SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ ભારંડ પંખીઓ મુખ થકી, દીઠી પડી એક નારી રે; મનોહારી રે, કરી નઈ આણી ગુરુ કને એ નામ મૃગાવતી તેહનોં, સતાનીકની રાણી રે; પ્રાણી રે, પુણ્યવંત પ્રસવ્યો દિકરો એ નામ ઉદયન તેહનાં, આ બઈઠો તે બાલો રે; ભૂપાલો રે, પૂત્ર કહી તિહાં તેડ્યો એ ઉદયન તવ ખીયો ઘણો, સતાનીક વન કોઈ રે; મોઈરે, પુત્ર કહી મમ તેડડ્યો એ રહ્યો સતાનીક સાંભલી, હઈડઈ અતી હરખંતો રે; નિરખતંતો રે, રીષભ કહઈ રાણી તણે એ ... ૩૦૧ અર્થ - શતાનીકરાજા વનમાં ફરતાં હતાં. તેમણે વિવિધ પ્રકારનાં અનેક વૃક્ષો અને ફળો જોયાં પરંતુ (પોતાની રાણી અને પુત્રના વિરહમાં તેમને કોઈ વસ્તુ સારી લાગતી ન હતી) તેમના હૃદયે કોઈ હરખ ન હતો કારણકે તેમના હૃદયમાં અનંગની પીડારૂપી દાવાનળ પ્રજિવલત થયો હતો. ...૨૮૭ રાજાએ જંગલમાં ફરતાં ફરતાં દૂર દૂર તેજસ્વી પ્રકાશ જોયો. (આ પ્રકાશની દિશામાં તેઓ આગળ વધ્યા, ત્યાં તાપસોનાં આશ્રમ હતા. રાજાએ મનોમન વિચાર્યું, “મારા ભાગ્યમાં (કર્મમાં) સ્ત્રી અને પુત્રનું મિલન ક્યારે લખ્યું હશે? ..૨૮૮ શતાનીકરાના તાપસીના આશ્રમમાં આવ્યા. તાપસો તેમને આશ્રમ બતાવતાં ગાઢ જંગલમાં લઈ ગયા. ત્યાં રાજાએ હરણ, સિંહ જેવા પશુઓને ત્યાં જોયા. તાપસીએ (ઈશારો કરી બતાવતાં) કહ્યું, “મહારાજ!તે સ્થાનમાં એક ઉત્તમ જાતિનો સર્પ રહે છે” ...૨૮૯ તાપસો ખૂબ પ્રતાપી અને યશસ્વી હતા. રાજાએ આશ્રમ પાસે વાડામાં ઘણી ગાયો જોઈ. (તાપસી પાસે પુષ્કળ પ્રમાણમાં પશુધન હતું) રાજા જ્યારે આશ્રમની શોભા નીહાળતા હતા ત્યારે મૃગલાઓનું ટોળુ નિશ્ચિંત બની આડું ઉતરયું તેથી શુભ શુકન થયા. ...૨૯૦ શતાનીકરાજા વનવિહાર કરી રહ્યા હતા ત્યારે તેમનું જમણું અંગ ફરક્યું. ત્યારે તેમણે જંગલમાં એક વરૂપવાન બાળક જોયો. રાજા તે બાળકને નેહભરી નજરે (ટીકી ટીકીને) જોવા લાગ્યા. ...ર૯૧ શતાનીકરાજાએ મંત્રી તરફ જોઈને કહ્યું, “મંત્રીશ્વર ! આ બાળક તે જ હોવો જોઈએ, જેણે મણિધર સર્પને ભીલના હાથમાંથી છોડાવ્યો હતો. આ સમયે સંભવ છે કે આ કુમાર જેવો મહાભાગ્યશાળી કુમાર બીજો કોઈ દેખાતો નથી'' ••.૨૯૨ રાજાએ પૂર્વના ઋણાનુબંધના કારણે પ્રીતિ ઉપજતાં મંત્રીશ્વરને કહ્યું, “મને આ બાળક પ્રિય છે. આ બાળકને જોઈ મારું હૃદય પુલકિત બન્યું છે. મને તેને ભેટવા (મિત્રતા)નું મન થાય છે... ...૨૯૩ એ પ્રમાણે બાળકનો વિચાર કરતાં તેને મળવા રાજા આગળ ચાલ્યા. તેમની સાથે તાપસી પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy