________________
આગલથી દેખાડો વાટ, મુઝ મનથી ટાલો ઉંચાટ; કરો પુરુષ તુમ પર ઉપગાર, ભોજન ભીમ કરાવ્યો સાર ફોફલ પાન ભીમા ક૨ ધરઈ, કુંકુમ તીલક શિર શિખરું કરે; સુકન સાર જોઈ સંચરે, જિમણી ભઈરવ ચિંતા હરે ચાલ્યો ભીમ વન પરવત છોડિ, જોઈ કતોહલ રાજા કોડિ; મલીયાલિ તે ચાલી ગયા, ચંદન વનમાં ઉભા રહ્યા ભીમ કહે આ વન ભુપાલ, જનનીસ્યું તે દીઠો બાલ; તુજ સ્ત્રી સુત મલિસ્સે એણઈ ઠામિ, દીઉં સીખ જાઉં મુઝ ગામિ આધો હું નવિ આવું કદા, તાપસ વાસ અછઈ તિહાં સદા; તે પાપીનું મુખ નવિ જોય, શ્રાપ દીધઈ તાપસ સોય
હરખ્યો તિહાં કોલંબી ધણી, આપી ભીમનેં લખમી ઘણી; ચાલ્યો કહ્યું ન મારીશ જીવ, તેણઈ તું સુખીઉં હોઈ સદીવ અર્થ : “હે ભીમ ! આ જંગલની વાટમાં તું અમને માર્ગ બતાવ. તું પ્રથમ (આગળ) ચાલ. અમે તારી પાછળ ચાલશું. મારા પ્રબળ પુણ્યથી તું મને આજ મળ્યો છે. ભાગ્યયોગે (કર્મસંયોગે) મારે રાણી સાથે ચૌદ વરસનો લાંબો વિયોગ થયો છે.
• ૨૮૫
૩૯૧
... ૨૮૦
Jain Education International
... ૨૮૧
For Personal & Private Use Only
૨૮૨
... ૨૮૩
...૨૭૯
હે ભીમ ! તું આ દુર્ગમ જંગલનો આગળનો માર્ગ (પથ) બતાવ. તું મારા મનની ચિંતા દૂર કર. હે યુવક ! તું મારા ઉપર હજી વધુ ઉપકાર કર'' રાજાએ ભીલયુવકને સરસ ભોજન કરાવ્યું.
...૨૮૦
ભોજન કર્યા પછી શતાનીક રાજાએ ભીમકુમારના હાથમાં પાન-સોપારીનો મુખવાસ ધર્યો. રાજાએ મંગલ પ્રયાણ કર્યા પૂર્વે કપાળના મધ્ય ભાગમાં કુમકુમનું તિલક કર્યું. રાજા ઉત્તમ શુકન જોઈ ભીમકુમાર સાથે વનમાં જવા નીકળ્યા. જમણી બાજુ ભૈરવનાથનું મંદિર હતું, જેઓ (વિઘ્નહર્તા હોવાથી) સર્વના સંકટો દૂર કરે છે.
...૨૮૧
ભીમકુમાર વિશાળ જંગલો અને ઊંચા ઊંચા પર્વતો પસાર કરતો આગળ ચાલ્યો. રાજાએ માર્ગમાં અનેક (ક્રોડો)કુતૂહલો (આશ્ચર્યકારી ઘટનાઓ) જોયા. તેઓ ચાલતાં ચાલતાં મલયાચલ પર્વતના ચંદનવનમાં જઈ ઊભા રહ્યા.
... ૨૮૪
...૨૮૨
ભીમકુમારે કહ્યું, “મહારાજ ! આ ચંદનવન છે. મેં આ વનમાં આ સ્થળે જ માતા અને બાળકને સાથે જોયા હતા. તમને તમારી પત્ની અને બાળક આ સ્થાનેથી જ મળશે. તમે મને શીખ (રજા) આપો, જેથી હું મારા દેશમાં પાછો ફરું'’
...૨૮૩
(રાજાએ ભીમકુમારને સાથે ચાલવાનો આગ્રહ કર્યો ત્યારે) ભીમકુમારે કહ્યું, “મહારાજ! હું જંગલમાં આ સીમાથી આગળ ક્યારે પણ નહીં આવું. ત્યાં કાયમ માટે તાપસોના રહેઠાણ છે. પાપી, અધમ વ્યક્તિઓનું હું મુખ પણ જોવા માંગતો નથી. આ તાપસોએ મને એવો શ્રાપ આપ્યો છે.’’
...૨૮૪
www.jainelibrary.org