________________
૧૭૯
નાગ મુંનું સુણી નાગનું, વિષ જિમ વલી જાય રે; જેહનો નિપુણ ગોવાલી ઉં, પશુ રહઈ તસ ઠાય રે.
.. ૯૫૮ ચે. સુણીય વચન નર જાગીહ, જાતિસમરણ થાય રે; હવઈ જિન દેહ મુઝ વોસિરે, કરૂં સંજય રખાય રે.
.. ૯૫૯ ચે. મેઘકુમાર બુઝાયો સહી, પાલઈ સંયમ સાર રે; અવસરિ અણસણ આદરઈ, પામ્યો સુર અવતાર રે. ... ૯૬૦ ૨. એક અવતાર છઈ તેનિ, આવી મહાવિદેમાંહિ રે; સંયમ રહી મુગતિ જસઈ ઋષભ તસ પાય રે.
.. ૯૬૧ ચે. અર્થ - હે મેઘકુમાર!તમે આ ભવથી પૂર્વે ત્રીજા ભવમાં વેતાઢય પર્વતની તળેટીમાં રહેતા હતા. ત્યારે તમારું નામ સુમેરૂપ્રભ હતું. તમારો વર્ણ શંખના ચૂર્ણ જેવો સફેદ હતો. તમને અતિશય સુંદર છ ગજદંત હતા. તમે એક હજાર હાથિણીઓના સ્વામી હતા. (હે વત્સ!તમે ચેતી જાવ.)
...૯૪૪ એકવાર જંગલમાં મહાભયંકર આગ લાગી. (અગ્નિની જવાળાઓથી આખું વન સળગી ઉઠયું.) મહાવાયુના કારણે અગ્નિ પ્રસરવા લાગ્યો. નદીઓનું પાણી સૂકાવા લાગ્યું. ગ્રીષ્મઋતુની ઉણતા અને પ્રચંડ અગ્નિના તાપથી વનચરો સંતપ્ત હતા. આ પ્રચંડ આગને જોઈ તમે નાસભાગ કરવા લાગ્યા. તેમને પાણીની અતિશય તરસ લાગી.
... ૯૪૫ ગરમી, ભૂખ અને તૃષાથી પીડિત તમે પાણી પીવા એક મોટા કાદવવાળા તળાવમાં ઊધે રસ્તેથી ઉતર્યા. તમે તળાવના કાદવમાં ફસાયા. (વૃદ્ધાવસ્થાના કારણે તમે દુર્બળ બન્યા હોવાથી કાદવમાં ખેંચી ગયા.) ત્યાં એક નવયુવાન હાથી આવ્યો. પૂર્વ ભવના વેરના કારણે (જેને પૂર્વે સુમેરૂ પ્રત્યે બાળક અવસ્થામાં જ કાઢી મૂક્યો હતો, તે અત્યારે યુવાન થયો. તેને પૂર્વ ભવનું વેર યાદ આવ્યું) તેણે પોતાના તીણ દંતશૂળો વડે તમારી પીઠ ઉપર ત્રણવાર પ્રહાર કર્યો. તમે પ્રબળ બળતરાની વેદના અનુભવતા મૃત્યુ પામ્યા. ...૯૪૬
કવિ કહે છે કે વણિક, સિંહ, શ્વાન અને બુદ્ધિ વિનાનો પંડિત તેમજ જાતિ વિનાનો હાથી હોય તો તે હણાય છે. (મદ ઝરી ગયેલ હાથી જલ્દીથી પકડાય છે. હાથીને પકડવો મુશ્કેલ છે પણ તેને પકડવા એક ખાડો કરવામાં આવે છે. પછી માટીની હાથિણીને આભૂષણ પહેરાવીને ખાડા ઉપર ઊભી રાખવામાં આવે છે. હાથીને શલ્લકી વૃક્ષની ડાળી ખવડાવવામાં આવે છે. હાથી હાથિણીને ભેટવા જાય છે ત્યારે ખાડામાં પડે છે. શિકારીઓ તેને પકડી લે છે.) આ રીતે હાથિણીથી હાથી બંધાય છે. તે પોતાનું સર્વસ્વ ગુમાવે છે....૯૪૭
ત્યાર પછી આયુષ્ય પૂર્ણ થતાં તમારું મૃત્યુ થયું. કર્મસંયોગે તમે હાથી થયા.(જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ગંગાનદીના કિનારે, વિંધ્યગિરિ પાસે મદોન્મત ગંધ હસ્તિ દ્વારા હાથિણીના ગર્ભમાં જન્મ્યા, ત્યાં તમારા દેહનો વર્ણ કમળ જેવો લાલ અને સુકોમળ હતો.
...૯૪૮ પુનઃ તમારું નામ વનચરોએ સુમેરુપ્રભ પાડયું. તમારી પાસે ચાર ગજદંતશૂલ હતા. તમારો પોતાનો ૭૦૦ હાથિણીઓનો પરિવાર હતો.
...૯૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org