________________
૧૬૦
કવિ ઋષભદાસ કત “શ્રી શ્રેણિક રાસ”
આમંત્રણ આપતા અને મારા મસ્તકે તમારો હાથ મૂકી આર્શીવાદ આપતા હતા.”
મહારાજા શ્રેણિકે કહ્યું, “હે પુત્ર! સાંભળ ચેલણા રાણીની જેમ તારી નાની માતા ધારિણી રાણીને અકાળે મેઘનો દોહદ ઉત્પન્ન થયો છે. દોહદ પૂર્તિનો કોઈ ઉપાય મને ધ્યાનમાં આવતો નથી. હું ચિંતા મગ્ન હોવાથી તારું આગમન જાણી શક્યો નહીં.”
...૮૩૦ અભયકુમારે મહારાજા શ્રેણિકને કહ્યું, “પિતાજી! (તમે દુઃખી ન થાવ) તમે કોઈપણ જાતની ચિંતા ન કરશો. હું એવો કોઈ ઉપાય કરીશ જેથી મારી નાની માતાનો અકાલ મેઘ સંબંધી દોહદના મનોરથની પૂર્તિ થશે. અભયકુમાર પિતાને વંદન કરી ત્યાંથી નીકળ્યા. પોતાના ભવનમાં આવી (સિંહાસન પર બેસી) દોહદ પૂર્તિનો ઉપાય વિચારવા લાગ્યા.'
..૮૩૧ (આ દોહદ માનવીય શક્તિથી અશક્ય હોવાથી) અભયકુમારે પૌષધશાળામાં જઈ પૌષધ કર્યો. તેમણે અઠ્ઠમતપનો રવીકાર કર્યો. અઠ્ઠમતપના પ્રભાવે અભયકુમારના પૂર્વભવના સૌધર્મ કલ્પવાસી મહર્દિક દેવ દોડતાં-ઝડપથી ત્યાં આવ્યા.
...૮૩૨ દેવે કહ્યું, “હે દેવાનુ પ્રિય! તમારો પૂર્વ ભવનો મિત્ર છું. કહો, હું તમારું શું કાર્ય કરું? તમારો મનોરથ શું છે?” અભયકુમારે કહ્યું, “દેવાનુપ્રિય! મારી નાની માતાને અકાલ મેઘનો દોહદ ઉત્પન્ન થયો છે. તમે વર્ષા વરસાવી તેમના દોહદની પૂર્તિ કરો.”
...૮૩૩ દેવ વડે (વૈભારગિરિ પર્વત ઉપર) વૈક્રિય સમુદ્ધાત કરી ગર્જનાથી યુક્ત, વિજળીથી યુક્ત, જલબિંદુઓથી યુક્ત પંચવર્ણવાળા વાદળાઓના ધ્વનિથી શોભિત દિવ્ય વર્ષા કાળની શોભા પ્રગટ થઈ. ચાતક અને મોર પક્ષીઓ વર્ષના આગમનથી ટહુકવા માંડયા.
..૮૩૪ મહારાજા શ્રેણિક ધારિણી રાણી સાથે સેચનક નામના ગંધ હસ્તિ પર આરૂઢ થઈ વૈભારગિરિ પર્વતની તળેટીમાં દોહદની પૂર્તિ કરવા માટે ઝરમર વરસતા વરસાદમાં ફરવા લાગ્યા. ધારિણી રાણીએ પોતાનો દોહદ પૂર્ણ કર્યો. મહારાજા અને મહારાણી ઈન્દ્ર-ઈન્દ્રાણી જેવાં શોભતાં હતાં. ...૮૩૫
ધારિણી રાણીએ નવમાસ અને સાડા સાત રાત્રિ વ્યતીત થઈ ગયા પછી મધ્યરાત્રિએ પુત્રને જન્મ આપ્યો. ગર્ભકાળમાં માતાને અકાલમેઘ સંબંધી દોહદ થવાથી તે પુત્રનું નામ “મેઘકુમાર” રાખ્યું. આઠ વર્ષની ઉંમરે તેને કલાચાર્ય પાસે ભણવા બેસાડયો. મેઘકુમાર બહોતેર કળાઓમાં પારંગત થયા. તેમનું રૂપ દેવા જેવું અત્યંત મનોહર હતું.
...૮૩૬ મહારાજા શ્રેણિકે અભયકુમારની ખૂબ ખૂબ પ્રશંસા કરતાં કહ્યું. ધન્ય છે અભયકુમાર તારી બુદ્ધિને! તેં અશક્ય, વિષમ દોહદની પૂર્તિ કરી. ખરેખર! તું ચાર બુદ્ધિનો સ્વામી છે. (મહારાજા શ્રેણિક કૌટુંબિક કાર્યોમાં, ગુપ્ત મંત્રણાઓમાં અનેક વાર અભયકુમારની સલાહ લેતા હતા.) ...૮૩૭
(૧) સમસ્યા ઉત્પન થતાં તક્ષણ ઉત્પન થતી બુદ્ધિ તે ઔત્પાતિકી બુદ્ધિ છે. (૨) ગુરુજનો, વડીલોના વિનયથી પ્રાપ્ત થતી બુદ્ધિને વૈયિકી બુદ્ધિ કહે છે. (૩) લાંબા કાળના અભ્યાસથી કાર્યમાં જે કુશળતા પ્રાપ્ત થાય તે કાર્મિકી બુદ્ધિ કહેવાય. (૪) ઉંમરના પરિપાકથી, અનુભવોના આધારે પ્રાપ્ત થતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org