SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ .. ર0ર. હે માતા! પકવાન સાથે ખારાં અને ખાટાં મસાલેદાર, સ્વાદિષ્ટ શાક પણ બનાવજો. વળી કેળાં, આંબા, તરબૂચ, અને દ્રાક્ષ જેવાં મીઠાં ફળો પણ લાવજો. ... ૧૯૮ માતા અને પુત્રીની મીઠી ચડભડ(તકરાર) ચાલતી હતી તેવા સમયે રાજકુમાર શ્રેણિક અને ધનાવાહ શેઠ ઘરે આવ્યા. શેઠાણીએ શેઠને પુત્રીની સર્વ વાત કહી. શેઠાણીએ પરદેશી વ્યક્તિ સાથે લગ્ન કરતાં છળકપટ કે વિન આવવાની આશંકા વ્યક્ત કરી. ... ૧૯૯ શેઠે સહેજ મનમાં વિચાર કરી કહ્યું, “સુનંદાની મા! તમે સાંભળો. (આ શ્રેષ્ઠ વર સામેથી આપણે આંગણે આવ્યો છે. આપણી પુત્રી પણ વિવાહને યોગ્ય થઈ ગઈ છે.) આવો ઉત્તમ યોગ પ્રાપ્ત થવો દુર્લભ છે. (આ બંનેના વિવાહ રચાય તો કેવું સુંદર !) દેવી! આ યુવાન જો આપણી દીકરી સાથે લગ્ન કરે તો મારા મનની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થશે.” ... ૨૦૦ શેઠાણી ચૂપ રહ્યાં પરંતુ સુનંદાએ કહ્યું, “પિતાજી!(નાના મોઢે મોટી વાત કરવા બદલ ક્ષમા કરજો) મને એ પરદેશી મનથી અતિશય પ્રિય છે. તેની સાથે મારા વેવિશાળ કરાવો. અન્યથા હું સંયમ લઈ સાધ્વી બનીશ પણ અન્ય કોઈ પુરુષ સાથે નહીં પરણું. ... ૨૦૧ હું તે પરદેશી યુવાનની જ્ઞાતિ, જાતિ, રહેઠાણ, નામ, માતા-પિતા અને કુળગોત્ર સંબંધી કાંઈ જાણતી નથી પણ તે યુવાનના લક્ષણો, તેની બોલવા-ચાલવાની ઢબ, તેના રૂપ-રંગ ઈત્યાદિ પરથી મને જણાય છે કે તે મંત્રી અથવા રાજા હશે.”(કેટલી બુદ્ધિશાળી હશે સુનંદા!) પુત્રીનું વચન સાંભળી પિતાએ કહ્યું, “હું અને અતિથિ અમે બંને સ્નાન કરી લઈએ. ત્યાર પછી આરામથી બેસી વાતો કરશું.” બંનેએ સ્નાન કર્યું. ત્યાર પછી દેવપૂજા દ્વારા પુણ્ય ઉપાર્જન કરી બંને ભોજન કરવા બેઠા. ... ૨૦૩ શેઠાણીએ બે થાળીમાં ઘણી બધી રસવતી મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ પીરસી તેમજ દૂધ, દહીં ઈત્યાદિ ભાવતા ગોરસ પણ પીરસ્યા. કુમારને ખૂબ આગ્રહ કરીને શેઠ-શેઠાણીએ જમાડ્યા. કવિ ઋષભદાસ કહે છે કે, જમી લીધા પછી શેઠે કુમારને પાન-સોપારી મુખવાસ ખાવા આપ્યાં. ... ૨૦૪ ' દુહા : ૧૫ પાન લેઈનર વાપરઈ, કરતા વાત વિચાર; સેઠ ધનાવો કુમાર ચું, બોલ્યો તેણી વાર ••• ૨૦૫ અર્થ:- પાન-સોપારીનો મુખવાસ વાપરી બને (ચિત્રશાળામાં) બેસી વાતો કરવા લાગ્યા. ધનાવાહ શેઠે કહ્યું, “કુમાર ! તમે મારે ત્યાં આવી મારા ઉપર ઘણો ઉપકાર કર્યો છે.” ... ૨૦૫ ઢાળ : ૧૨ સુનંદા સાથે પાણિગ્રહણ જિન જનની હરખ અપાર એ દેશી. રાગ : માલવી, ગોડી. બોલઈ સેઠ ધનાવો સાહય, એક વચન માનો નર રાય; મુઝ ધરિ કુમારી સુનંદા, તસ પરણી કરો આનંદા •.. ૨૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy