________________
૩૩૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
સાંગણ સુત કવિ ઋષભદાસો, કરત શ્રેણિક નર રાયનો રાસો. ... ૧૮૪૭ સં.
ગણતાં ભણતાં સુણતાં સારો, સકલ સંઘનિ જય જય કારો. .. ૧૮૪૮ સં. અર્થ - કવિ ઋષભદાસ શીખામણ આપતાં કહે છે કે, હે ભવ્યાત્માઓ! તમે પ્રતિદિન સુંદર રાસ સાંભળો. (રાસ એ ધર્મકથાનુયોગ છે. તેમાં ઉત્તમ ચારિત્રો હોય છે.) રાસ શ્રવણ કરતાં અનંત કર્મની નિર્જરા થાય છે તેમજ પુણ્યાનુબંધી પુણ્યના ભારાઓ બંધાય છે તેથી નિત્ય રાસનું શ્રવણ કરો.
.. ૧૮૨૬ સંવત ૧૬૮૨ના વર્ષમાં, જ્યારે ચંદ્રમાના દર્શન થાય છે (સુદ પક્ષમાં) નાના મોટા સૌ આનંદિત દેખાય છે તેવા આસો માસમાં આ રાસ રચ્યો છે. (સંવત ૧૬૮૨, આસો સુદમાં રાસ રચ્યો છે.)... ૧૮૨૭
આ રાસ કવનનો પ્રારંભ સુદ પાંચમના દિવસે, ગુરુવારે થયો છે. કવિએ તે દિવસે શ્રેણિક રાસને આલેખન કરી પાથર્યો છે. (સં. ૧૬૮૨, આસો સુદ-૫, ગુરુવારે, ખંભાતમાં) ... ૧૮૨૮
આ રાસ સાત ખંડોમાં વિભક્ત છે. આ સાત ખંડોની રચના કરી મારા સર્વ મનોરથ આજે સિદ્ધ થયા છે.
... ૧૮૨૯ જે સ્ત્રી-પુરુષો આ સાત ખંડોનું શ્રવણ કરશે, તેઓ સાત નરકનું નિવારણ કરશે. ..૧૮૩૦ જે મનુષ્ય સાત ખંડનું જાગૃત અવસ્થામાં શ્રવણ કરશે તેને સપ્તમુખી આગ પ્રભાવિત નહીં કરી શકે.
... ૧૮૩૧ સાત ખંડો ઉપર એક દત્તચિત્ર (ધ્યાનથી) દષ્ટિ નાંખશે તેના ઘરે સાત પ્રકારની ઈતિ–ઉપદ્રવ નહીં
...૧૮૩૨ સાત ખંડ જે મનુષ્યએ રચ્યાં છે તેની કીર્તિ સાત સમુદ્ર સુધી ફેલાશે.
... ૧૮૩૩ સાત ખંડની વિવિધ કથાઓનું શ્રવણ કરતાં પુણ્ય મળશે. તે પુણ્ય તેની સાથે પરલોકમાં ગમન
... ૧૮૩૪ સાત ખંડ લખી તેનાં ગુણકીર્તન કરનાર મનુષ્ય તેજીલા અને શૂરવીર લશ્કરનો સ્વામી બને છે.
.. ૧૮૩૫ સાત ખંડનું શ્રવણ કરનાર મનુષ્ય જાતિવાન સાત અશ્વોનો નાયક થાય છે. .. ૧૮૩૬
સાત ખંડનું શ્રવણ કરનાર મનુષ્ય સપ્તાંગ રાજ્ય (હાથી વગેરે.) ભોગવશે. આ શરીરે મનુષ્ય ભવમાં ઋદ્ધિ ભોગવશે.
... ૧૮૩૭ આ રાસકૃતિનું શ્રવણ, પઠન-પાઠન તેમજ લેખન કરતાં અનેકગણું (અકથ્થ) પુણ્ય ઉપાર્જન થાય છે.
... ૧૮૩૮ આ રાસકૃતિની પ્રતો લખાવી શ્રમણોને આપી છે તેથી ઘણા કાળ સુધી (વ્યાખ્યાનમાં રાસ વાંચન કાર્યથી) પુણ્યનું કાર્ય પરંપરાગત ચાલુ રહેશે.
... ૧૮૩૯ શ્રમણો દ્વારા દેશવિદેશમાં રાસકૃતિના વાંચનથી જ્ઞાનનો પ્રચાર (વિસ્તાર) થશે તેમજ (મતિ અને શ્રુતજ્ઞાન નિર્મળ થતાં) કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં સુગમતા થશે.
... ૧૮૪૦
આવે.
કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org