________________
૨૧૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી શ્રેણિક રાસ'
સુણી રાય ચાલ્યો તવ પાછો, પુછતા દઈ બહુ લાત; મુંકો ચોટલો મહારો સ્વામી, હવઈ નહી પૂર્ણ વાત.
... ૧૧૩૪ હો. વચન સુહાલઈ જે નવિ માનઈ, તેહનિ એ વિધિ હોય;
ઋષભ કહઈ સમઝી તિહાં ગુણિકા, ચિલણા ન મરઈ સોય. ... ૧૧૩૫ હો. અર્થ - મહાવતે ગણિકાને કહ્યું, “મગધસેના! તું ત ભોળી છો. રાજાના હાથીનાં આભૂષણો કદી કોઈને ન આપી શકાય.” ગણિકાએ ગુસ્સે થઈને કહ્યું, “તો હું તમને છોડી ચાલી જઈશ અથવા હું આપઘાત કરી મરણ પામીશ.'
. ૧૧ર૧ મહાવતે કોશાને સમજાવતાં કહ્યું, “મગધસેના! આવું અવિચારી પગલું ન ભરાય. જે ક્રોધથી અવિચારી પગલું ભરી મૃત્યુ પામે છે, તે અભિમાનીનું જીવન ધૂળમાં મળી જાય છે. ફૂલ ચૂંટનાર બટુક સ્વયં કેસુડાના ખીલેલા ફૂલને ચૂંટી વૃક્ષના મૂળમાં આગ ચાંપી, વૃક્ષને જ નષ્ટ કરી નાંખે છે.” ... ૧૧રર
એકવાર 'બ્રહ્મદત્ત નામના રાજા જંગલમાં (શિકાર કરવા) ગયા. તેઓ શિકાર કરી જ્યારે પોતાના રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે તેમની રાણીએ કહ્યું, “નાથ! કોઈ આશ્ચર્યકારી ઘટના જોઈ હોય તો તે રોમાંચક કથા કહો.”
... ૧૧૨૩ બ્રહ્મદર રાજાએ રસિકતાપૂર્વક કહ્યું, “હું સરોવરની કિનારે (નાન કરી) બેઠો હતો. ત્યાં એક ખૂબસૂરત દેવકન્યા જેવી સુંદરી આવી. (તે નાગકન્યા હતી.) તેણે મને કહ્યું, “રાજનું! (હું તમને પ્રેમ કરું છું) તમે મારી સાથે સંસારના સુખો ભોગવો.” (મને થયું આવી નિર્લજ્જ વાતો કરનાર આ કોઈ કુલટા સ્ત્રી છે', એવું જાણી) મેં તેને હડસેલી મૂકી. તે દૂર ભાગી ગઈ ત્યારે તે નાગિણીનું રૂપ લઈનાગ સાથે ક્રીડા કરવા લાગી. (આવી સૌંદર્યવાન હોવા છતાં નીચ સર્પ સાથે વિષય ભોગ!)
... ૧૧ર૪ મેં તેને ચાબુકથી ફટકારી ત્યારે તે રીસાઈને ચાલી ગઈ. આ આશ્ચર્યકારી વાત છે. મહારાણીને આ પ્રમાણે વાત કરી બ્રહ્મદત્ત રાજા રાજમહેલમાંથી બહાર આવ્યા ત્યાં તેમની દષ્ટિ કોઈ દેવ ઉપર પડી... ૧૧૨૫
દેવે આવીને બ્રહ્મદત્ત રાજાને કહ્યું, “રાજનું! (હું તમારા પર પ્રસન્ન થયો છું) તમે કોઈ વરદાન માંગો.” રાજાએ કહ્યું, “હે દેવી! તમે શા માટે વરદાન માંગવાનું કહો છો?” દેવે કહ્યું, “રાજનું! તમે જંગલમાં સરોવરના કિનારે બેઠા હતા, ત્યારે ત્યાં મારી પત્ની આવી હતી. (તેની વ્યભિચારી વર્તણૂક જોઈ) તમે તેને માર મારી શિક્ષા આપી હતી તેથી હું ખુશ થયો છું.
... ૧૧૨૬ હે રાજન્! મારી પત્નીએ અસત્ય બોલતાં મને કહ્યું, “નાથ! મને બચાવો. જંગલમાં કોઈ વ્યાભિચારી રાજા છે, જે મને બળજબરીપૂર્વક પકડી સંભોગ કરવા ઈચ્છે છે. તે મારા પ્રાણ હરણ કરશે.” (હું તમને મારવા માટે આવ્યો હતો પરંતુ તમે જ્યારે તમારી પત્નીને જંગલમાં બનેલી આશ્ચર્યકારી ઘટના વિશે કહેતા હતા ત્યારે) તમારી વાત મે સાંભળી. મેં જાણ્યું કે, મારી પત્ની મારી સમક્ષ જૂઠું બોલી છે.... ૧૧૨૭
હે રાજનું! તેથી હું તમારા પર પ્રસન્ન થયો છું. તમને વરદાન આપવા આવ્યો છું.” રાજાએ કહ્યું, “હું સર્વ પ્રાણીઓની ભાષાને સારી રીતે) સ્પષ્ટ રીતે સમજી શકું, એવું વરદાન આપો.” ... ૧૧૨૮ (૧) બ્રહ્મદર રાજાની કથા : ત્રિ.શ.પુ.ચ. પર્વ-૯, સર્ગ-૧, પૃ.૪૪૬ થી ૪૪૭ ,
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org