________________
અડયલ :
કુમર ભણી ઘર આવીઉં, આંચલી...
વૃષભ તુરંગમ પંડીઆ, રાસભ બાલ જુઆર રે; એ કર વિણ ચાલઈ નહી, મલઈ પ્રીતિ અસાર રે વઢતાં તિહાં નેસાલીયા, કહઈ મારસ્યો માંય રે; એહ નબાપો છોકરો, આવઈ છઈ વલી આંહિં રે છોકરઈ પુંછીઉં માય નઈ, દેખાડો જ પિતાય રે; એવડું ઉં સહી મુઝ તણો, કિહાં માહરો બાપ રે માય રૂઈ તિહું ધ્રુસકઈ, સંભારયો નિજ કંત રે; પુરુષ પરદેસી સિદાવિઉ, વાહલો સોય અત્યંત રે ડુંગર સિર કુકુઠ જિમ શલ્લઈ, ગાજવીજ કેસરી શિર શલ્લઈ; ચુકો બાણ જિમ ચૈત્રી શલઈ, ગયો નાહ સકલેણી શલ્લઈ ગયું ગાન ગલા રસ ૫ખંઈ, નાખ્યું બાણ ગણું પર પખંઈ; બેઠો હંસ સરોવર પખંઈ, સુની સેજિ રહઈ નર પખઈ
૪૨૩ કુ.
૪૨૪ કું.
અર્થ :
અભયકુમારે વિદ્યાગુરુનો વિનય કરી, ઉદ્યમ કરી અલ્પવયમાં ઘણી વિદ્યાઓમાં પ્રવીણ બન્યો. પાઠશાળામાં કેટલાક તોફાની વિદ્યાર્થીઓ હતાં. તેમની સાથે રમતાં રમતાં એક દિવસ અભયકુમારનો ઝઘડો થયો.
...
૪૧૯ કુ.
Jain Education International
૪૨૦ કુ.
For Personal & Private Use Only
૪૨૧૩.
૮૫
... ૪૨૨ કુ.
, ૪૧૮
કવિ કહે છે કે, બળદ, ઘોડો, ઘંટીનું પડ, ગધેડો, બાળક અને જુગારી બદલો (વસૂલ) લીધા વિના રહેતા નથી. તેમની દોસ્તી અસાર છે.
...૪૧૯
શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ બાબતની તકરાર થઈ. એક વિદ્યાર્થીએ કહ્યું, “અરે! અભયકુમારને મારશો નહીં કારણકે એ ‘નબાપો' છે. તેની માતા સાથે અહીં રહે છે તેથી આ શાળામાં ભણવા આવે છે.
...૪૨૦
(અભયકુમારને ‘નબાપો’ શબ્દ સાંભળતાં ગુસ્સો આવ્યો. તે ઉદાસ ચહેરે ઘરે પાછો ફર્યો.) તેણે માતાને રડતાં રડતાં પૂછ્યું, ‘‘મા ! તું મને સાચું કહે, મારા પિતાજી ક્યાં છે ? મને મારા પિતાજી વિશે કહે. મારી શાળાના વિદ્યાર્થીઓ મને ‘નબાપો’ કહીને ચીડાવે છે. મારા પિતાજી કોણ છે ?’’
. ૪૨૧
બાળકની વાત સાંભળી સુનંદા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સુનંદાને પતિની યાદ આવી. તેણે (બાળકને ખોળામાં બેસાડી વાત્સલ્યથી તેના માથે હાથ ફેરવતાં) કહ્યું, ‘“બેટા ! તારા પિતા પરદેશ ગયા છે. તેઓ રાજકુમાર જેવા સ્વરૂપવાન અને અત્યંત પ્રેમાળ છે’
૪૨૨
જેમ ડુંગરના શિખરે અશોભનીય કુકઠ ખૂંચે છે, વાદળાંઓના ગડગડાટ અને વીજળીના ચમકારા વનરાજ (કેસરી) સિંહને પીડે છે, ધનુષ્યમાંથી નીકળેલું બાણ નિશાન ચૂકતાં ક્ષત્રિયને પીડે છે, તેમ જેનો પતિ પરદેશ ગયો હોય તેની પત્નીને તેનો વિરહ સાલે (પીડે) છે.
...૪૨૩
www.jainelibrary.org