________________
૩૯૨
કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ”
કૌશાંબી નરેશ શતાનીકરાજાએ ખુશ થઈ ભીમકુમારને પુષ્કળ ધન આપી વિદાય કર્યો. (ભીલ યુવકે રજા લેતાં કહ્યું, “હું હવે જાઉં છું.') રાજાએ તેને શિખામણ આપતાં કહ્યું, ભીમ! તું કોઈ પણ જીવની હત્યા ન કરીશ. અહિંસાનું પાલન કરનાર આત્મા સદા સુખી થાય છે.”
...૨૮૫ દુહા : ૧૫ સીખદેઈનૅચાલીઉં, ભીમન કરતો પાપ; સતાનીક નીજ મંત્રીત્યું, વનમાં ફરતો આપ
... ૨૮૬ અર્થ :- ભીમકુમાર રાજાની વિદાય લઈ ત્યાંથી ચાલ્યો ગયો. તેણે જીવહિંસાનો ત્યાગ કર્યો. શતાનીકરાજા પોતાના મંત્રીઓ સાથે જંગલમાં પોતાની રાણી અને પુત્રને શોધતા ફરવા લાગ્યા.
...૨૮૬ ઢાલ : ૧૨ તાપસ આશ્રમ દર્શન એમ વિપરીત પરુપરા એ દેશી. રાગઃ અશાવરી સીંધૂઉં સતાનીક વનમાં ભમઈ, અનેક તરુ ફલ નિરખઈ રે; નવિ હરખઈ રે, બ્રહ્મઈ દાવાનલ દાઝતો એ સુપ્રતીપ સ્યું નૃપ જૂઈ, તાપસને આશ્રમિં રે; કરમિં રે, કબી એક નારી સુત મિલે એ તાપસ ઉંડવલે ગયા, દેખઈ મૃગ સીહી ત્યાહ્યો રે; ત્યાંહ્યો રે, નીકુલ નાગ છઈ એક ઠાએ મહીમા બહુ તાપસ તણી, દેખઈ ઘેનના વાડા રે; આડા રે, મૃગલા ચુકન કરઈ સહી એ દખણ અંગ ગૃપ ફરકતો, તવ એક કૂમરસૂ દેખાઈ રે; પેખાઈ રે, પ્રેમ કરી રાજા ઘણી એ નૃપ મંત્રી પરતઈ કહઈ, જેણઈ મુકાવ્યો નાગોરે; મહાભાગો રે, સોય કુમાર નહી એકદાએ જે દેખી મન ઉલ્ટમેં, મન મિલવાનું થાય રે; રાયઈ રે, ભાખઈ પૂરવ પ્રેમડો એ એમ ચિંતીને ચાલીઆ, આવ્યા તાપસ સંગિ રે; રગિં રે, પ્રણમે તાપસ પાયો લાંગો એ તાપસને નૃપ પુછતો, આ કુણ પાસિં બાલો રે; કૃપાલો રે, એહનો તાત કોએ રાજીઉએ બ્રહ્મભુતિ ગુરુ અમ તણો, વિશ્વભુતી તસ ચેલો રે; પુણ્ય વેલો રે, એક દીન મલયાચલ ગયો એ
... ર૯૬
-
ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org