________________
૪૯૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
••• ૮૬૮
મંત્રી કહે કપટી વૈરાગ, જિહાં લગે બલવાન થયંઈ લાગ; તવ લગ સતાને તવ લગ સતી, એકાંતિ કાંમિ મલ્યા જવ નથી. • ૮૬૭ સમતાં સીલ ન રહી દાતાર, માયા લોભ જસ નહી લગાર; માંન રહીત નર જે કહવાય, કાંમ પડઈ સહુ જાણ્યા જાય. જાણ્યો મદનસેઠિ ખોટાર, રત્ન અણદીધાં તેણી વાર; ધનસેઠિને આપ્યા સહી, અભયકુમારની બુધિ એ લહી.
... ૮૬૯ અર્થ :- ધનદત્ત શેઠ નામના એક ધનાઢય વ્યાપારી હતા. તેઓ એકવાર યાત્રા કરવા માટે નીકળ્યા. તેમણે મદનશેઠ નામના એક વ્યાપારીને ત્યાં યાત્રાએ જતાં પૂર્વે કિંમતી રત્નોનો કરંડિયો (બોઘરણું) મૂક્યો. ...૮૫૯
ધનદ શેઠ ઘણા સમય પછી યાત્રા કરી જ્યારે પાછા ફર્યા ત્યારે મદનશેઠ પાસેથી રનનો કરંડિયો થાપણ તરીકે મૂક્યો હતો તે પાછો માંગ્યો. મદનશેઠે લોભથી ધનદ શેઠે આપેલા રત્નોનો કરંડિયો છોડી જોયું. અમૂલ્ય રત્નો જોઈ તેમણે તેમાંથી પાંચ રનો કાઢી તેની જગ્યાએ બીજા ખોટા પાંચ રત્નો મૂક્યા...૮૬૦
(ધનદ શેઠે ઘરે જઈ પોતાના રત્નોનો કરંડિયો ખોલી જોયું કે પાંચ રત્નો શેઠે બદલાવી લીધાં છે.) તેઓ ન્યાય મેળવવા માટે અભયકુમાર પાસે પહોંચ્યા. તેમણે મહામંત્રીને સધળો વૃતાંત કહ્યો. મંત્રીશ્વરને ધનદત્ત શેઠની વાત મનથી સત્ય લાગી. તેમણે કહ્યું, “શ્રેષ્ઠીવર્ય! હું કોઈ પણ કાર્ય કર્યા વિના તમારા રત્નો પાછાં મેળવી આપીશ. હું તમારાં રત્નોને તેના યોગ્ય સ્થાને પહોંચાડીશ.”
••૮૬૧ અભયકુમારે તુનારાઓ (મહેનતાણું લેનારા, પીંજરા, ઝવેરી)ને પોતાને ત્યાં બોલાવ્યા. તેમને રત્નોની કોથળી બતાવતાં પૂછયું, “એક માસ પૂર્વે અહીં કોણે વાટવો તુચો (ઘડયો) છે? બરાબર જોઈ યાદ કરો.”
...૮૬ર અભયકુમારે ઝવેરીઓને બોલાવ્યા. તેમને તેમણે રત્નનો વાટવો(કોથળી) બતાવ્યો. તેમણે ઝવેરીઓને પૂછયું, “એક માસ પૂર્વ આ વાટવો કોણે ઘડયો છે?” એક તુનારાએ કહ્યું, “મંત્રીશ્વર! હું તેને જાણું છું. મેં જ આ વાટવો બનાવ્યો છે. મેં આ કાર્ય મદનશેઠ નામના વણિકને ત્યાં કર્યું હતું. તેમણે મને વાટવો બનાવવા આપ્યો હતો. હું આથી વિશેષ કોઈ ભેદ જાણતો નથી.”
...૮૬૩ અભયકુમારે તરત જ સેવકો દ્વારા મદનશેઠને બોલાવી પૂછયું, “તમે જે રત્નોનો વાટવો બનાવ્યો છે, તે કારીગર ક્યાં છે? તેને અહીં જલ્દીથી તેડાવો.”
..૮૬૪ મદન શેઠે નકાર ભણતાં કહ્યું, “મેં તો રત્નોનો વાટવો બનાવવા આપ્યો જ નથી. જ્યાં રત્નોનો વાટવો મેં બનાવ્યો નથી ત્યાં પીંજનારા લોકોની મને શી જરૂર પડે?' શેઠની અસત્ય વાત સાંભળી અભયકુમાર ખૂબજ ગુસ્સે થયા.
...૮૬૫ અભયકુમારે તરત જ સેવકો દ્વારા ધનદત્ત શેઠનો વાટવો મંગાવી બતાવ્યો. પીંજારો (તુનારો) પણ ત્યાં હાજર હતો. અભયકુમારે કહ્યું, “હે તુનારા ! આ રત્નોનો વાટવો તે બનાવ્યો છે કે નહીં તે કહે જોઉં?” પીંજારાએ આ બોધરણું પોતે તુનાવ્યું છે. તે વાત પ્રગટ કરી. મદનશેઠે ચોરી કબૂલ કરી બદલાવેલા રનો પાછાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org