________________
૩૪૦
કવિ ઋષભદાસ કૃત ‘શ્રી અભયકુમાર રાસ’
‘ગિરુઆ સહિ જઈ ગુણ કરે, કારણ ચિંત્ત મ જાણ; ક૨સણ સીંચે સ૨ભરે, મેઘ ન મગઈ દાણ.’ ‘ચંદમુખી મૃગનયણી નારી, સૂર સૂણતા કોયલ મેં હારી.’ ‘કમલ માલ જસી બાંહોડીઆ, જંઘા જેહની કદલીથંભો.’ ‘જાણું ચકોર મેં મલીઉં ચંદ, દેખી સૂર કમલ આનંદ;
જાણો મોરનેં મલીઉં મેહ, પાંડવ કુંતી જસ્યો સનેહ.
કવિએ (કડી૩૫૭) લૌકિક સંસ્કૃત ભાષાનો પ્રયોગ આ રાસ કૃતિમાં કર્યો છે.
કામાર્થિં તસ કીતો લજ્જા, મંશ આહારી તસ કીતો દયા; મદિપાની તસ કીતો સૌચ, દારીદ્રી તસ કીતો કાય.’
રસનિરૂપણ ઃ આ રાસકૃતિ મુખ્યત્વે વીરરસનું નિર્દેશન કરે છે, છતાં તેમાં હાસ્ય, કરૂણ, વીર, ભયાનક, બીભત્સ, શૃંગાર અને અદ્ભૂત ૨સ ઓછા વત્તા અંશે સમાયેલો છે.
વીરરસ : અભયકુમારે મુનિપુંગવોની થતી નિંદાનું નિવારણ કરવા રચેલી વ્યૂહરચના બુદ્ધિમત્તાની નિશાની છે. કવિએ આ પ્રસંગ (ચો.૧૫) ગંભીર અને માર્મિક રીતે વર્ણવ્યો છે.
‘પાંચઈ રત્ન નવી હાર્થિં ધરયાં, વિણ લીધઈ પાંચઈ પરહરયાં;
કામ ભોગ જેણે પરહરયા, વણજ સકલ જેણે દૂરઈ કરયાં;
તશા સાધનૅિ નંદો કાય, લોક સકલ લીયા મનમાંહિ.’
અહિંસાનું પ્રતિપાદન કરવા તેમજ રસિક અને માંસલોલુપી જીવોને શાકાહારી બનાવવા અભય કુમારે રચેલી યોજના વીરતાની નિશાની છે.
‘સઘલા મંત્રીનિં પરધાન, મંશ ન આપઈ દીઈ નીધાંન; સ્વામી મંશ સોધું કહી અતી, આપ્યો દ્રવ્ય ન દીધું રતી; આતમ પર આતમ સરખાય, તેનેિં મંશ મોઘૂ સુણિરાય; રાખે આપ આતમનેં ખાય, તેનંઈ મંશ સોથૂ એણે ઠાય.’
કરૂણરસ : મંત્રીશ્વર અભયકુમારના દીક્ષિત થવાના સમાચાર સાંભળી મગધેશ્વર ભાંગી પડયા. કવિએ (ઢા.૩૫) કરૂણ રસનું નિરૂપણ કર્યું છે .
‘રત્ન ગયું મુઝ બારથી રે, એહથી હુંતો રાજ રે;
હું અણ સમઝી બોલીઉ રે, નો લહણ્યો જિમ નારિ રે.’
Jain Education International
માતા સુનંદા પુત્રના વિયોગથી આંસુ સારે છે ત્યારે કરૂણરસ પ્રયોજાયો છે. ‘પુત્ર ગયો મુઝ અણ કહિ રે, હુઈ મુરછા તેણે ઠારિ રે.
For Personal & Private Use Only
www.jainelibrary.org