________________
૩૮૫
સોંઈ કિન્નર પૂર પાતાલઈ, તેડી ઉદયન જાય રે; ઘોષવતી દઈ વીણા તેહને, સીખવે સકલ કલાય રે.
... ૨૪૬ કુ. કેતો કાલ તિહાં કુમર રાખી, મુક્યો પાછો ઠામ રે; મૃગાવતીને પાએ લાગી, ખમાવે શીર નામી રે...
... ૨૪૭ કુ. વરસ પંચે મિલઈ રાજા, કુમર વાઘઈ લાજ રે; વિર હાર્થિ તુઝ હર્ચે દીક્ષા, હોર્ચે મુગતિનોં રાજ રે...
૨૪૮ કુ. પડઈ કામે મુઝ સંભારે, કહી વલ્યો સુર રાયરે; વરસ પંચે મિલ્યો રાજા, રીષભ કહેત કથાય રે...
... ૨૪૯ કુ. અર્થ:- ઉદાયનકુમાર જ્યારે વનમાં નિર્ભય બની નિઃશંક પણે ફરી રહ્યો હતો ત્યારે તેણે ચંદનના વૃક્ષને વીંટળાઈને એક મોટો મણિધર સર્પ જોયો. તે સર્પતાડના વૃક્ષની જેમ ખૂબ લાંબો હતો. ...૨૩૩
આ અવસરે (સમયે) વનમાં એક ભીમ નામનો ભીલયુવક ત્યાં આવ્યો. આ ભીલ યુવક મણિધર સર્પના મસ્તકનું મણિ લેવા આવ્યો હતો. તેણે મણિ મેળવવા મણિધર સર્પ ઉપર ભાલો ઉગામ્યો...૨૩૪
તે સમયે તેને અટકાવતાં પાછળથી ઉદાયનકુમારે બૂમ પાડી કહ્યું, “ભીલ કુમાર ! અરણ્યમાં વસતા નિર્દોષ નાગરાજને તમે ન મારશો.” ભીલ યુવકે દ્રષ્ટિ વાળી પાછા ફરીને જોયું તો તેણે કોઈ મહાભાગ્યશાળી બાળક જોયો.
...૨૩૫ તેણે ઈન્દ્ર જેવો સ્વરૂપવાન અને સુંદર મુખાકૃતિવાળો બાળક જોયો. “આ બાળક સગુણોનો ભંડાર લાગે છે.” એવું વિચારી ભીલયુવાને ભાલો પાછો ખેંચી લીધો. તેને ઉદાયનકુમારના અહિંસાજનક વચનો અમૃત તુલ્ય મીઠાં લાગ્યાં.
.૨૩૬ ભીલકુવકે કહ્યું, “આ મણિધર સર્પ છે. તેની પાસે અમૂલ્ય મણિ છે. આ સર્પને મારી હું મણિ મેળવવા માંગું છું. જો હું આ સર્પને મારીને મણિ નહીં મળવું તો તમે તે મણિ લઈ લેશો. ..૨૩૭
મારી સ્ત્રીના ગળામાં ચણોઠીનો હાર છે. તે હારમાં વચ્ચે આ શ્રેષ્ઠ મણિ જડવો છે. તે કારણથી હું આ સર્પનો ધાત કરવા ઈચ્છું છું. તમે મને આ કાર્ય માટે રોકશો નહીં.”
...૨૩૮ ઉદાયનકુમારે કહ્યું, “ભીલયુવક! હું તને રન આપીશ. તું રત્ન મેળવવા આ નિર્દોષ, મૂંગા પ્રાણીની હત્યા ન કરીશ.” ભીલયુવકે કહ્યું, “કુમાર ! પ્રથમ અને રત્ન આપો, પછી જ હું આ મણિધર સર્પને છોડીશ'.
...૨૩૯ - ઉદાયનકુમાર દોડતો દોડતો આશ્રમમાં પોતાની માતા મૃગાવતી પાસે આવ્યો. તેણે કહ્યું, “માતે! તમારા કંગનમાંથી એક રન આપો, જેથી હું મણિધર સર્પને અભયદાન આપી શકું, અન્યથા સર્ષનું જીવન સમાપ્ત થઈ જશે'.
.૨૪૦ મૃગાવતી રાણીને પુત્રની જીવદયાની ભાવના જોઈ ખૂબ ગૌરવ થયું. માતાએ પુત્રની અનુકંપાની પ્રશંસા કરી. “મારો પુત્ર કરૂણાશીલ છે. બાળ વયમાં જ તેની બુદ્ધિ ધર્મના સંસ્કારોથી સંસ્કારિત છે. તે મોટો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org