________________
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ'
છું, જેથી મારા પૂર્વ સંચિત પાપ કર્મનો ક્ષય થશે.
પૂર્વાચાર્યોનું સ્મરણ કરવાથી બુદ્ધિ નિર્મળ બને છે, મુખમાં માતા સરસ્વતીનો વાસ થવાથી અનુપમ વાણી ઉપજે છે. માતા સરસ્વતી સૌ પ્રથમ તીર્થંકરના મુખે વસે છે તેથી સૌ પ્રથમ તીર્થકરોને પ્રણામ કરી હું શ્રેણિકરાજાની રાસ કૃતિનું કવન કરું છું.
ચોપાઈઃ ૧ જૈન ભૂગોળ - અઢીદ્વીપ વર્ણન નૃપશ્રેનિકને ગાસિ૬ રાસ, ભણતાં ગુણતાં પોહચઈ આસ; કવણ દ્વીપ કુણા ખેત્રિ વાસ, કહે સું દેસ નગર વલી તાસ પ્રથવી યોજન લાખ પિસ્તાલ, માનવ ખેત્ર સદાય કાલ; અઢી દ્વીપમાં માનવ રહઈ, જંબૂદ્વીપથી વિવરી કહઈ લાખ જોયણ થાલી આકાર, લવણ સમુદ્ર તે પાછલિ સાર; પોહલો જોયણ લાખ તે દોય, ખંડ ઘાતકી આગલિ હોય ચાર લાખ જોયણનું જાણિ, કાલોદધિ પછઈ સમુદ્ર વખાંણિ; આઠ લાખ જોયનનો ઘારિ, પછઈ પુષ્કરવર દ્વીપ વિચારી સોલ લાખ યોજનનું સોય, માનષોત્તર વચિ ફરતું હોય; તેણેિ કરી અરધ દ્વીપમાં વાસ, આઠ લાખ યોજન કહું તાસ પૂર્વ થકી કો પશ્ચિમ જાય, લાખ પિસ્તાલીસ યોજન થાય; અકરમ ભોમિ કહુ અહીંઅ ત્રીસ, કરમ ભોંમિં તે પનર કહીશ માનવ ખેત્રની એહ કથાય, કુણ થાનકિ હુઉ શ્રેણિક રાય; જંબુદ્વીપ અનોપમ જેહ, અસંખ્ય દ્વાર્ષિ વીટિઉં તેહ અસંખ્ય સાયર પાછલિ ફરિયા, વિવિધ વર્ણ વારિ તે ભરાયા; જંબુદ્વીપ તે વચિમાં હોય, ચ્યાર પોલિ જતીઢું જોય વચિમાં મેર સોવન મઈ કહું, ભરત ખેત્ર દક્ષણા દસિ લહું; જોયણ પાંચસંઈ નઈ છવીસ, છકલા ઉપર ભાખઈ ઈસ ધનુષ તણો અહીઈ આકાર, વિચિ વૈતાઢચ રૂપાનો સાર; જોયણ પંચવીસ ઊંવા તેહ, પંચાસ યોજન પોહોલો જેહ મૂર્લિ દોય ગુફા કહેવાય, તહી ચક્રી દલચાલ્યાં જાય; ત્રણિ ખંડ ઉત્તર દસિ જેહ, સાધી પાછા આવઈ તેહ ઉત્તર ભારત સહુ એહ નઈ કહઈ, દહિણ ભરત આણિ ગમ રહઈ;
ત્રણ ખંડ તે માંહિ હોય, છ ખંડનો વિવરો જોય અર્થ - હું મહારાજા શ્રેણિકનો રાસ ગાવું છું. આ રાસ કૃતિ ભણતાં, ગણતાં સર્વ અભિલાષાઓ પૂર્ણ થશે.
. ૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org