SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ તવ આકાશી હુઈ સુરવાણી, ઉદયન નામ પાડ્યો ઉદઈ જાણી; ઉદયન નામ કહે સહુ કોયો, ચિંતઈ તાપસ એ નૃપ હોય .. ૨૩૦ વાઘઈ સુત જિમ દૂતીયા ચંદો, હસતીના બલ પાડઈ મંદો; કુલપતીને નવી માનેં તેહો, તાપસના સુતને મારે હો ... ૨૩૧ અર્થ - “પૂર્વકૃત બાંધેલા કર્મોના ઉદયથી નળરાજા અને દમયંતીરાણીનો વનમાં વિયોગ થયો. સનકુમાર ચક્રવર્તીના શરીરમાં કર્મના કારણે સોળ-સોળ મહારોગો એક સાથે ઉત્પન્ન થયા. કુબેરદત્ત રાજાને કર્મના કારણે કુસંયોગો ઉદ્ભવ્યા. તેણે બહેન સાથે લગ્ન કર્યા અને માતાની સાથે વિષય ભોગ ભોગવ્યા.'...ર૬ હે ઋષિરાય! ભાખંડ પક્ષીએ મને પોતાના પંજામાં પકડી ઊંચકી લીધી. મારા તીવ્ર અંતરાય કર્મના ઉદયથી મને મહાભયંકર દુઃખમાં નાખી. તમે મને આજે બાંધવના રૂપમાં મળ્યા તેથી હવે સૌ સારાં વાનાં થશે. ...૨૨૭ - મૃગાવતી રાણીના ધર્મસભર વચનો સાંભળી વિશ્વભૂતિ તાપસ તેમને પોતાના ગુરુ બ્રહ્મભૂતિ ઋષિના આશ્રમમાં લાવ્યા. તેમણે મહર્ષિના ચરણોમાં નમસ્કાર કર્યા. મહર્ષિએ મૃગાવતીની આપવીતી સાંભળી કહ્યું, “તમે આ આશ્રમમાં સુખેથી રહો પરંતુ તમારા આશ્રમમાં આ વાત કોઈને ન કહેશો.” ..૨૨૮ મહર્ષિએ મૃગાવતી રાણીને પુત્રીની જેમ પોતાના આશ્રમમાં (તાપસ સ્ત્રીઓની સાથે) રાખી. મૃગાવતી રાણીએ યોગ્ય સમયે વનમાં પુત્રને જન્મ આપ્યો. તેનું રૂપ અને તેનો વર્ણ અતિશય સુંદર હતાં ઋષિમુનિ વિચાર કરવા લાગ્યા કે, “આ પુત્રનું નામ શું આપવું?' ..રર૯ તે સમયે આકાશમાં દિવ્યવાણી થઈ. માતાએ કર્મના ઉદયને જાણ્યા તેથી તે બાળકનું નામ ઉદાયન' પાળો. હવે આ બાળકને આશ્રમવાસીઓ ઉદાયનના નામથી બોલાવવા લાગ્યા. મહર્ષિએ આ બાળકની જન્મ કુંડલી જાણી કહ્યું, “આ બાળક ભવિષ્યમાં રાજા થશે” ...૨૩૦ આ બાળક બીજના ચંદ્રમાની જેમ દિન પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. તે અત્યંત બળવાન અને શૂરવીર હતો. તેણે તોફાની અને મદોન્મત્ત હાથીઓને વશ કરી તેમના બળ મંદ પાળ્યા હતા. તે કુલપતિનું માનતો ન હતો અને તેમના પુત્રોને પણ મારતો હતો. ...૨૩૧ દુહા : ૧૩ તાપસને માનઈ નહી, બહૈ નહી જિમ સીંહ; એક દીન વનિ આવ્યો અહી, જોતો તી રઈ અબીહ ... ૨૩૨ અર્થ:- ઉદાયનકુમાર તાપસીનું સહેજ પણ સાંભળતો ન હતો. તે વનના રાજા સિંહની જેમ નિર્ભય બની જંગલમાં એકલો ફરતો રહેતો. તે કોઈથી ડરતો ન હતો. એક દિવસ જંગલમાં એક મોટો સર્પ નીકળ્યો. ઉદાયનકુમાર નીડરપણે ઊભો રહી તે સર્પને જોવા લાગ્યો. ...૨૩૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy