં વિલક્ષણ બુદ્ધિશાળી અભયકુમાર નામના મહામંત્રી હતા. તેમણે રૂપખુરો નામનો ભયાનક ચોર પકડયો. આ ચોર અદ્રશ્ય બની નિત્ય આવી રાજાનું ઉત્તમ ભોજન જમી ચાલ્યો જતો.
:
૪૭૯
દુહા : ૩૮ રાજગૃહી નગરી ભલી, ભલો તે અભયકુમાર;
રુપખરો જેણઈ ઝાલીઉં, કરતો ભોજન સાર.
Jain Education International
For Personal & Private Use Only
...
626***
www.jainelibrary.org