________________
૧૩૯
તે મુનિવર મુગતી ગિયો, સમઝાવ્યો નૃપ ધર્મ; શ્રી જિન કહઈ શ્રેણિકનાં, પડ્યા પાતલા હો પૂરવ કર્મ ... ૭૩૨ ભાવ ઉત્તરાધયનિ વલી વીસમઈ, ભાખી એહ કથાય; ઋષભ કહઈ સંભારતા, પાપ પૂરવ રે સઘલાં જાય
... ૭૩૩ ભાવે અર્થ :- મગધ નરેશ શ્રેણિક એકવાર ઉદ્યાનમાં ફરવા નીકળ્યા. તેમની સાથે અપાર હાથી, ઘોડા રથ હતાં. તેઓ ફરતાં ફરતાં નંદનવન સમાન ચંપાવનમાં (અથવા મંડિકુક્ષિ ઉદ્યાનમાં આવ્યા. ત્યાં તેમણે એક વૃક્ષની નીચે (સમાધિવંત, સુકુમાર તેમજ સંયમી) શ્રમણને જોયા.
... ૭૦૮ મહારાજાએ મુનિને હાથ જોડી પૂછ્યું, “હે આર્ય! (આપ તરુણ છો. આ ઉંમરમાં શ્રમણ ધર્મ પાલન કરવા કેમ તત્પર થયા છો?) આવો તમારો વેશ? તરુણ ઉંમરમાં સાધુપણું શા માટે? હું તમને આ પૃથ્વીનું રાજ્ય આપીશ. હે સંયત ! (પરિષદો અને ઉપસર્ગોને સહન કરી) આ સુકુમાર કાયાને કષ્ટ ન આપો. તમે હજુ યુવાનીના ઊંબરે પગ મૂક્યો છે, ત્યાં આટલી નાની વયમાં પ્રવજિત કેમ થયા છો? મહારાજા શ્રેણિક મુનિવરને જોઈ ખૂબ હરખાયા. તેમનાં મુખમાંથી ઉદ્ગારો નીકળ્યા. અહો! આપનું રૂપ અમાપ છે. અહો! આપ યુવાન છો. આપ કોઈ દેવના અવતાર લાગો છો.
... ૭૦૯ અહો મુનિવર ! કેવી આપની ક્ષમા અને નિર્લોભતા છે. આપનામાં માયા કે અહંકાર નથી. અહો! શું આપનો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય છે ! શું આપ આત્મ નિયંત્રણ, નિર્મળ ધ્યાન ધરો છો!'' ... ૭૧૦
(મુનિવરના બાહ્ય અને આંતરિક ગુણોથી પ્રભાવિત બનેલા) મગધ નરેશ શ્રેણિક અશ્વ ઉપરથી નીચે ઉતર્યા. તેમણે મુનિવરને પ્રદક્ષિણા કરી, વંદન કર્યા. તેમણે ઊભા રહી મુનિવરને પૂછ્યું, “હે મુનિવર ! મારા મનમાં આશ્ચર્ય થાય છે, તેનું સમાધાન કરો.”
... ૭૧૧ રાજાએ પ્રશ્નાવલીની શરૂઆત કરી, “જેવી રીતે મણિધર નાગ સ્વરૂપવાન હોય છે, તેમ આપનું રૂપ, યોવન અને ગુણ શ્રેષ્ઠ છે, છતાં આપે યુવાન અવસ્થામાં ગૃહસ્થાશ્રમ (સ્ત્રી અને સંપત્તિ)નો ત્યાગ શા માટે કર્યો છે? આપને વૈરાગ્ય ઉત્પન થવાનું કારણ શું?'
... ૭૧૨ મુનિવરે ઉત્તર આપ્યો, “મહારાજ મારે માથે કોઈ નાથ ન હતો અર્થાત્ હું અનાથ હતો!' આ સાંભળી મહારાજા શ્રેણિક હસી પડ્યા. તેઓ બોલ્યા, “હે ભદંત! શું આપને કોઈ નાથ ન મળ્યા? તો હું નાથ થવા તૈયાર છું. હે સંયતમુનિ! હું તમને પૃથ્વીનું રાજ્ય આપી નાથ બનાવીશ.”
મુનિએ ગંભીર બની કહ્યું, “હે પૃથ્વીપતિ નરેશ! તમારા પોતાના માથે જ નાથ નથી, તમે સ્વયં અનાથ છો. જે પોતે અનાથ હોય તે બીજાના નાથ કેવી રીતે થઈ શકે?” રાજાએ અત્યંત નવાઈ પામતાં કહ્યું, “હે મુનિવર! (તમે ભૂલ કરી રહ્યા છો) હું મગધેશ્વર આ પૃથ્વીનો અધિપતિ છું, છતાં તમે મને કેમ અનાથ કહી રહ્યા છો?''
... ૭૧૪ (સનાથ અને અનાથનો મર્મ સમજાવતાં) મુનિવરે કહ્યું, “હે મહારાજ! અનંત સંસારમાં પરિભ્રમણ કરતાં જિનધર્મ મળવો દુર્લભ છે. જિનધર્મ મળ્યા પછી જિનધર્મનું વિધિવત્ પાલન કરતો નથી તે
... ૭૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org