________________
૩૪૧
શતાનીક રાજાનો વિલાપ (ઢા.૧૧, કડી ર૫૯ થી ર૬૧), મૃગાવતી રાણીનો વિલાપ (દુહા-૧૯) તેમાં કરૂણરસ પ્રયોજાયેલો છે. હાસ્યરસ : (ચો.૧૪) અભયકુમાર ચંડપ્રદ્યોતનરાજાને દોરડાથી બાંધી ઉજ્જયિની નગરીની બજારમાંથી લઈ ગયા તે પ્રસંગમાં હાસ્યરસનું નિરૂપણ કર્યું છે.
ચંદપ્રદ્યોતને ઘાલ્યો ખાટિ, બાંધિ પુરષ લેઈ ચાલ્યા વાટિ; ચઉટાવચિં પૂકારેં ઘણો, કહેણ ન સૂણતા કૌતેહતણું; અરે હું ચંદપ્રદ્યોતનરાય, અભયકુમાર મુઝ ઝાલી જાય; સુભટ લોક ન ઘાંઈ કોઈ, ચંદપ્રદ્યોતન ગિહેલોય; અભયડસેઠિ તણોં એ દાસ, ગહલો સહૂઈ જાણે જાસ;
વૈદતણઈ ઘરિ જાતા હસે, ઢું જોવા જઈયે વલી તસૈ.'
(ઢા.૧૪) શતાનીકરાના મૃગાવતી રાણીના મિલનથી રોમાંચિત થયા. કવિએ અહીં હાસ્ય મિશ્રિત કરુણરસનું પ્રયોજન કર્યું છે.
“આઈ આનંદ કેરાપૂર રે, રિદઈ વીકસે પૂર રે, વિહાણઈ જિમ સૂર રે.' બીભત્સરસઃ (ઢા.ર૬) ચેલ્લણા રાણીના દોહદપૂર્તિના પ્રસંગમાં બીભત્સરસનું પ્રયોજન થયું છે.
કુંમરઈ મંશ અણાવ્યું ત્યારે, બાંધ્યું પેટ શ્રેણીકનું જ્યાં હંઈ; સુતો ઉરડામાંહઈ હો રાજન; ચીલણાને પાસે બેસારી, સેવક એક પાલી લેં સારી;
કાપી મંસ લેનારી હો રાજ.” (ચો.૬) શતાનીક રાજાએ નિર્દોષ ચિત્રકારનો અંગૂઠો કપાવી નાખ્યો.
લખ્યું રુપ સાચી કુબડી, પણિનૃપની મુરખાઈ વડી;
છેદાવ્યો અંગુઠો તાંહિ, ચીતારો કોપ્યો મનમાંહિ.” શૃંગારરસ (ઢા.૧૫) કવિએ મૃગાવતી રાણીના દેહ વૈભવનું વર્ણન કરતાં શૃંગારરસ પીરસ્યો છે.
ચંદમુખી મૃગનયણી નારી, સૂર સૂણતા કોયલ મેં હારી; ભાલતીલકને માંગ સમારી, નયણ બાણ રહીત મારી; નાસિકાનારીની અતી અણીઆલી, અધર વરણ જાણે પરવાલી; દંત પતિ ઉજલ અજુઆલી, રસના તેહની અતિ અણીઆલી; ઉંનત પયોધર ચિત્રાલંકી, દેખી મૃગ મોહ્યો વનપંખી; કમલ માલ જસી બાંહોડીઆ, બાધ્યા બિહરખા રત્નસુ જડીઆ; જંઘા જેહની કદલીથંભો, જાણોં દેવ તણી એ રંભો; ગત દેખી ગજ નગરી મુકે, જિર્ણ દીઠઈ તપસી ચૂકે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org