________________
૧૫૯
૮૪૬
દડો ધરયો ઉનહીં જલઈ, સાગલિઉં મીણ લહ્યો તાર, ગુરુ કારમણકિ હવઈ બુધિ સુણો, સા રત્ન તણો અધિકાર, ગુ. ચાર રત્ન ઘરિ મોકલ્યાં, સાવ નાપઈ લાવણહાર, ગુરુ આપણ હારિ ઘરિ આવીઉ, સારા પુછયો રત્ન વિચાર, ગુરુ
८४७ મિત્ર કહઈ મિં ઘરિ દિd, સાવ ખોટો કિઉ ગોહાય, ગુરુ કણક તણી ગોલી કરી, સાવલીઈ રત્ન કરિ ન્યાય, ગુ.
.... ૮૪૮ ચ્યાર બુધિ તણો ધણી, સા. મંત્રી અભયકુમાર, ગુરુ નંદીષેણ તસ બંધવો, સા. 28ષભ કહઈ અધિકાર, ગુરુ
... ૮૪૯ અર્થ - હવે મહારાજા શ્રેણિકની બીજી ધારિણી નામની રાણી વિશેની કથા સાંભળો. મહારાજા શ્રેણિકની ઘણી રાણીઓ હતી તેમાં ત્રણ મુખ્ય રાણીઓ હતી. ચેલણા, નંદા અને ધારિણી.) ધારિણી રાણી સ્વરૂપવાન, ગુણવાન અને પતિવ્રતા નારી હતી. મહારાજા શ્રેણિક અને ધારિણી રાણી સંસારના વિપુલ સુખો ભોગવતાં હતાં. ધારિણી રાણી ગર્ભવતી બની.
...૮૨૪ તેમણે સ્વપનમાં મધ્યરાત્રીએ અર્ધનિદ્રાવસ્થામાં એક મોટા શ્વેત હાથીને (મુખમાં પ્રવેશતાં) જોયો. (4ખ પાઠકોએ કહ્યું, “આપને ત્યાં કુલદીપકનો જન્મ થશે. તે પંચમહાવ્રતધારી બનશે) ધારિણી રાણીને ત્રીજે માસે અકાલ મેઘનો દોહદ ઉત્પન થયો.દોહદ પૂર્તિ ન થવાથી રાણીનું શરીર ફીકું પડી ગયું....૮૨૫
એક દિવસ મહારાજા શ્રેણિકે ધારિણી રાણીને જોયા. તેમણે રાણીની નાજુક સ્થિતિ જોઈ પ્રેમથી પૂછયું, “હે દેવી! (તમારા મનમાં રહેલી માનસિક ચિંતાને છુપાવ્યા વિના તમે કહો) તમને કઈ અભિલાષા ઉત્પન થઈ છે? તમારી કાયા આવી દુર્બળ કેમ દેખાય છે?'
...૮૨૬ ધારિણી રાણી મૌન રહ્યા મહારાજા શ્રેણિકે બે-ત્રણ વાર પૂછયું, છતાં રાણીએ કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. જ્યારે મહારાજા શ્રેણિકે સોગંદ આપ્યા ત્યારે ધારિણી રાણીએ રાજાને કહ્યું, “હે સ્વામી! મને અકાળ મેધનો દોહદ ઉત્પન થયો છે. અકાળે મેઘવર્ષા ન થવાથી મારો દોહદ શી રીતે પૂર્ણ થાય?''... ૮૨૭
મહારાજા ચિંતાતુર બન્યા. તેઓ રાજસભામાં બેઠા હતા. ત્યારે મહામંત્રી અભયકુમાર રાજાને વંદન કરવા આવ્યા. મહારાજા શ્રેણિકે પુત્રની સામે પણ ન જોયું. તેમને આદર પણ ન આપ્યો. મહારાજા આજે હતોત્સાહદેખાયા.
..૮૨૮ મહામંત્રી અભયકુમારે જાણ્યું કે, પિતાજી આજે કોઈ ચિંતામાં છે. તેમણે કહ્યું, “પિતાજી ! તમે કેમ કાંઈ આલાપ-સંલાપ કરતા નથી. તમે મને નિત્ય તમારા ખોળામાં (અર્ધા આસન પર) બેસવા માટે (૧) ધારિણી રાણીનો દોહદ - લાલ, પીળી, કાળી, નીલી અને સફેદ એમ પચરંગી આભા આકાશમાં ફેલાયેલી હોય, ગાજ વીજના ચમકારા થતા હોય, ઝરમર વરસાદ વરસતો હોય, નાના નાના સુંદર અંકૂરાઓ ફૂટી નીકળ્યા હોય, પાણીનાં ઝરણાં કલકલ વહેતાં હોય, ચારે બાજુ માર્ગમાં ઘટાદાર વૃક્ષો હોય તેવા માર્ગથી રાજાની સવારી નીકળે. આગળ વિવિધ વાજિંત્રો વાગતાં હોય ત્યારે વૈભારગિરિ પર્વતની સહેલ કરવા નીકળું એવો દોહદ ઉત્પન્ન થયો. (શ્રી જ્ઞાતાધર્મ કથા સૂત્ર, અ.૧, પૃ.૨૨ થી ૩૮.).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org