________________
૪૩
..૧૬૬
•..૧૬૫
સકલ રિધિ પાછી વલઈ, વાઘ માહારી લાજ; તું સુપરખ મઈ ભેટીયો, વંછિત ફલીયો આજ ઉત્તમ સરસી પ્રીતડી, મુઝ મન ખરી સોહાય; અલવે શું બોલાવીએ, માંણક આપી જાય
... ૧૬૭ અર્થ:- એક સોનું અને બીજી સુંદરીનો અધિકાર પુણ્યથી મળે છે. પુરુષ સાથેની પ્રીતથી સંતતિ પેદા થાય છે. સંતતિ વિના આ સંસાર ન હોય.પ્રેમાળ પુરુષ અને સંતતિ વિના સંસારમાં કોઈ લાભ નથી. ...૧૬૫
હે કુમાર! મારી સર્વ સંપત્તિ અને પાછી મળે તો જ કુટુંબમાં મારી ઈજ્જત વધે, અર્થાત્ મારી પ્રતિષ્ઠાથી મારો સંસાર સુખેથી ચાલશે. સદ્ભાગ્યથી મને તમારા જેવો સુજ્ઞ અને હોંશિયાર વ્યક્તિ મળ્યો છે. મારી મનોકામના આજે પૂર્ણ થઈ છે.
તમારા જેવા ઉત્તમ વ્યક્તિ સાથે મારી મૈત્રી-પ્રીતી થઈ તેથી મારું હૃદય અતિશય આનંદ અનુભવે છે. વધુ શું કહેવું? સજ્જનો (લીલાપૂર્વક) રત્ન-માણેક આપી ચૂપચાપ ચાલ્યા જાય છે.” ...૧૬૭
ઢાળઃ ૧૦ ઉદાર ચરિત રાજકુમાર શ્રેણિક
લંકામાં આવ્યા શ્રી રામ એ દેશી. રાગ ઃ મારૂ. સુણી વણિગના વચન તે રાય ૨, મનમાં બહુ ઝુરણા થાય રે; ઉત્તમ રહિદ દયા તરે, દયા દેવ પ્રજાની વાત રે દાતા દેવ વચન મુખ બોલે રે, દોષ પરનો કેમેહ ન ખોલો રે; દમ આદરતો દુઃખ ટાલે રે, કરુણાંયે નૃપ શાણને ભાલે રે નૃપ કહિ થાસે તુમ્હારું કામ રે, એનું તેજમતુરી નામ રે; વાહણમાં વલગી હોયે જેહેરે, નર આણો ઉતેડી તેહ રે
. ૧૬૭ રજ લાવો બનાવો જારે રે, બોલો શ્રેણિક રાજા તારે; હું તો જઈ આવું પરદેસ રે, પછે આવીને કામ કરેસ રે તેમનિ રત્ન આપું સુસાર રે, તેણઈ કરજો તુમ વેપાર રે; તવ બોલ્યો વાણિગ તામ રે, મમ લો ચાલાનું નામ રે
૧૬૯ કહું કામ કરી દો આંહરે, કાં નાખો સાઆર માંહિ રે; માહા પુરુષનો બોલ છે એક રે, તુહો આપ્યો હઈડઈ વિવેક રે
•. ૧૭૦ અર્થ - રાજકુમાર શ્રેણિકે ધનાવાહ શેઠનો દુઃખદ વૃત્તાંત સાંભળ્યો.(ધનાવાહ શેઠ ગળગળા થઈ ગયા.) રાજકુમાર શ્રેણિકનું કોમળ હૃદય દ્રવી ઉઠયું .(તેમને શેઠ પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન થઈ) જેનું ચિત્ત કોમળ છે, તેના હૃદયે દયા ઉપજે છે. દયા ભાગ્યવાન લોકોને મળે છે, તેની વાત કહે છે.
... ૧૬૮ અનુકંપા યુક્ત કોમળ ચિત્ત હોય તેવો ભાગ્યશાળી દાતાર મુખેથી મધુર વચન બોલે છે. તે બીજાના દોષ જાહેરમાં પ્રગટ ન કરે. તે પરોપકાર કરી બીજાના દુઃખો નષ્ટ કરે છે. રાજકુમાર શ્રેણિક કરુણાભરી
... ૧૬૬
. ૧૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org