SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ તમે વિષય કષાયને છોડો. તમે જીવહિંસા અને અસત્ય વચનનો ત્યાગ કરો. સંયમ એ મુક્તિનું દ્વાર છે. જીવ સંયમ લઈ મુક્તિલક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે.” ... ૯૧૫ ભગવાન મહાવીરની દેશના સાંભળી મહારાજા શ્રેણિકને ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધા ઉત્પન થઈ. તેઓ ક્ષાયિક સમકિતના રવામી બન્યા. આ દેશના સાંભળી ઘણા જીવોનું કલ્યાણ થયું. મહામંત્રી અભયકુમારે શ્રાવકના બાર વ્રતો સ્વીકાર્યા. ... ૯૧૬ મહારાજા શ્રેણિક પરમાત્માને વંદન કરી નગરમાં પાછા વાળ્યા. તે સમયે મહારાજા શ્રેણિકના પુત્ર મેઘકુમાર પણ જિનવાણી સાંભળવા આવ્યા હતા. તેમણે ઉભા થઈ ભગવાન મહાવીરને કહ્યું, “હે ભગવંત મને આ સંસારના સુખો કડવાં ઝેર જેવાં લાગે છે. મને સંયમનું દાન આપો.” ... ૯૧૭ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, “જેમ તમને સુખ ઉપજે તેમ કરો. સારાં કાર્ય કરવામાં વિલંબ ન કરો. અહીં કોઈ પ્રતિબંધ નથી પરંતુ માતા પિતાની અનુમતિ વિના સંયમનું દાન ન આપી શકાય.” પ્રભુના વચનો સાંભળી મેઘકુમાર તરત જ રાજમહેલમાં આવ્યા. .. ૯૧૮ મેઘકુમાર માતા-પિતાની પાસે આવ્યા. તેમને ચરણે નમસ્કાર કરી વિનયપૂર્વક કહ્યું, “હે માતાપિતા! હું આપની આજ્ઞા મેળવી પ્રભુ મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરવા ઈચ્છું છું. આપ મને પ્રેમથી રજા આપો.” પોતાના પ્રિય પુત્રનાં વચનો સાંભળી ધારિણી માતા જમીન પર મૂચ્છિત થઈ ઢળી પડ્યાં. મહારાજા શ્રેણિક પણ ઉદાસ થયા. .. ૯૧૯ દાસી સોનાના પાત્રમાં શીતળ જળ લઈ આવી. તેણે મહારાણી ઉપર જળ છાંટયું અને વીંઝણાથી હવા નાંખી શીતળ પાણી અને વાયુના કારણે મહારાણીની મૂચ્છ દૂર થઈ. મહારાણી સચેતન થયાં. મહારાણી સંતપ્ત થઈ આક્રંદ કરતા બોલ્યા, “વત્સ!વત્સ! તું સંયમનું નામ ન લઈશ. ...૯૨૦ વત્સ! મારો તું એક જ પુત્ર છે. તું અમારો આધાર છે. પુત્ર! તું જઈશ તો (વૃધ્ધાવસ્થામાં) અમારો કોણ આધાર થશે? તારી માતા તારા વિના અહીં એકલી થઈ જશે. પુત્ર! માતાને તું આ રીતે નિરાઘાર મૂકીને શી રીતે સંયમ લઈશ?' ... ૨૧ ધારિણી રાણી મેઘકુમારને સંયમની કઠોરતા સમજાવતા કહે છે, “પુત્ર! (સંયમ એ લોઢાના ચણા ચાવવા બરાબર કઠીન છે.) સંયમનું પાલન કરવું અતિ દુર્લભ છે. કોઈ શૂરવીર વીરલા જ તેનું પાલન કરી શકે.” હે પુત્ર! તું અત્યારે રાજ સુખો ભોગવ. (વૃદ્ધાવસ્થામાં દીક્ષા લેજે.) તારી આઠ-આઠ યુવાન અને સૌંદર્યવાન પત્નીઓ છે. આવી આજ્ઞાંકિત પત્નીઓ સહિત પરિવારનો ત્યાગ તું શી રીતે કરીશ?... ૯૨૨ પુત્ર! આ ઉંમર કોઈ દીક્ષા લેવાની નથી. તું તો હજી વયમાં નાનો છે. તે યુવાન છે. તેં તારી કહ્યાગરી અને દેવાંગના જેવી નારીઓ સાથે હજી શું સંસારના સુખો ભોગવ્યા છે? યૌવન વય પૂર્ણ થયા પછી તું દીક્ષા લેજે.” ...૯૨૩ મેઘકુમારે કહ્યું, “માતા-પિતા! આ આયુષ્યનો કોઈ ભરોસો નથી. ક્ષણે ક્ષણે મારું આયુષ્ય તૂટે છે. હું મારા મૃત્યુની પળને જાણતો નથી. મારું શરીર પ્રત્યેક પળે વૃધાવસ્થા તરફ ખસે છે. મારું મૃત્યુ નિશ્ચિત છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy