SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ” ••• ૮૭ આવતાં મુખમાં પાણી આવ્યા વિના રહેતું નથી. તેવી જ રીતે કુમારને આ ગુણવંતી કન્યાને જોઈ, તેના પ્રત્યે સ્નેહ ઉત્પન થયો. કન્યા પણ રાજકુમાર શ્રેણિકને પ્રેમભરી નજરે જોવા લાગી. કન્યાએ વિચાર્યું, “આ યુવાન બત્રીસ લક્ષણથી યુક્ત હોય તેવું દેખાય છે. તેના લક્ષણ પરથી તે કોઈ રાજા કે મંત્રી હોય તેવું જણાય છે. ... ૧૮૮ આ યુવાન સુંદર છે. તે મારા મનને પ્રિય લાગે છે. તે મારા મનમાં વસી ગયો છે. એના જેવો રૂપવાન વર બીજે કોઈ નહીં મળે.” કન્યાએ મનથી જ તે યુવાનને પોતાનો પતિ માની લીધો. તે કુમાર સમક્ષ વારંવાર જોવા લાગી. (સુનંદાએ રાજકુમાર શ્રેણિકની વિવિધ રીતે ચકાસણી કરી.)' ... ૧૮૯ - રાજકુમાર શ્રેણિકે પણ આ સુંદર કન્યા સમક્ષ જોયું. બંને જણા એકબીજાની સમક્ષ જોવા લાગ્યા. બને સ્ત્રી પુરૂષનાં નેત્રો મળ્યાં ત્યારે રાજકુમાર શ્રેણિક અને શેઠની પુત્રી વચ્ચે પ્રીત બંધાણી...૧૯૦ જ્યારે વચનથી વચન અને મનથી મન મળે છે ત્યારે સ્ત્રી પુરુષ પ્રીત કરવા પ્રેરાય છે. સુનંદાએ મનથી નિશ્ચય કર્યો કે, “આ ભવમાં આ કુમાર જ મારો ભરતાર થશે.' ... ૧૯૧ સુનંદાએ પિતાને એક બાજુ લઈ જઈ કહ્યું, “તમે મારા લગ્ન આ યુવાન સાથે કરાવો.” પિતાએ કહ્યું,“તે પરદેશી છે. હું તેના વિશે કશું જાણતો નથી. આપણે ઘરે બેસી તે વિશે વિચારશું.” ... ૧૯૨ સુનંદાએ માતાને હર્ષથી કહ્યું, “આપણી પેઢી ઉપર આજે એક પરદેશી યુવાન આવ્યો છે. આપણે તેને આજે ઘરે જમવા માટે બોલાવશું. તે મારા મનને અતિશત પ્રિય લાગે છે તેથી મારા પતિ થશે.... ૧૯૩ હે માતા! મને પુણ્યથી મનગમતો પતિ મળ્યો છે. તેના માટે સુંદર, રવાદિષ્ટ ભોજન તૈયાર કરો.” માતાએ કહ્યું, “દીકરી! તું ઘેલી ન થા. ક્યા પરદેશી પુરુષને તું મનદઈ બેઠી છે? ... ૧૯૪ તું મને કહ્યા વિના પેઢીએ શા માટે ગઈ હતી? તેં ઉત્તમ કુળના સંસ્કારોનું ઉલ્લંઘન કર્યું છે. તું આજે પ્રેમમાં પાગલ બની અવિચારી પગલું ભરે છે. આ ઘરમાંથી લક્ષ્મીની જેમ આબરુએ પણ હવે વિદાય લીધી છે. લક્ષ્મીએ તો પૂર્વે જ વિદાય લીધી હતી. હવે કુળની મર્યાદાનું ઉલંઘન કરી તું આબરુ પણ ખોવા બેઠી છે?” ... ૧૯૫ માતાના આવા આક્રોશભર્યા વચનો સાંભળી સુનંદાએ કહ્યું, “હે માતા! હું પરદેશીને મનોમન વરી ચૂકી છું. જો તેની સાથે વિવાહ નહીં થાય તો હું જિનેશ્વર ભગવંત પાસે દીક્ષા લઈ સાધ્વી બનીશ. હે માતા! તમે મને અન્ય છોકરીની જેમ શું તુચ્છ સમજો છે. તમે મારી તુલના સુખડીનાદામ સાથે કરો છો. ... ૧૯૬ હે માતા! તમારા જમાઈ (મારા વર) માટે ઉત્તમ રસોઈ બનાવો. પેંડા, ઘેબર, લાડુ જેવા વિવિધ પકવાન બનાવો. તે માટે બજારમાંથી ઘી, સાકર, ડાંગર અને દાળ ખરીદી લાવો. ત્યાર પછી તેમાંથી મૂલ્યવાન, સ્વાદિષ્ટ ભોજન બનાવજો ... ૧૯૭. (૧) જુઓ - સંસાર સપના કોઈ નહિ અપના, પૃ. ૨૧થી ૨૫. (૨) માતાએ કહ્યું, “ઉત્તમ પકવાન બનાવવા માટે ઉત્તમ વસ્તુઓ જોઈશે. ઉત્તમ વસ્તુઓ ખરીદવા માટે પૈસા ક્યાં છે?' સુનંદાએ કહ્યું, માતા! તમે મને મીઠાઈ ખાવા જે પૈસા આપતા હતા તે પૈસા મેં બચાવીને રાખ્યા છે. તેમાંથી ઉત્તમ વસ્તુઓ ખરીદશું. (રાજકુમાર શ્રેણિક પૃ.૩૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy