SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ ...૬૯૭ બધી રાણીઓ મેખોભેખ (આંખ ઉઘાડ-બંધ કરવી) થઈ. ચંડપ્રદ્યોતનરાજાએ તેમને શરત અનુસાર બાજુ પર કરી. છેવટે રાજા પણ હારી ગયા. એક માત્ર શિવાદેવી રાણીની જ જીત થઈ... ૬૯૬ ચંડપ્રદ્યોતનરાજાએ (ઉજ્જયિની) નગરમાં મરકીના ઉપદ્રવની શાંતિ માટે અભયકુમારને વાત કરી કારણકે જગતમાં તેમની બુદ્ધિ જગ વિખ્યાત હતી. તેમણે એક જગ પ્રસિદ્ધ ઉપાય બતાવતાં કહ્યું, “ભાત (કૂર)નાં બાકુલા (બલિ) સારા પ્રમાણમાં બનાવી રાત્રિકાળે શિવાદેવીરાણી પોતાના હાથે ભૂત-પિશાચને બલિ આપી તેમની પૂજા કરે. રાત્રિકાળે જે ભૂત શિયાળાનું રૂપ લઈ આવશે, તેનું ઘડ એક પરંતુ મુખ બત્રીસ હશે. તેને શિયાળ સમજી મારશો નહીં પરંતુ શિવાદેવીરાણીના હાથે તેના મુખમાં કુર મૂકાવજો.' ...૬૯૮ શિવાદેવીએ રાત્રિના સમયે પિશાચને પોતાના હાથે કૂરબલિ તેના મુખમાં મૂક્યો. પિશાચે પણ ખુશ થઈ બલિનું ભક્ષણ કર્યું. “મહામારી (અશિવ) નો ઉપદ્રવ દૂર થશે તેમજ સર્વત્ર શાંતિ પ્રસરી જશે.” વ્યંતર દેવ એવા આર્શીવાદ આપી ચાલ્યો ગયો. દાનથી દેવ અને માનવ વશીભૂત છે. દાન આપવાથી આપણાથી વાંકા (અવળા) ચાલનારા પણ નમ્ર બની પગે પડે છે. દાન આપવાથી વિપત્તિઓ પ્રતિકૂળતાઓ દૂર થાય છે. દાનથી મોહ પામીને રાજા પણ સન્માન આપે છે. ... ૭૦૦ દાન આપવાથી વ્યંતર દેવ પણ ખુશ થયા. તે જ ક્ષણે મહામરકીના (અશિવ) રોગનું નિવારણ કર્યું. નગરમાંથી મરકીનો ઉપદ્રવ દૂર થતાં સર્વત્ર શાંતિ થઈ ગઈ. ચંડપ્રદ્યોતનરાજાએ ફરીથી અભયકુમારને વરદાન માગવાનું કહ્યું. ... ૭૦૧ પ્રતિજ્ઞા પાલક અભયકુમાર ચઢો રાય અનલગિરી જઈ, સીવાદેવી તુમ પાસે સહી; હું બેસું માસી ઉછંગિ, અગનિ ભીરુ રથ આણો રંગિ. .. ૭૦૨ તેના કષ્ટ ફાડી ચહઈ કરો, અગિન લેઈ તે માંહઈ ધરો; એણી પર્વે વિલસેં અભયકુમાર, જાસૂવરદીધી તુમ ચ્યાર. ખન ખેદ થયો મહારાજ, કેહી પરિ વર આપું છું આજ; નામુંતો બોલ જ મુઝ જાય, કુમર તણે નૃપ લાગો પાય. તુઝ સાથે નવિ ચાલ્યોં સહી, મિં મુંકયો જા ધરિ વહી; જાતો કહે નૃપ ચૂકા સહી, ધર્મ કપટંઈ મુઝ આણ્યો ગ્રહી. દિવસે લોકમલિ સમદાય, ત્યારે તુમ લેઈ જાઉં રાય; ચંદપ્રદ્યોતન લે તઈ નામિ, તોહ ખરો લેઈ જાઉં ગામિ. ૭૦૬ હસી રહ્યો ઉજેણી ધણી, અભયકુમાર ચાલ્યો ઘર ભણી; શ્રેણિક સુનંદા નઈ મલ્યો, ઘણા દીવસનો દુખહાટલ્યો. •.. ૭૦૩ ••• ૭૦૪ ••• ૭૦૫ • ૭૦૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy