SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ કવિ ઋષભદાસ કૃત “શ્રી અભયકુમાર રાસ” આપ્યો. આવ્યા. ત્યાં બાળકે આવી સ્નેહપૂર્વક તાપસને પગે લાગી નમસ્કાર કર્યા. ...૨૯૪ રાજાએ ઉત્સુક બની તાપસને પૂછયું, મહર્ષિ! આ આપની પાસે ઊભેલું બાળક કોણ છે?” તાપસે કહ્યું, “હેપ્રજાપાલક ! આ બાળકના પિતા કોઈ નગરના રાજા છે. ...ર૯૫ અમારા ગુરુવર બ્રહ્મભૂતિ મહર્ષિ છે. તેમના શિષ્ય વિશ્વભૂતિ ઋષિ છે. તેઓ પુણ્યયોગે એક દિવસ મલયાલ પર્વત ઉપર ગયા હતા. ...ર૯૬ ત્યારે (આકાશમાં ઉડતા) એક ભાખંડ પક્ષીના મુખમાંથી એક સ્ત્રી નીચે પડી. મહર્ષિએ તે સ્ત્રીને વનમાં જોઈ. તે અત્યંત સ્વરૂપવાન હતી. તેઓ તેને ઉપાડીને પોતાના ગુરુ પાસે લાવ્યા. ...ર૯૭ તે સ્ત્રીનું નામ મૃગાવતી છે. તે શતાનીકરાજાની રાણી છે. તેણે કાળક્રમે પુણ્યવાન પુત્રને જન્મ ...૨૯૮ હે મહારાજ! આ બાળક જે બેઠો છે, તેનું નામ ઉદાયન છે.” રાજાએ તેને “પુત્રના નામથી સંબોધન કરી પોતાની પાસે બોલાવ્યો. ...ર૯૯ ઉદાયનકુમાર પુત્રના સંબોધનથી અત્યંત ખીજાયો. તેણે કહ્યું, “શતાનીકરાજા મારા પિતા છે. તેમના સિવાય આ વનમાં પણ કોઈ મને પુત્ર કહીને બોલાવતા નથી.” ..૩૦૦ શતાનીકરાજાને પુત્રની વાત સાંભળી હૃદયમાં અપાર હર્ષ થયો. રાજા પોતાના પુત્રને મન ભરીને જોવા લાગ્યા. કવિ ઋષભદાસ કહે છે કે ઉદાયનકુમાર પોતાની માતાની પ્રતિછાયા સ્વરૂપ હતો. ...૩૦૧ દુહા : ૧૬ રાણી જેહમૃગાવતી, તાપસ દરિસણ જાય; મંત્રી નૃપને કહે જુઉં, પુજઈ દરિસણ થાય ... ૩૦૨ અર્થ - મૃગાવતી રાણી મહર્ષિના દર્શન કરવા આવ્યા. (તે સમયે તાપસ રાજા અને મંત્રીને લઈને આશ્રમમાં આવ્યા.) ત્યાં મંત્રીશ્વરની નજર રાણી ઉપર પડી. તેમણે રાજાને કહ્યું, “રાજનું! મહાપુણ્યના યોગથી આજે તમને મહારાણી મૃગાવતીનાં દર્શન થશે.' ...૩૦૨ ઢાલ : ૧૩ પત્ની અને પુત્ર સાથે મિલાપ લંકામાં આવ્યા શ્રીરામ રે એ દેશી. રાગ ઃ મારુ પુણ્યઈ સહુ સીઝઈ કામ રે, પુણ્યે ઘર ઘરણી દામ રે; પુણ્યઈ હોઈ પ્રથવી રાજ રે, પુઈ જસ કરતિ લાજ એ પુણ્યઈ રાત વેલાઉલ થાય રે, પુર્વે મીલેં નીજ વાહલાય રે; પુણ્યઈ હોંઈ ભોજન ભોગ રે, પુર્વે ટલેં સકલ વિયોગ રે પુર્વે મલી રાયને રાણી રે, ઉંઢણ વલકલ અંઘોલી રે; ધરયા કંઠિ કુસુમના હાર રે, પિંહરયા સીલ રુપ શિણગાર રે ... ૩૦૫ ... ૩૦૩ ... ૩૦૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy