________________
શ્રી શ્રેણિક રાસ ખંડઃ ૧
દુહા : ૧ મંગલાચરણ આદિ અનાદિ સરસતી, સદાલગંઈ તુઝ માન; સહુ કો સેવઈ સારદા, બાલ કરાઈ તુઝ ધ્યાન ષટુ દરીસણમાં તું સહી, તાહરો સઘલઈ વાસ; કરો કૃપા જો ગાઈઈ, નર શ્રેણિકનો રાસ સમર્ સરસ્વતી ભગવતી, ધ્યાન ધરું નવકાર; આદિ અનાદિ અરીહંત જપું, જિમ પામું ભવપાર સકલ સિધિ સમર્ સહી, ગણધર કરૂં પ્રણામ; આરાધૂ વિઝાય નઈ, જિમ સીઝઈ મુઝ કામ સકલ સાધુ સુપરિ નમું, કેવલજાની સાધ; સીલવંત મુનિ નઈ નમું, ન કરઈ કહો બાધ ત્રિવિધિ તપીયા મુનિ નમું, જિન પઢવાનો જાપ; આગમ મોટા વાદિ નમું, નાસઈ પૂરવ પાપ એણઈ ધ્યાનિ મતિ નીરમલી, મુખિ સારદાનો વાસ;
પઢમ તીર્થંકર એહસઈ, કહું શ્રેણિકનો રાસ અર્થ - હે શ્રુતદેવી! તારું અસ્તિત્વ અનાદિ કાળથી શાશ્વત છે. તારો મોભો (અસ્તિત્વ) ત્રણે કાળમાં સદા છે. હે શારદા! સૌ કોઈ તારી ઉપાસના કરે છે. અબુધજન તારું ધ્યાન કરે છે.
...૧ ભારતના છ દર્શનોમાં તું ખરી શ્રુતદેવી છે. તારો ચતુર્ગતિમાં સર્વત્ર વાસ છે. તે માતા! મારા પર કૃપા કરો તો હું શ્રેણિક રાજાનો રાસ ગાઉં.
હે વિદ્યાની દેવી શારદા! તમારું સ્મરણ કરું છું. હું પંચપરમેષ્ઠીમંત્રનું ચિંતન કરું છું. હું ત્રણે કાળના સર્વ અરિહંત પરમાત્માનું નામ સ્મરણ કરું છું, જેથી ભવ સમુદ્ર પાર કરી શકું
હું સિદ્ધાલયમાં વસતા અનંત સિદ્ધ પરમાત્માનું સ્મરણ કરું છું. (તીર્થકરોની વાણીને સૂત્રરૂપે ગૂંથનારા, ગણનું નેતૃત્વ કરનાર) ગણધર ભગવંતોનું સ્મરણ કરું છું. (શ્રી સંઘમાં પઠન-પાઠન કરાવનાર) ઉપાધ્યાય ભગવંતોનું આરાધન કરું છું જેથી મારા સર્વકાર્યો નિર્વિબપણે પૂર્ણ થાય. ... ૪
(અઢીદ્વીપમાં રહેલા) સર્વ સાધુ ભગવંતોને મનના ઉલ્લાસપૂર્વક નમસ્કાર કરું છું. કેવળજ્ઞાની અને શીલવંત મુનિ ભગવંતોને નમસ્કાર કરું છું, જેથી મારા કાર્યમાં કોઈ બાધા-પીડા ન આવે. . ૫
(મન, વચન અને કાયાના ત્રણે યોગ પર નિયંત્રણ કરનારા) હું તપાવી મુનિરાજોને નમું છું. જ્ઞાનાર્જન કરી રહેલા અભ્યાસી સંતોને, આગમ વિશારદો, અને મોટા મોટા વાદી મહાત્માઓને હું વંદન કરું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org