________________
૩૯૦
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ'
પશુ-પક્ષીઓના પ્રાણઘાત કર્યા છે.
...ર૬૭ હે મહારાજ! મારા જીવે અનેક પાપકર્મો કર્યા છે. મેં કોઈ જીવને છોડયાં નથી. હું કંગન વેચવા અહીં આવ્યો ત્યારે) પુણ્યના ઉદયથી મને આપનાં દર્શન થયાં છે.
...૨૬૮ હે મહારાજ! તમે બિલકુલ ચિંતા ન કરશો. તમને મૃગાવતી રાણી અને તમારો અનુપમ સૌંદર્યવાન પુત્ર જરૂરથી મળશે.
.ર૬૯ હે મહારાજ! કંગન વિશેની તમને હું પ્રેમકથા કહું છું. હું એક દિવસ ચંદન વનમાં ગયો હતો. મેં ત્યાં ચંદનના વૃક્ષ ઉપર મણિધર સર્ષને વીંટળાયેલો જોયો.
..૨૭૦ મેં તેને મારવા માટે પકડયો, ત્યારે (જીવદયા પ્રેમી) ઉદાયનકુમારે મને અટકાવ્યો. તેમણે મારા હાથમાં રત્નજડિત કંગન આપી મણિધર સને છોડાવ્યો.
...ર૭૧ આ ઉદાયનકુમાર પોતાની માતા સાથે ચંદનવન નામના જંગલમાં છેલ્લા પાંચ વર્ષથી રહે છે.
..ર૭ર ઉદાયનકુમારે આપેલુ કંગન લઈ હું કૌશાંબી નગરીની બજારમાં વેચવા માટે સોની પાસે આવ્યો. ત્યાં સોની મને તમારી પાસે અહીં લાવ્યો ત્યારે તમારી દ્રષ્ટિ મારા પર પડી.
...૨૭૩ મહારાજ! આ કંગન વિશેની સર્વ હકીકત મેં તમને કહી. હું નિરપરાધી છું. મને મારશો નહીં.'
...૨૭૪ રાજસભામાં રહેલા રાજા, પ્રધાન મંત્રીઓ અને નગરજનો સહુ મૃગાવતી રાણી અને ઉદાયનકુમાર જીવતા છે એવું જાણી ખૂબ પ્રસન્ન થયા.
...૨૭૫ શતાનીકરાજાએ ભીલ યુવકને ખુશાલીના સમાચાર આપવા બદલ ધન્યવાદ આપ્યા. તેને ખૂબ ધન આપી સન્માન કર્યું. રાજાએ સોની (વણિક) ને પણ ખુશ કર્યો.
...૨૭૬ શતાનીકરાજા, મૃગાવતી રાણી અને ઉદાયનકુમારને મળવા ચંદનવનમાં જવા ઉત્સુક બન્યા. કવિ ઋષભદાસ કહે છે કે રાજાએ ચંદનવનમાં જવા પ્રયાણ કર્યું.
...૨૭૭ દુહા : ૧૪ નૃપ બોલાવઈ ભીમનઈ, તું ઉપગારી જન; કુમરે અહી મુંકાવીઉં, તે દેખાડો વન
... ર૭૮ અર્થ - શતાનીકરાજાએ ભલયુવકને બોલાવીને તેની પ્રશંસા કરતાં કહ્યું, “હે યુવક! તું અમારા માટે પરોપકારી પુરુષ છે. ઉદાયનકુમારે મણિધર સર્પને છોડાવ્યો તેમજ તને કંગન આપ્યું અને તું અમને જંગલનો માર્ગ બતાવ.”
.૨૭૮ ચોપાઈ : ૫ ચંદનવનમાં વિહરતાં તે વન વાટ દેખાડો સહી, ચાલો ભીમ આગલિ તુમ વહી; તુઝ મુઝ મલીઉં પૂણ્ય જોગ, ચઉદ વરસનો ભાગ વયોગ ... ર૭૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org