________________
૧૭૬
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ”
પણ તે જગતમાં કયા સમયે આવશે તે ચોક્કસ નથી."
... ૯૨૪ મેઘકુમારની પત્નીઓએ પોતાના સ્વામીની દીક્ષાની વાત સાંભળી ત્યારે તેઓ ઘુસકે ધ્રુસકે રડવા લાગી. પત્નીઓએ દુઃખી હૃદયે કહ્યું, “રવામીનાથ! અમને આ રીતે અનાથ છોડી ન જાવ. સજજનો કદી પોતાની સારપતા ત્યજતા નથી. જે પત્નીની સાથે હસ્તમિલાપ થયો છે, જેનો જમણો હાથ પકડયો છે; તેને આ રીતે છોડી જતાં નથી.'
..૯૨૫ મેઘકુમારે દઢતાપૂર્વક કહ્યું, “જો તમે મને મરણથી બચાવો તો હું સંસારમાં રહું. જ્યારે મૃત્યુ આવશે ત્યારે મને પત્નીઓ, દેશ, રાજપાટ કોઈ નહીં બચાવી શકે. મને કોઈ કામ નહીં આવે.”...૯૨૬
મેઘકુમારને વડીલો અને પત્નીઓની અનુમતિ ન મળી ત્યારે તેમણે અન-પાણીનો ત્યાગ કર્યો. તેમણે દેહની સાર-સંભાળ છોડી દીધી. વડીલો અને સ્ત્રી પરિવારે જાણ્યું કે, “મેઘકુમારનો વૈરાગ્ય પ્રબળ છે' ત્યારે તેમણે અનુમતિ આપી. (મેઘકુમારની કસોટી કરવા માતા પિતાએ તેને એક દિવસનો રાજ્યભિષેક કર્યો. મેઘકુમારે રાજા બન્યા પછી આજ્ઞા કરી.) મેઘકુમારે દીક્ષા લેવા સર્વ પરિવારનો ત્યાગ કર્યો...૯૨૭
બે લાખ સોનામહોરો રોકડા આપીને ઓધો(અને પાત્રા) ખરીદ્યા. એક લાખ સોનામહોરો વાણંદને રોકડી આપી. મેઘકુમારે કિંમતી વસ્ત્રો પહેર્યા તેમજ માથા પર શહેરો બાંધ્યો. ... ૯૨૮
મેઘકુમાર (સેકડો થાંભલાવાળી) સુશોભિત શિબિકામાં બેઠા. તેમણે વિષય વાસનાઓને વિદાય આપી. (એક હજાર પુરુષોએ શિબિકા ઉપાડી) ચતુરંગિણી સેના સહિત વાજિંત્રોના નાદ સાથે દીક્ષાયાત્રા નીકળી. શિબિકાની પાછળ મહારાજા શ્રેણિક અને લાખો પ્રજાજનો ગુણશીલ ઉદ્યાન તરફ ચાલ્યા....૯૨૯
(ગુણશીલ ઉદ્યાન પાસે આવીને મેઘકુમાર પાલખીમાંથી નીચે ઉતર્યા) મહારાજા શ્રેણિક અને ધારિણી રાણીએ ભગવાન મહાવીરને કહ્યું, “હે ભગવન! આ મેઘકુમાર અમારો પુત્ર છે. તે પ્રવ્રજિત થવા ઈચ્છે છે. અમે આપને શિષ્ય ભિક્ષા આપીએ છીએ. તેનો સ્વીકાર કરો.” મેઘકુમારે સ્વયં પંચમુષ્ટિ લોચ કર્યો. ત્યારે પુત્રના વાળ લેવા માટે માતાએ ખોળો પાથર્યો.
...૯૩૦ ત્યાર પછી મેઘકુમારે વિધિવત્ વંદન કરી ભગવાન મહાવીર સ્વામી પાસેથી પાંચ મહાવ્રત ધારણ કર્યા. નવદીક્ષિતને જ્ઞાન આપના સંયમની આચાર પાલના શીખવવા પ્રભુ મહાવીરે સ્થવર મુનિવરોને સોંપ્યા. સંયમના આચાર ધર્મના વિવિધ નિયમો અને વિદ્યાઓ ભણાવતાં રાત પડી ગઈ. ...૯૩૧
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં તીર્થકર ભગવંતે અણગાર ઘર્મનો આચાર દર્શાવેલ છે. પ્રથમ પહોરે મુનિએ ભણવું અર્થાત્ સ્વાધ્યાય કરવો. બીજા પહોરે ધ્યાન, ત્રીજા પહોરે ગોચરી કરવી. ...૯૩૨
ચોથા પહોરે સજઝાય, પાંચમા અને છઠ્ઠા પહોરે ધ્યાન, સાતમા પહોરે નિદ્રા કરવી અને આઠમા પહોરે સ્વાધ્યાય કરવો. આ સાધુનો આચાર છે.
... ૯૩૩ મેઘકુમાર સહિત સર્વ મુનિઓએ દેવસીય પ્રતિક્રમણ કર્યું. ત્યાર પછી સંતો સ્વાધ્યાય કરવા લાગ્યા. બીજા પહોરે મુનિવરોએ ધ્યાન કર્યું. રાત્રિના ત્રીજા પહોરે મુનિવરોએ સૂવા માટે સંથારો પાથર્યો....૯૩૪
મેઘકુમાર મુનિએ સૂવા માટે પોતાનો સંથારો પાથર્યો. (શ્રમણ નિગ્રંથોના પર્યાયના કાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org