________________
૧૬૭
દોડવા લાગ્યો. ...૮૭૬
સેચનક હસ્તિએ આશ્રમમાં પ્રલય મચાવ્યો. તેણે તાપસીનાં ઝૂપડાંઓ કચડી નાખ્યાં. તાપસી ચારે બાજુનાસભાગ કરવા લાગ્યાં. તાપસો સેચનક હરિતને ધિક્કારતાં બોલ્યાં, “હે દુષ્ટ!તેં આશુ કર્યું? જેણે તને ઉછેરીને મોટો કર્યો તેને જાઁદગો દીધો?”
...૮૭૭ ભગવાન મહાવીર સ્વામીએ ગોશાલકને તેજોલેશ્યાથી બળતો બચાવ્યો, તે ગોશાલકે વીર પ્રભુને જ બાળ્યા. અરે ! ગોશાલક તું સૌથી મોટો કૃતની નીકળ્યો. તેં પરમાત્માને કેવો બદલો આપ્યો?... ૮૭૮
જુઓ! ભગવાન મહાવીર સ્વામીના જમાઈ જમાલિ મુનિને, ભગવાન મહાવીર સ્વામીએ તેમને દીક્ષા આપી અગિયાર અંગ સૂત્રનું જ્ઞાન આપ્યું. તેઓ દીક્ષાદાતા કેવળજ્ઞાની જિનેશ્વર ભગવંતની જ ભૂલ કાઢવા તૈયાર થયા. કેવા કૃતની નીકળ્યા! જગતમાં જે જિનેશ્વર ભગવંતની સામે ગમે તેમ બોલી આશાતના કરે છે તે સૌથી મોટો કૃતની છે.
...૮૭૯ સેચનક હતિએ કૃતળી બની તાપસીના આશ્રમોને ભાંગી નાખ્યાં. જે તાપસોએ તેને પુત્રની જેમ ઉછેરી મોટો કર્યો, તેમનાં જ રહેઠાણો નષ્ટ કરી તેમને ઘરબાર વિનાનાં કરી નાખ્યા. ...૮૮૦
જેણે આપણને જન્મથી ઉછેરી મોટાં કર્યા હોય, આપણી સાર સંભાળ લીધી હોય તેને શું આપણે દુઃખ આપી શકીએ? કવિ ઋષભદાસ કહે છે કે, હવે સર્વ તાપસો એકઠાં થઈ શું વિચાર કરશે? તે હવે કહું
છે .
...૮૮૧
દુહા -૪૪ બુધિ વિચારઈ તાપસા, લેવું પાછું વઈર; એ ગજનિ દુખ દેઈતાં, કોઉ મ આણો મહર.
. ૮૮૨ જેહના વયરી વહી ગયા, માગણ ગયા નિરાસ; તેહની જનુણી ભારિ મૂઈ, ઉદરિ વહયો દસ માસ.
••• ૮૮૩ અર્થ :- તાપસોએ વિચાર્યું, ‘જેવા સાથે તેવા') આપણે તેની સાથે કોઈ પણ રીતે વેર-બદલો લેવો જોઈએ. હવે આ કૃતની હસ્તિ ઉપર દુઃખ આવે તો કોઈએ તેના ઉપર દયા-અનુકંપા ન કરવી (ફતબી હાથીને કડક સજા થવી જોઈએ.).
...૮૮૨ જેમના વિપુલ પ્રમાણમાં શત્રુઓ છે, જેઓ મોટા દેવાદાર બન્યા છે તેથી લેણદારો નિરાશ થઈ દ્વારેથી પાછા વળે છે), તેવા પુત્રની માતાએ ભલે ગર્ભમાં દશ માસ સુધી પુત્રનું પોષણ કર્યું હોય પરંતુ અપમાનના બોજથી તે લજ્જિત બને છે.
.. ૮૮૩ ઢાળઃ ૩૫ સેચનક હસ્તિનું દમન
આખ્યાનની એ દેશી. રાગ : રામગિરિ. અઢું વિચારી તાપસા, આવિતા શ્રેણિક પાશ; સામી ગજ એક નવો વનમાં, આણીઈ આવાશ.
... ૮૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org