SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ક્રમાનુસાર) મેઘકુમારની શય્યા સંતારક ઉપાશ્રય (પૌષધશાળા) ના દ્વાર પાસે આવી. મેઘકુમાર મુનિ સંથારા પર સૂતા પરંતુ સંથારા પર ઓઢવાકે પાથરવાનું કાંઈ નહતું (મખમલી શય્યામાં પોઢનારા) મેઘમુનિને (જમીન પર સૂવાથી) ઊંઘ શી રીતે આવે? મેઘમુનિ લાંબી રાત્રિ દરમ્યાન ઊંધી ન શક્યા. ...૯૩૫ (પૌષધશાળાના દ્વાર પાસે પથારી હોવાથી) પૂર્વ રાત્રિ અને અપર રાત્રિના સમયે નાના-મોટા સાધુઓની થતી આવનજાવનથી, તેમના પગના પ્રહાર થવાથી, પગની ધૂળ પોતાના ઉપર પડવાથી, તેમજ પોતાને ઓળંગીને મુનિઓને જવાથી મેઘમુનિ એક ક્ષણ પણ ઊંધી ન શક્યા. ત્યારે મેઘમુનિને રાજ સુખો યાદ આવ્યાં. તેમણે વિચાર્યું, “હું બહુકાળ સુધી આવું આકરું દુઃખ શી રીતે સહન થશે? .. ૯૩૬ હજુ કાંઈ બહુ ખરાબ થયું નથી. સૂર્યોદય થતાં જ ભગવાન મહાવીર પાસે જઈ વંદન કરી તેમને વિનંતી કરીશ. તેમને આ ઓઘો અને મુહપત્તિ પાછો સોંપી હું સંસારમાં ચાલ્યો જઈશ. મારું આ સુકોમળ શરીર સંયમના કઠીન ઉપસર્ગો અને પરિષદોને સહન નહીં કરી શકે.” ... ૯૩૭ સૂર્યોદય થતાં જ મેઘમુનિ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તિખુતોના પાઠથી વિધિવત્ વંદન કરી પર્યુપાસના કરી. ઓઘો અને મુહપત્તિ પાછા આપવાની વેળા આવે તે પહેલાં જ ભગવાન મહાવીર સ્વામી બોલ્યા. હે મેઘમુનિ! સાંભળો. રાત્રીના સમયે વૃદ્ધ અને બાળમુનિઓના ચરણ સ્પર્શથી તમને જે હેરાનગતિ થઈ છે તેથી તમારું મન ચલિત થયું છે? તમે સંયમ છોડી ઘરે જવાનો વિચાર કર્યો છે?'' ભગવાન મહાવીર સ્વામીએ મેઘકુમારને વાત્સલ્યભાવે પૂછયું. .. ૯૩૯ “દેવાનુપ્રિય! સાકરની મીઠાશ છોડી એલચીની તુરાશનું સેવન કરનારા મૂર્ખ કહેવાય છે. વ્રત ભંગ કરવા કરતાં વિષ ખાઈ મૃત્યુને ભેટવું શ્રેષ્ઠ છે. તમે તો જ્ઞાની છો. તમે સંયમનો ત્યાગ ન કરશો....૯૪૦ આ સંસાર અટવીમાં જીવે અનંતી અવંતીવાર દુઃખ ભોગવ્યાં છે. છેદન, ભેદન, તાડનની પ્રક્રિયાઓ અનંતીવાર સહન કરી છે. તેની સમક્ષ રાત્રિનું દુઃખ કંઈ જ નથી. હે મુનિવર ! આવા નાનકડા દુઃખોને હૃદયે ન ધરો. ..૯૪૧ હે મુનિવર ! આ ભવથી પૂર્વના ત્રીજા ભવે તમે અસહ્ય વેદના સહન કરી છે. તે તમે યાદ કરો. હે વત્સ! તમે તે સંભારો(સ્મરણ કરો).” કવિ ઋષભદાસ હવે તે કથાનો વિસ્તાર કરે છે. ...૯૪૨ દુહા : ૪૭ મેઘ તણા ભવ પાછલા, ભાખઈ વીરણંદ; કુમાર રહિલ તિહા સાંભલઈ, મનિ ધરી અતિ આણંદ . ૯૪૩ બો. અર્થ - ભગવાને મેઘમુનિને પ્રતિબોધ પમાડવા તેના પશ્વાદનુપૂર્વીથી ત્રીજા ભવની કથા કહી. મેઘમુનિ ભગવાનના શ્રી મુખેથી પોતાની પૂર્વ ભવની કથા અતિશય આનંદપૂર્વક સાંભળી રહ્યા હતા. ... ૯૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy