________________
૪૮૦
કવિ ઋષભદાસ કૃત
ચોપાઈ : ૧૬ દ્રષ્ટિગોચર રૂપખુરો ભોજનસાર કરંઈ જીવ રાય, અદૃષ્ટ રૂપખરો તવ થાય; રાયનો ભોજન પોતે જીમંઈ, છાંનો આવે છાનો રમંઈ. હૂંઉં ડૂબલો શ્રેણીકરાય, અભયકુમારનેં કહી કથાય; કુમરુિં બુધિ ક૨ી તિહાં ખરી, ચ્યાર ઘડિં ઘૂંઆડઈ ભરી. ખાર પાન નાખ્યા તેણંઈ ઠાય, આવ્યો તસકર વાગા પાય; નૃપમાં ભોજન કરતો જતેં, કરયો ધૂંઆડો સબલો તસેં.
અંજન આંખ થકી વહી જાય, રુપખરો ઝાલ્યો તેણઈ ઠાય; લાજયો ફજેત હુઈ તિહાં બેંક, અભયકુમારની બુધ્ધિ વિશેષ.
શ્રી
અભયકુમાર રાસ'
... ૭૯૮
૭૯૯
८००
૨૦૧
અર્થ ઃ
શ્રેણિકરાજા જ્યારે ભોજન કક્ષમાં ભોજન કરવા બેસતા ત્યારે રૂપખુરો ચોર અદ્રશ્ય બની રાજાનું ભોજન સ્વયં ખાઈ જતો. તેની પાસે અંજનવિદ્યા હતી. તે અદ્રશ્ય બની ભોજન કરી ચાલ્યો જતો. ...૭૯૮
ખોરાકના અભાવમાં શ્રેણિક૨ાજાનું શરીર દુર્બળ બન્યું. તેમણે પોતાના મહામંત્રી અભયકુમારને બોલાવી આ વાત કહી. અભયકુમારે ચોરને પકડવા એક યોજના રચી. તેમણે ભોજન કક્ષમાં ભોજન કરવા પૂર્વે ચાર ગરનાળા (ઘડા)માં ઘૂપની સામગ્રી ભરાવી તૈયાર કરી મૂકી.
આ ઘૂપનાલીમાં તેમણે પુષ્કળ પ્રમાણમાં લીમડાના કડવાં સૂકાં પાન ભર્યાં. જમવાના સમયે પગ દબાવતો રૂપખુરો ચોર ભોજન કક્ષમાં પ્રવેશ્યો. જેવા રાજા ભોજન ક૨વા બેઠા તેવો જ અભયકુમારે આકરો અગ્નિ પ્રગટાવી ધૂપ કર્યો.
226***
...૮૦૦
અગ્નિના ધુમાડાના પ્રભાવથી રૂપખુરા ચોરે આંખમાં આજેલું અંજન આંખો બળતાં નીર બની બહાર વહી ગયું. રૂપખરો હવે પ્રત્યક્ષ પ્રગટ થયો. અભયકુમારે તેને પકડયો. રૂપખુરાની ફજેતી થવાથી તે લજ્જિત બન્યો. અભયકુમાર વિશેષ પ્રજ્ઞાવાન હતા જેથી ચોર પકડાયો.
...૮૦૧
'માંસ સસ્તું કે મોંઘુ ?
એક દીન શ્રેણીક શભા મઝારિ, અનેક પુરષ બેઠા તેણઈ ઠારિ; નગર તણી શોભા વર્ણવે, સોંઘુ મંશ/તી ંઈ ગુણ સ્તવઈ. ખીજયો ધરમી અભયકુમર, ખોટું બોલ્યો અતિહિં સહુ; સોના બરાબર ન લહું અમ્યો, કિમ સોથું ભાખો છો તમ્યો. શ્રેણિક ભાખે અભયકુમાર, ભાંજો સંદેહ કહી વિચાર; સંદેહ તાપ વીહાણે ભાંજસ્યું, હોસ્યો ખુસી નૃપ ક૨સ્યું તસ્યું. શભા વિસ૨જી સહુ કો જાય, બુધિ વિચારી તેણઈ ઠાય; વીષમ રોગ ઉપનો છંઈ રાય, ટલવાનો એક ઉપાય.
...૮૦૫
(૧) અભયકુમાર મંત્રીશ્વર જીવન ચરિત્ર (ઉપાધ્યાય ચંદ્રતિલક રચિત સંસ્કૃત મહાકાવ્યનું ભાષાંતર ભા -૩, પૃ - ૬ થી ૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
૮૦૨
૮૦૩
૮૦૪