________________
૧૭૪
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
૯૩૫ બો.
વીર હાર્થિ વ્રત આદરઈ, જિન દઈ શિવર જ હાર્થિ; વિવિધ વિદ્યા જ ભણાવતો, એમ કરતા હો પડી તિહાં રાત્ય ... ૯૩૧ બો. ઉતરાધયન તણઈ વિષઈ, મુનિવરનો આચાર; પહેલઈ પોહરિ વાંચઈ ભણઈ, ધ્યાન બીજઈ હો ત્રીજઈ ગોચરી સાર ... ૯૩રબો. સઝાય કરઈ ચોથઈ પાંચમઈ, છઠઈ પોહરિ ધ્યાન; સાતમઈ પોહરિ નિદ્રા કરઈ, આઠમઈ પોહરિ હો સઝાની ધ્યાન . ૯૩૩ બો. પડીકમણું મુનિવર કરી, કરતા સકલ સઝાય; બીજઈ ધ્યાન કરી સહી, ત્રીજઈ પોહરિ તો સહુ ઋષિરાય ૯૩૪ બો. મેઘકુમાર પણિ પોઢતો, પોષધ શાલા બારિ; નહી પાથરણું ઉઢણું, નિદ્રા નાવઈ હો તેણઈ ઠારિ પ્રહાર હોય પગના બહુ, ચાંપી મુનિ વૃધ બાલ, ધરનાં સુખ તવ સાંભરયાં, આતો દુઃખ ઘણું હો વેઠવું બહુ કાલ ... ૯૩૬ બો. હજી મુઝ કાંઈ વણઠું નથી, વંદુ વાહણાઈ વીર; પાછો દિઉં ઊઘો મોહપતી, સંયમ નહી લેવું હો ન ખમઈ શરીર .. ૯૩૭ બો. સુપ્રભાતિ ઉઠી કરી, વંદ્યા જિનના પાય; આપઈ ઊઘો મોહપતી, તિવાર પહિલાં હો બોલઈ જિનરાય ... ૯૩૮ બોલાવ્યો સુપરિ કરી, સાંભલિ મેઘકુમાર; રાતિ થયો તું રેવણી, ધરિ જાવા હો કીધો વિચાર તજી સાકર ખાય એલીઉ, તે તો પુરુષ ગમાર; વ્રત ખંડવાથી વિષ ભલું, નવિ મુકીશ હો સંયમ ભાર ભમતાં બહુ દુખ ભોગવ્યાં, જીવિ અનંતી વાર; છેદન ભેદન તિ ખમ્યો, આજ રાતિનું તો દુઃખ મ ધરિ કુમાર ... ૯૪૧ બો. ઈમાંથી ભવિ ત્રીજઈ તુનિ, વેદના હુઈ જ અપાર;
વીર કહઈ વછ સાંભલો, ઋષભ કવિ હો કરઈ વિસ્તાર ... ૯૪ર બો. અર્થ - તીર્થકર ભગવાન મહાવીર સ્વામી સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણતા હતા. તેમના આગમનના સમાચાર સાંભળી મહારાજા શ્રેણિક મનમાં અત્યંત હર્ષિત થતાં દર્શન કરવા ગયા. ... ૯૧૩
મહાવીર શ્રેણિકે હૈયાના હરખ સાથે ભક્તિપૂર્વક પરમાત્માની પર્યુપાસના કરતાં કહ્યું, “હે દેવાધિ દેવ! તમારાં દર્શનથી આજે મારાં નયનો પવિત્ર બન્યાં છે અને આપનાં શીતલ વચનોથી મારી આધિ-વ્યાધિ અને ઉપાધિ નષ્ટ થઈ છે. હે પરમાત્મા!તમે આવ્યા તે ઉત્તમ થયું.'
..૯૧૪ ભગવાન મહાવીર સ્વામીએ અમૃત જેવી મીઠી અને મધુર દેશના આપતાં કહ્યું, “હે દેવાનુપ્રિય!
... ૯૩૯ બો.
૯૪૦ બો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org