________________
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ'
રંગનું બન્યું. ‘આ માંસપિંડ છે.' એવું જાણી આકાશમાં ઉડતાં ભારડ પક્ષીએ તેમને પંજામાં ઉપાડી લીધાં. પોતાનો શિકાર લઈ ભારંડ પક્ષી આકાશ માર્ગે વિહરવા લાગ્યો.
૩૮૨
...૨૨૦
ગર્ભવતી મૃગાવતીરાણી વિરહવ્યથાથી આક્રંદ કરવા લાગ્યા. ભારંડ પક્ષી આકાશમાં ગમન કરતો ઉડતો હતો ત્યારે શતાનીકરાજા તેની સામે જોઈ રહ્યા. રાજાના ઘણા સુભટો તેની પાછળ દોડયા પરંતુ ભારેંડ પક્ષીએ આકાશ માર્ગે રાણીને બંધન-પાશમાં લઈ ગમન કર્યું.
...૨૨૧
શતાનીક૨ાજા અસહાય બની રુદન કરવા લાગ્યા. ભારંડ પક્ષી ગગનમાં ગમન કરતો તેમની સમક્ષથી ચાલ્યો ગયો. તે ઉડતો ઉડતો મલયાચલ પર્વત તરફ ગયો. તે સમયે ચંદનવનમાં મૃગાવતીરાણી તેના પંજામાંથી છૂટી નીચે પડયાં.
...૨૨૨
વનમાં વિશ્વભૂતિ નામના એક તાપસ રહેતા હતા. તેઓ એકવાર આ ચંદનવનમાં ફળફૂલ લેવા આવ્યા. તેમણે આ જંગલમાં બેભાન પડેલા મૃગાવતીરાણીના દેહ ઉપર (કમંડળમાંથી શીતળ નીર લઈ છાંટયું તેમજ) શીતળ પવન નાખ્યો. (રાણી સચેતન થયા).
...૨૨૩
બીજી બાજુ શતાનીકરાજા મૃગાવતીરાણીના અપહરણથી મનમાં ખૂબ દુઃખી થયા. તેઓ મોટેથી બૂમો પાડી રાણીને પોકારતા રહ્યા (તેમની નાજુક પરિસ્થિતિ જોઈ) યુગંધર નામના તેમના પ્રધાને રાજાને સાંત્વના આપતાં કહ્યું, “મહારાજ ! તમે રડો નહીં પરંતુ કોઈ ઉપાય વિચારો’’
...૨૨૪
જંગલમાં મૃગાવતીરાણી સચેતન થયા ત્યારે વિશ્વભૂતિ તાપસે તેમને ‘બહેન’ના સંબોધનપૂર્વક બોલાવ્યા. (તાપસે પૂછ્યું, ‘‘તમે આ જંગલમાં શી રીતે આવ્યા ? તેવો પ્રશ્ન પૂછયો ત્યારે) સતી મૃગાવતીએ કહ્યું, ‘‘મહર્ષિ ! તમે સાંભળો મારાં પૂર્વકૃત બાંધેલા (અંતરાય) કાર્યો આજ ઉદયમાં આવ્યા છે.'' ...૨૨૫ ઉદાયનકુમારનો જન્મ ચંદાણિની
ઢાલ : ૧૦
Jain Education International
ક૨મઈ નલ દમયંતી વીયોગો, સનતકુમાર શરીરઈ રોગો; કુબેરદત્તને હુઉં કુંજોગો, બિહન વરી માતાસું ભોગો ભારડ પંખીઈ મુઝને ઝાલી, કરમઈ મહા દુખમાંહિ ઘાલી; તું બાંધવ મલીઉં મુઝ આજો, તો સહી સીધાં સઘલાં કાજો સૂણી વચન તાપસ લેઈ જાય, બ્રહ્મભૂતિ તાપસ તેણઈ ઠાઈ; માહારીષીનાં પ્રણમેં પાઈ, ઈહૈ વાત ન હોજ્યો તુઝમાઈ પુત્રીની પëિ રાખો ત્યાંહો, પુત્ર જાણ્યો પછે તે વનમાંહો; રુપ કલા દેખી અભિરામો. ચિત્તઈ નર કિસ્સું દેઉં નામો
For Personal & Private Use Only
૨૨૬
• ૨૨૭
૨૨૮
*. ૨૨૯
www.jainelibrary.org