SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ દેવ વરદાન આપીને પાછા વળ્યા ત્યારે તેમણે રાજાને સૂચના આપતાં કહ્યું, ‘રાજન્ ! આ વરદાન વિશેની વાત તમે કોઈને ન કહેશો. (જો તમે બીજાને કહેશો તો તમારા મસ્તકના સાતભાગ થઈ જશે.)'' એકવાર બ્રહ્મદત્ત રાજા પોતાની રાણી સાથે શૃંગાર ગૃહમાં ગયા. ત્યાં ગરોળીએ કહ્યું, “હે પ્રિયા ! રાનજાા વિલેપનમાંથી થોડું ચંદન લાવી આપો. જેથી મારો દોહદ પૂર્ણ થાય.’ "" ૧૧૨૯ ભીંત ઉપરની ગરોળી (ગૃહગોધ)એ કહ્યું, “ચંદનનો પ્યાલો લેવા જતાં મારું મૃત્યુ થશે.'' ગરોળીની ભાષા સમજી રાજા હસી પડયા. રાણીએ તરત જ કહ્યું, ‘‘સ્વામીનાથ ! તમે એકાએક શા માટે હસી પડયા ? તમારા હસવાનું કારણ મને કહો. નહીં તો હું મૃત્યુ પામીશ.'' રાજાએ કહ્યું, ‘‘મહારાણી ! આ વાતનો પ્રકાશ હું નહીં પાડું. ૧૧૩૦ જો આ વાતનું રહસ્ય પ્રગટ કરીશ તો મારું મૃત્યું થશે.’' બીજી બાજુ રાણીએ હઠ પકડી. રાણીએ કહ્યું, ‘‘આપણે બન્ને સાથે મરીશું, જેથી બન્નેની ગતિ સરખી થશે.'' ત્યારે રાજાએ (કંટાળીને) ચિતા ખડકાવી અને રાણીને કહ્યું કે, ‘“ચિતા પાસે મૃત્યુ સમયે વાત કહીશ.’ ... ૧૧૩૧ (બ્રહ્મદત્ત રાજા ચિતા પાસે આવ્યા. ત્યારે કુળદેવીએ બોકડા અને સગર્ભા બોકડીનું રૂપ વીકુવ્વુ.) બોકડીએ બોકડાને માર્ગમાં કહ્યું,‘‘મને જવનો પુળો લાવી આપો.'' બોકડાએ કહ્યું,‘“અરે નાદાન ભૂંડી ! આ જવ તો રાજાના ઘોડા માટે છે. તે લેવા જતાં મારું મૃત્યુ થશે.’’ ૧૧૩૨ ... બોકડીએ કહ્યું, ‘“તમારાથી તો બ્રહ્મદત્ત રાજા ઉત્તમ હતો, જેણે પોતાની સ્ત્રી પાછળ પોતાનું જીવન કુરબાન કર્યું.’’ બોકડાએ કહ્યું, ‘‘બ્રહ્મદત્ત રાજા જગતમાં સૌથી મોટો મૂર્ખ હતો. તેણે સ્ત્રી હઠ સામે (પોતાની અનેક રાણીઓ હોવા છતાં) પોતાનું જીવન હોડમાં મૂક્યું. તેણે (નિર્દયી અને જીદ્દી) સ્ત્રીને શિક્ષા ન કરી તે તેની સૌથી મોટી ભૂલ હતી.’’ ૧૧૩૩ ... બ્રહ્મદત્ત રાજા બોકડાની વાત સાંભળીને ગુસ્સે થઈને રાજમહેલમાં પાછા આવ્યા. રાણીએ પુનઃ રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે મહારાજાએ ગુસ્સો થઈને રાણીનો ચોટલો પકડી તેને ખૂબ લાતો મારી. રાણીએ બૂમો પાડતાં રડતાં રડતાં કહ્યું, “સ્વામીનાથ ! મારો ચોટલો છોડો, હવેથી હું ક્યારે પણ ગુપ્ત વાતો નહીં પૂછું.'' ૧૧૩૪ દુહા : ૫૮ ચિલણા પાછી ઉતરી, આણી મનિ સંતોષ; Jain Education International ૨૧૧ જે સ્ત્રી પોતાના પતિના પ્રેમાળ વચનોને સાંભળતી નથી, તે સ્ત્રીની ઉપરોક્ત વિધિ (દશા) થાય છે. કવિ ઋષભદાસ કહે છે કે, મગધસેના કોશાએ મરવાનો વિચાર માંડી વાળ્યો. મહાવત અને મગધસેનાની વાતો દ્વારા ચેલણા રાણીએ પણ સમજીને આત્મહત્યા ન કરી. ... ૧૧૩૫ For Personal & Private Use Only ... ત્રુટી હાર તેહ જ વલી, ધરતી મનસ્યું શોખ. ૧૧૩૬ હો. અર્થ :- ચેલણા રાણી મહેલના ગોખેથી નીચે ઉતર્યા. ‘જે ભાગ્યમાં હોય તે જ મળે છે.' એ યુક્તિને હ્રદયે ધરી તેમણે મનમાં સંતોષ આણ્યો. થોડા દિવસ પછી અચાનક અસાવધાનીથી ચેલણા રાણીનો હાર તૂટી www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy