SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ' અભયકુમારે અષ્ટમી (આઠમ)ની તિથિ અને ગુરુવારના દિવસે ગુરુ પાસે વિદ્યાભ્યાસ મેળવવાના શ્રી ગણેશ કર્યા. (કવિ શિક્ષા પ્રદાન કરવાના સંદર્ભમાં કહે છે) ચૌદસ તેમજ સુદ અને વદ પાંચમના એક પ્રહર સુધી શિક્ષા મેળવનાર જ્ઞાન પામે છે. ... ૪૧૨ કવિ કહે છે કે રવિવાર અને શુક્રવાર વિદ્યા પ્રાપ્તિનો મધ્યમ યોગ હોય છે. મંગળવાર અને શનિવારે વિદ્યા પ્રારંભ કરવાથી તે અલ્પ સમયમાં વીસરાઈ જાય છે. બુધવાર અને સોમવારે વિદ્યા પ્રારંભ કરવાથી તે આવડતી નથી તેથી ગુરુવારે વિદ્યા પ્રાપ્તિની શરૂઆત કરવી તે ઉત્તમ શુભયોગ છે. . ૪૧૩ મંદ બુદ્ધિ, આળસુ, વિષય સુખોમાં અતિ આસકત, ઊંઘણશી-એદી, અને રોગી શું વિદ્યા ભણશે? તેઓ વિદ્યાથી વંચિત રહે છે. અર્થાતુતે અજ્ઞાની રહે છે. ..૪૧૪ ઉતાવળમાં ઝડપથી ગીત શીખવાવાળો, અલ્પ સમયમાં તે રાગ ભૂલી જાય છે. અલ્પબુદ્ધિ વાળો, કર્કશ સ્વરવાળો, અસ્થિર અને ઉછાંછળો વ્યક્તિ જેવું લખ્યું હોય તેવું જ શીખે છે. અર્થાત્ તે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શક્તો નથી. ... ૪૧૫ જ્યારે અસ્પષ્ટ અક્ષર ઉચ્ચારનારો, પ્રિય અને મધુર ભાષા ન બોલનારો વ્યક્તિ અવશ્ય અંતિમ પદ સુધી પહોંચી વિદ્યા સંપાદન ન કરી શકે. જે સ્વભાવે આકરો એટલે કે ક્રોધી છે તેવી વ્યક્તિ પણ વિદ્વાન બની શકતો નથી. ઉપરોક્ત દર્શાવેલ સર્વને વિદ્યા યોગનો સુમેળ નથી. ... ૪૧૬ દુહા : ૨૫ વિદ્યા પ્રાપ્તિનો યોગ કુડલીઉં? વિણ બુધિ ઉદ્યમ ઘણો, શાસ્ત્ર ઉપર રાગ; આરોગપણું નિજ દેહનિ, વલી પુસ્તગનો લાગ; વલી પુસ્તગનો લાગ, રહેવા સખરો ઠામ; આચારય ગુરુ સાર, સાહજ્ય વિણ નોહઈ કામ; વિદ્યા ભણઈ તે વલી યોગ લઈ ભોજન તણો; કવિ ઋષભ એણી પરિ ઉચરઈ, વિનય બુધિ ઉદ્યમ તણો ... ૪૧૭ અર્થ - અલ્પ બુદ્ધિવાળો હોય પરંતુ વિદ્યા પ્રાપ્ત કરવા ખૂબ ઉદ્યમ કરનાર, શાસ્ત્ર પ્રત્યે અનુરાગ ધરાવનાર, પોતાના શરીરનું સારું આરોગ્ય ધરાવનાર, પુસ્તકોની સુલભતા પ્રાપ્ત કરનારા વિદ્યા મેળવી શકે છે. વળી રહેવા માટે શાંતિકારી સ્થળ ઉત્તમ આચાર્ય અથવા સદ્દગુરુનો સુયોગ, જ્ઞાની દ્વારા જ્ઞાનનો સહયોગ, પૌષ્ટિક ભોજનની સુવિધા હોય ત્યારે વિનયપૂર્વક ભણનાર વ્યક્તિને વિદ્યાનો સુયોગ સાંપડે છે; એવું કવિ 28ષભદાસ કહે છે. ••. ૪૧૭ ઢાળઃ ૨૧ અભયકુમારની જિજ્ઞાસા ચાલ ચતુર ચંદ્રાનની એ દેશી. રાગ : મલ્હાર ઉદ્યમ કરી સુત તિહાં ભણઈ, સિખો સબલ વિદ્યારે; ચંચલ છોકરા તિહાં ઘણાં, વઢવું પણિ થાય રે ... ૪૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy