SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘શ્રી શ્રેણિક રાસ’ અનાથ છે. હે રાજન્ ! હાથી, ઘોડા, રથ, ધન અંતઃપુર, નગર આદિ સત્તા અને સંપત્તિનો ભોગવટો તમને નરકમાં જતાં નહીં રોકી શકે.’’(ક્ષમા, નિલોભતા આદિ આંતરિક વૈભવ મોક્ષપુરીમાં લઈ જશે. આંતરિક વૈભવની શ્રેષ્ઠતા એ સનાથતા છે.) ૧૪૦ ... ૭૧૫ હે મગધેશ્વર ! તમે અનાથ છો. પરભવમાં દુર્ગતિમાં જતાં તમને બાહ્ય સંપત્તિની શ્રેષ્ઠતા નહીં રોકી શકે. મહારાજ! મારા આત્માના કલ્યાણ માટે મેં સંયમનો સ્વીકાર કર્યો તેથી હું સનાથ થયો. મારી પાસે પુષ્કળ સંપત્તિ હતી. હાથી, ઘોડા, રથ અને સુંદર અંતઃપુર હતું. તેનાથી હું સનાથ ન બન્યો. હું કૌશાંબી નગરીનો રહેવાસી હતો. રાજન્ ! (જીવ કેવી રીતે અનાથ બને છે.) તે વૃત્તાંત તમે સાંભળો. ... ૭૧૬ ‘તરુણ અવસ્થામાં મને એકાએક આંખની પીડા ઉત્પન્ન થઈ. મને ખૂબ બળતરા થતી હતી. અસહ્ય વેદનાથી હું પરેશાન હતો.(ઈન્દ્રના વજ્ર પ્રહાર જેવી ભયંકર વેદના મારી કમ્મર, છાતી અને માથાને પીડિત કરતી હતી) અસહ્ય પીડાના કારણે હું ભૂખ-તરસ ભૂલી ગયો. મારી રાત્રિના સમયે નયનો ઉપરથી નિદ્રા પણ ઉડી ગઈ. ૭૧૭ (મારા ઈલાજ માટે પારંગત આયુર્વેદાચાર્યો, માંત્રિકો, તાંત્રિકો, ભુવાઓ બોલાવ્યા) ચિકિત્સકોએ મને દુઃખ મુક્ત કરવા અનેક ઉપાયો કર્યા. અનેક મંત્રોચ્ચાર અને જડીબુટ્ટીઓનાં સેવન કર્યા પછી પણ મારો રોગ દૂર ન થયો.(એ મારી અનાથતા હતી) પિતાજીએ ચિકિત્સકોને કહ્યું, “મારા પુત્રને દુઃખ મુક્ત કરી સમાધિ આપો. હું તમને સર્વ સંપત્તિ આપવા તૈયાર છું.'’ (તેઓ દુઃખમુક્ત ન કરી શક્યા તે મારી અનાથતા હતી.) ...૭૧૮ મારી માતા શોકાતુર બની મને જોઈ રહી. તેને મારા ઉપર અપાર પ્રેમ હતો. હું એક ચીસ પાડું તો તેનો જીવ દ્રવી ઉઠતો. તે ખૂબ દુ:ખી હોવા છતાં મારી વેદના સહેજ પણ આઓછી ન કરી શકી. (એ મારી અનાથતા હતી.) ... ૭૧૯ મારા પ્રત્યે અનુરાગ ધરાવતા મારા બાંધવો અને સ્વજનો મારી દશા જોઈ રડી પડતા. મારી પ્રત્યે વાત્સલ્ય ધરાવનાર મારી બહેનો કહેતી, ‘‘વીરા ! તારું દુઃખ અમને મળે, પણ તું સ્વસ્થ થઈ જા. રાજન્ ! આ દુઃખ કોઈ દૂર ન કરી શક્યું.( આ મારી અનાથતા હતી). ... ૭૨૦ મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી એવી મારા પ્રત્યે અનુરાગ ધરાવતી મારી પતિવ્રતા પત્ની અન્ન, પાન, સુગંધિત પુષ્પમાલા આદિ વિલેપનનું સેવન કરતી નહીં. તેની આંખોમાંથી સતત આંસુઓની ધારા વહેતી હતી. ... ૭૨૧ તે મારાથી ક્ષણવાર પણ અળગી ન થતી. તે મારી છાતી ઉપર હાથ ફેરવી મને શાતા ઉપજાવવાનો પ્રયત્ન કરતી પરંતુ તે મારી પીડા ન લઈ શકી.(આ મારી અનાથતા હતી) ચારે બાજુથી અસહાયતા અનુભવતાં મેં વિચાર કર્યો,‘ મારો બહોળો પરિવાર હોવા છતાં હું એકલો ?’ . ૭૨૨ મારા આત્માએ અનંત સંસારમાં જે પાપ કર્મ કર્યાં છે. તે મારા જીવે એકલાએ જ ભોગવવા પડશે. આવી વેદનાઓ જીવે અનંતીવાર અનુભવી છે. આ વેદનામાં કોઈ ભાગ પડાવી ન શકે. માબાપ પણ (અસહ્ય વેદનાને) મારી સામે જોઈ રહ્યાં. ... ૭૨૩ Jain Education International ... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy